[:gj]દરેક ખેડૂતને સરકારે રૂ.72 હજાર આપ્યા ? 32 હજાર કરોડ ક્યાં ગયા ? [:]

The government gave Rs.72,000 to each farmer? Where did 32 thousand crores go?

[:gj]એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય રૂપાણીની ભાજપ સરકારે આપ્યા હોવાનો દાવો રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કર્યો છે. તેનો મતલબ કે 45 લાખ ખેડૂતોને તે રકમ ગણીએ તો દરેક ખેડૂતને સરેરાશ રૂ.72142 ભાજપ સરકારે ચૂકવ્યા છે. બધા ખેડૂતોને સહાય મળતી નથી હોતી, તેથી જો અડધા ખેડૂતોને સહાય મળી હોવાની ગણતરી કરવામાં આવે તો એક ખેડૂતને દોઢ લાખ રૂપિયા ભાજપની રૂપાણી સરકારે આપ્યા છે. જે માની શકાય એમ નથી. તે શક્ય પણ નથી. જો સરકારની આ સહાય ખેડૂતો સુધી ખરેખર પહોંચતી હોય તો એક પણ ખેડૂત ગરીબ ન હોવા જોઈએ. કારણ કે દર વર્ષે આટલી રકમ ખેડૂતોના નામે વાપરવામાં આવી રહી છે. આ નાણાં ખેડૂતોના બદલે બીજે ક્યાંક જઈ રહ્યાં હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. સરકાર ખરેખર ખેડૂતોનું ભલું કરવા માંગતી હોય તો તમામ સહાય તમામ ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે જમા કરાવી દેવી જોઈએ. જો આટલું થાય તો ભ્રષ્ટાચાર બંધ થઈને ગુજરાતના ખેડૂતો અને ખેતી આબાદ થઈ શકે તેમ છે.

રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, –

એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય આપી છે.

૧૯૯૮થી સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના હેઠળ ૧.૨૫ લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ, નાની-મોટી જળ સંચય યોજનાઓનું નિર્માણ કર્યું. જેના પરિણામે ૧૨ લાખ હેક્ટર પિયત ક્ષમતા હતી તે બે દાયકામાં ૬૭ લાખ હેક્ટર પિયત ક્ષમતા સુધી પહોંચી છે.

૨૦૦૦ની સામે કૃષિ ઉત્પાદનમાં આજે ૨.૫ થી ૩ ગણો વધારો થયો છે.

ગુજરાત સરકારે રાજયના ખેડૂતો માટે વીજળીમાં અંદાજે રૂ. ૧,૬૨૧ કરોડની ઈનપૂટ સબસિડી આપી છે.

ગુજરાતના ખેડૂતોને ત્રણ હપ્તામાં રૂ. ૩,૧૮૯ કરોડ તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા છે. પાક વીમા હેઠળ ખેડૂતો વતી રૂા. ૨,૭૭૯ કરોડની રકમ ભરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૩,૮૭૮ કરોડની વિવિધ કૃષિ જણસો ખરીદવામાં આવી છે.

કમોસમી વરસાદથી પાકને થયેલ નુકશાનના વળતર પેટે ૨૮૨ તાલુકાઓના ખેડૂતોના હિતમાં રાજ્યના ૫૬ લાખ ખેડૂતો માટે કુલ રૂા.૩,૭૯૫ કરોડમાંથી રૂા.૨,૨૦૦ કરોડ ચૂકવી દેવામાં આવી છે.

રૂા.૫,૭૦૦ કરોડની ખાતર સબસિડી તેમજ રૂા.૫૯૮ કરોડની સૂક્ષ્મ સિંચાઇ સબસિડી આપવામાં આવી છે.

ઝીરો ટકાએ પાક ધિરાણ માટે રૂા.૯૦૦ કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તીડના આક્રમણ વખતે પણ ખેડૂતોને પાક નુકસાન પેટે રૂા. ૩૨ કરોડથી વધુ રકમ આપી છે.

વિવિધ સહાય રૂપે ખેડૂતોને રૂા. ૩૨,૪૬૪ કરોડની રકમની મદદ કરી છે.[:]