અમદાવાદ,તા:01 અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા લાભપાંચમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. વેપારીઓએ બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવી પૂજાપાઠ કરાવ્યા હતા, ઉપરાંત પરંપરાગત ચોપડાપૂજનની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. વેપારીઓએ નવાવર્ષમાં સારા વેપારની મનોકામના સાથે પોતાના ધંધાની શરૂઆત કરી હતી. કરોડોનો ધંધો કરનારાથી લઈને નાનકડી રેંકડી ચલાવનારા વેપારીઓ સુધી દરેકે પોતાનાં ત્રાજવાં ઉપરાંત ધંધાના સ્થળ અને ધંધાના સામાનની પૂજા કરી હતી અને આવનારા વર્ષમાં સારી રોજગારી અંગેની ભગવાનને પ્રાર્થના કરી હતી.


English




You must be logged in to post a comment.