Tag: Farmer
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...
ગાંધીનગર, 31 જૂલાઈ 2020
27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...
ડ્રેગનફ્રુટની ખેતી એટલે સોનાની ખેતી – ખેડૂત હિતેશ ગોહિલ
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી.
પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે....
ખેડૂતોએ મગફળીના વાવેતરમાં 100 ટકાનો વધારો કરી બતાવ્યો, કયા પરિવર્તન આવ...
અમદાવાદ, 26 જૂન 2020
15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું...
ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટે જાતે જ ડ્રમ સીડર બનાવ્યું
આણંદ,
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા.
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હો...
લોકડાઉનના 21 દિવસેબંધ થયેલા ખેત બજાર-અનાજ બજાર શરૂં કરાશે
માર્કેટયાર્ડ સંચાલકો સાથેની સરકારની બેઠક
જિલ્લાકક્ષાએ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષપણામાં પાંચ સભ્યોની સમિતિ માર્કેટયાર્ડ ચાલુ કરવાના આયોજનની ખાતરી કરશે
કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા-સંપૂર્ણપણે સેનેટાઇઝીંગ-માસ્ક-ગ્લોવઝની વ્યવસ્થાનો અમલ કરવા તાકીદ
માર્કેટયાર્ડમાં ૧૦૦ ટકા વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ...
દરેક ખેડૂતને સરકારે રૂ.72 હજાર આપ્યા ? 32 હજાર કરોડ ક્યાં ગયા ?
એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય રૂપાણીની ભાજપ સરકારે આપ્યા હોવાનો દાવો રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કર્યો છે. તેનો મતલબ કે 45 લાખ ખેડૂતોને તે રકમ ગણીએ તો દરેક ખેડૂતને સરેરાશ રૂ.72142 ભાજપ સરકારે ચૂકવ્યા છે. બધા ખેડૂતોને સહાય મળતી નથી હોતી, તેથી જો અડધા ખેડૂતોને સહાય મળી હોવાની ગણતરી કરવામાં આવે તો એક ખેડૂતને દોઢ લાખ રૂપિયા ભાજપની રૂપા...
ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે
ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ
આપવામાં આવશે
ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમ...
હામી હોવાનો દાવો કરતી ભાજપ સરકાર, ખેડૂતોની હામુંય જોતી નથી
ગાંધીનગર, તા. 13
ભાજપના વિકાસ મોડેલ રાજ્ય તરીકે ગણાતા ગુજરાતનો એક શરમજનક બાબતે દેશના પ્રથમ ત્રણ રાજ્યમાં સમાવેશ થઈ ગયો છે. ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે લાંબા વિલંબ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે.
ભા...
ખેડૂતોને લઇને મોટા સમાચાર, ગુજરાત સરકારે રૂ.700 કરોડના સહાય પેકેજની જા...
ગાંધીનગર ,તા:16 રાજ્યમાં વધુ વરસાદને કારણે ખેતી નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે, કપાસ અને મગફળી સહિતના પાક નિષ્ફળ જતા થોડા જ દિવસોમાં 3 કરતા વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે, ખેડૂતોની હાલત દયનીય બની રહી છે, ત્યારે રાજ્ય સરકારે પહેલા તો ખેડૂતોના પાક વિમા મામલે કંપનીઓને કડક શબ્દોમાં સર્વે કરીને સહાય ચૂકવવા આદેશ આપ્યો છે, હવે પાક વિમા સિવાય રાજ્ય...
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
વઢીયાર પંથકના ગામલોકો માટે ઝિતેલા ફળ આજીવિકાનું સાધન ગણાય
સમી, તા.૧૦
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે. ચાલુ વર્ષે પુષ્કળ વરસાદ થતાં તાલુકાના મોટાભાગના ગામોમાં ભરાયેલા પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળી રહ્યા છે અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં છે. જેને કારણે વરસાદી...
ગુજરાતમાં 2019માં 7 માસમાં 3 વાવાઝોડાથી નુકસાન થયું પણ મોદીએ આર્થિક સહ...
હિંમતનગર, 9 નવેમ્બર 2019
કુદરતી આપત્તિઓનો માર ઝેલી રહેલ કિસાનોના હામી હોવાનો દમ ભરતી રાજ્ય સરકારે છેલ્લા 7 મહિના દરમિયાન ત્રણ - ત્રણ વખત ખેતી પાકને થયેલ નુકસાન અંતર્ગત ખેડૂતોને એક પાઇ પણ ચૂકવી નથી. દર વખતે સર્વે માટે જતા કર્મચારીઓને પણ ખેડૂતો આગળ જતાં ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. સર્વે કરી નુકસાનીનો અંદાજ મૂકી વળતર ન ચૂકવતા ખેડૂતોની ક્રૂ...
કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ
હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...
ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયાઃ ઉભા પાક નષ્ટ...
સુરેન્દ્રનગર,તા.02
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા...
રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ફોન નહિ લાગતા હોવાનો સરકારે સ્વીકાર ...
ગાંધીનગર, તા. 01
સરકાર દ્વારા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકશાનની સરવેની કામગીરી મોટા ઉપાડે શરૂ કરવામાં આવી છે. અને તેના માટે વિવિધ વીમા કંપનીઓના ટોલફ્રી નંબર પણ સરકારે જાહેર કર્યા પરંતુ, જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર પર ખેડૂતો ફોન લગાવીને થાકી ગયા પરંતુ ફોન લાગતા જ નહોતા ત્યારે ખેડૂતોમાં ફરીએકવાર છેતરાયા હોવાની લાગણી ફેલાઈ છે...