Tag: Diwali Festival
લાભ પાંચમ નિમિત્તે પૂજા કરી ધંધાનું મુર્હુત કર્યું
અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી ર...
દિવાળી દરમિયાન ૧.૨૯ લાખ મુલાકાતીઓએ કાંકરીયા લેકફ્રન્ટની મજા માણી
અમદાવાદ,તા.૩૧
શહેરના દક્ષિણઝોનમાં આવેલા કાંકરીયા લેકફ્રન્ટની દિવાળીના પર્વ દરમિયાન ૧.૨૯ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઈ ઝૂ,બાલવાટીકા,નોકટરનલ ઝૂ,કીડસ સિટી અને બટરફલાય પાર્કની મજા માણી હતી.દરમિયાન અમપાને રૂપિયા ૨૫ લાખથી વધુની આવક થવા પામી છે. લેકફ્રન્ટ ખાતે ૧૪ જૂલાઈના રોજ બનેલી રાઈડની દુર્ઘટના બાદ હજુ પણ મોટી રાઈડ બંધ છે,મીની ટ્રેન પણ મેઈન્ટેનન્સના ...
અત્યંત રોમાંચકારી ઇંગોરીયા યુદ્ધમાં પણ છવાયો મોદી ફિવર
સાવરકુંડલા,તા.31
દિવાળીનો તહેવાર હોય અને તેની ઉજવણીની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ અવશ્ય યાદ આવે છે. દરવર્ષે અહીં દિવાળીની રાત્રે ઇંગોરીયા યુધ્ધ લડાય છે. યુધ્ધ શબ્દ સાંભળીને આપણને લાગે કે આ ભયંકર અને લોહિયાળ યુધ્ધ હશે.પરંતું ના એમ નથી.
છેલ્લા સિતેર વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પરંપરાગત રીતે ખેલાતું ઇંગોરીયાનું યુધ્ધ અત...
રાજકોટના તમામ ફટાકડા બજારમાં ખરીદી માટે ઉમટી પડી રહી છે ભીડ
રાજકોટ,તા.22
પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં રોજ સાંજ પડતાં જ લોકો ખરીદી કરવામાં વ્યસ્ત બની જાય છે. શહેરના સદર બજાર સહીતના વિસ્તારોમાં રોજ લોકોની ભીડ જામે છે અને મંદીના માર વચ્ચે પણ મન મુકીને ખરીદી કરે છે. ત્યારે આ વર્ષે ફટાકડાની વાત કરીએ તો ડ્રોન ફટાકડાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા...
દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!
દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા ...
નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા.
મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે.
https://yo...
દિવાળીના ગણતરીના દિવસો બાકી છતા ફટાકડા બજાર ઠંડુગાર
અમદાવાદ, તા.16
દિવાળીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવા છતાં પણ ફટાકડાં બજારમાં વેપારીઓ નવરાધૂપ બેઠાં છે. ફટાકડાંનાં ઉત્પાદનબજાર શિવાકાશીમાં સતત ચાર મહિના ચાલેલી હડતાળ બાદ એનવાયરમેન્ટ ફ્રેન્ડલીના ચલણને કારણે આ વર્ષે ફટાકડાંની કિંમતોમાં વધારો જોવા મળશે.
હજુ ઘરાકી નહી
દિવાળીના તહેવારોને હવે માંડ દસ દિ...
દિવાળી સમયે કામ ધંધા છોડી લોકો ટ્રાફિક ઓફિસ અને એસબીઆઇમાં મેમો ભરવા ગય...
અમદાવાદ,તા.17
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ દ્વારા ગઇકાલે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. જેના પગલે કામ ધંધા છોડીને લોકો મેમો ભરવા માટે ટ્રાફિક પોલીસની કચેરી મીઠાખળી તેમજ એસબીઆઇની વિવિધ શાખાઓમાં દોડી ગયા હતા. દિવાળીના તહેવારોમાં જ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી સામે લોકોમાં નારાજગીનો ભાવ પણ જોવા મળ્યો છે.
અમદાવાદ શહ...