Saturday, September 27, 2025

Tag: Gandhiji

હું છું ગાંધી: ૭. દુઃખદ પ્રસંગ – ૨

નીમેલો દિવસ આવ્યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્કેલ છે. એક તરફ સુધારાનો ઉત્સાહ, જિંદગીમાં મહત્ત્વનો ફેરફાર કરવાની નવાઈ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઈને કાર્ય કરવાની શરમ, આમાં કઈ વસ્તુ પ્રધાન હતી એનું મને સ્મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્યા. દૂર જઈ કોઈ ન દેખી શકે એવો ખૂણો શોધ્યો, અને ત્યાં મેં કદી નહીં જોયેલી વસ્તુ  –  માંસ જોયું! સ...

ગાંધીજીએ સ્થાપેલી વિદ્યાપીઠનું ટપાલ કવર બહાર પાડવામાં આવશે

અમદાવાદ, તા. 06 મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત કરાયેલી ગૂજરાત વિદ્યાપીઠને આવનારા દિવસોમાં ખાસ ભેટ મળે એવી શક્યતાઓ છે. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આગામી દિવસોમાં ગૂજરાત વિદ્યાપીઠનું ખાસ ટપાલ કવર દેશના ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. આ અંગે વિદ્યાપીઠના સત્તાવાળાઓ અને ટપાલ વિભાગ વચ્ચે થયેલી વાતચીતના ભાગરૂપે ગાંધીજીની તસ્વી...

ગાંધી આશ્રમ માં કૌભાંડો પર કૌભાંડો

ગાંધી આશ્રમ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આશ્રમની ગૌશાળાની જમીન અંગે પણ વરવી હકિકત બહાર આવી છે. આજીવન સત્ય અને અહિંસાના ભેખધારી રહેલા મહાત્મા ગાંધી સનાતન હિંદુ સંસ્કૃતિને માનતા હતા અને તેના એક ભાગરુપે જ તેમણે આશ્રમમાં ગૌ શાળા શરુ કરી હતી. જેનું દુધ આશ્રમવાસીઓને પણ આપવામાં આવતુ હતુ. આજે આ ગૌશાળાની મોટાભાગની જમીન રહી નથી ત્યારે આ જમીનનો કયા અને ...

ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ? 

ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા તેનું બનાવેલું 80 વર્ષ જૂનું મકાન NDDBએ તોડી પાડ્યું છે. 1 ફેબ્રુઆરી 2018માં સમાચાર પત્રમાં જાહેરાત છાપીને ઐતિહાસિક ગૌશાળાને તોડી પાડવાનું જાહેર કરાયું હતું. અગાઉ પણ અહીં મતાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. આ અંગે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યાં પશુ માટે શેડ બનાવવા માટે આ મકાનો તોડવામાં આવ્યા ...

હું છું ગાંધી: ૬. દુઃખદ પ્રસંગ – ૧

હું કહી ગયો કે હાઈસ્કૂલમાં મને થોડા જ અંગત મિત્રો હતા. જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્યો, જોકે મેં તે મિત્રનો ત્યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. તે સંગ કરવામાં મારી સુધારક દૃષ્ટિ...

હું છું ગાંધી: ૫. હાઈસ્કૂલમાં

વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથીયે વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા....

કમિશનર – મેયર સામે પડકાર: ગાંધી આશ્રમના મકાનો તોડવા સરવે કરતી ટી...

અમદાવાદ, 04 આશ્રમને ધ્વંશ કરવાના કામનો પ્રારંભ થતાં જ લોકોનો રોષ સામે આવ્યો છે. સરવે કરવા આવેલા ખાનગી કંપનીના અધિકારીઓને ગાંધી આશ્રમથી સ્થાનિક લોકોને ભગાડી દીધા હતા. તેથી કમિશ્નર વિજય નહેરા અને મેયર બિજલ પટેલ સામે મોટો પડકાર થયો છે. આશ્રમ આસપાસ રહેતાં 200 લોકોના મકાનોને તોડી પાડવા કે ખાલી કરાવવાનો સરવે કરવા માટે અમદાવાદના ઉસમાનપુરામાં આવેલી જીઓ ...

હું છું ગાંધી: ૪. ધણીપણું

વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં  –  પૈસાનાં કે પાઈનાં એ તો યાદ નથી  –  નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઈ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું, ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમા...

સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં ...

અમદાવાદ, તા.03 એક સમયે 100 હેકટર કરતા વધારે જમીન સાબરમતી આશ્રમ પાસે હતી. આજે બે હેકટરથી વધુ જમીન રહી નથી. બધી જમીન સગેવગે કરી નાખવામાં આવી છે. જમીન પરત મેળવવાના બદલે આશ્રમના મકાનોમાં રહેતાં આશ્રમવાસીઓના મકાનો પર કબજો મેળવવામાં આવી રહ્યો છે. 32 એકર જમીન મેળવવા મોદીએ સૂચના આપી હોવાનું કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે વાત કરતાં કહ્યું હતું. પણ 100 એકર ...

હું છું ગાંધી: ૩. બાળવિવાહ

આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી. ૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા એની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષના બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને ...

હું છું ગાંધી: ૨. બચપણ

પોરબંદરથી પિતાશ્રી રાજસ્થાનિક કોર્ટના સભ્ય થઈ રાજકોટ ગયા ત્યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્યાંના અભ્યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ...

હું છું ગાંધી: ૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો :...

કાલે સવારથી રોજ ૯ વાગે – હું છું ગાંધી ‘સત્યના પ્રયોગો'

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારુ આદર્યું અધુરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડયો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી ...

આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો...

અમદાવાદ, તા.29 આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય સારાભાઈ અને ઈલા ભટ્ટ પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યા છે. જો તેમનાથી ગાંધીજીના સિદ્ધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીની ઈમારતો જો તેઓ...

શશીવનમાં ગાંધીજીની 375 કિલોની તાંબાની પ્રતિમા મુકાશે

પાલનપુર, તા.૨૮  પાલનપુરમાં પહેલી વાર ગાંધીજીની પ્રતિમા ખુલ્લી મુકાશે. 375 કિલોની તાંબાની પ્રતિમા શશીવનમાં ઉભી કરવામાં આવનાર છે. રૂ.13.50 લાખની પ્રતિમાનું બીજી ઓકટોબરે વિદ્યામંદિર સંસ્થા દ્વારા અનાવરણ કરાશે. પાલનપુરની શૈક્ષણિક સંસ્થા વિવિધલક્ષી વિધામંદિરના ડાયમંડ જયુબિલી કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટીઓએ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાની શહેરમાં સ્થાપના ...