Sunday, September 7, 2025

Tag: gandhinagar

રાજકોટના પડધરીમાં 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ હોળી...

ગાંધીનગર, તા. 10 રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા મોલને ભારે નુકસાન કર્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા તેમના મહામોલા પાકને સળગાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના રાજકોટના પડધરી પંથકમાં માવઠાંના કારણે 15 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ મગફળી અને તેના ભૂક્કાની હોળી કરી હતી. ખેડૂતો પાસે નાણાં ન હોવાના કારણે આ સ્થિત...

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...

સુરતના બે એકમોને ફરાળી લોટમાં ભેળસેળ કરવા બદલ કુલ 10 લાખનો દંડ ફટકાર્ય...

ગાંધીનગર, તા. 08 ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની હોટેલો અને રેસ્ટોરન્ટના રસોડામાં દરેક ગ્રાહકને પ્રવેશ આપવાના નિયમને અમલી બનાવ્યાના બીજા જ દિવસે સુરતમાં ફરાળી લોટમાં ભેળસેળ કરતાં બે એકમોને રૂ. 5-5 લાખનો દંડ ફટકાર્યો છે. ફરાળી લોટમાં ઘઉંના લોટની ભેળસેળ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરાળી લોટ અંગે વિશેષ ડ્રાઈવ યોજીને રાજ્યભરમાં...

અરવલ્લી એલસીબીનો લાંચિયો કોન્સ્ટેબલ નાટકીય રીતે એસીબીમાં હાજર થયો

મોડાસા, તા.08  અરવલ્લી જિલ્લા એલઆઈબીનો કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા એક માસ અગાઉ મોડાસાના જીવણપુર પાસેથી લાંચના છટકાની રકમ બે લાખ લઇને કારમાં ભાગી છુટ્યો હતો. છેલ્લા એક માસથી ભાગેડુ કોન્સ્ટેબલ એસીબીમાં હાજર થતાં તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતાં વ્યક્...

સ્ટેચ્યુ  ઓફ યુનિટી તેની ઊંચાઈનું સ્ટેટસ ગુમાવશે, ભારત જ રેકોર્ડ તોડશે...

ગાંધીનગરઃ તા:08 ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું 182 મીટરનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી થોડા સમયમાં જ તેનું ગૌરવવંતું સ્થાન ગુમાવશે, કારણ કે ભારતમાં જ બે પ્રતિમાઓ એવી બની રહી છે કે જે ગુજરાતના ગૌરવને તોડશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો ઊંચાઈનો રેકોર્ડ આ બે પ્રતિમા તોડશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2018ના રોજ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ઉદઘાટન ...

કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે દહિયાને ક્લીન ચીટ આપી

ગાંધીનગર, તા. 08 રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી છે. તપાસમાં તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. પીડિત મહિલાએ કરેલા આરોપવિહોણા સાબિત થયા હોવાનું દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પીડિત મહિલા પહેલાથી જ પરણેલી હતી અને ...

ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી અન્ય શાળા સાથે મર્જ કરાશે

ગાંધીનગર, તા. 08 દેશભરની રાષ્ટ્રીયકૃત બેન્કોને મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ જ તર્જ પર સરકારી શાળાઓને મર્જ કરવાની વિચારણા શરૂ કરી છે. ધો. 1થી 5માં જે શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા 30થી ઓછી હશે એવી શાળાઓને અન્ય શાળામાં વિલિન કરવામાં આવશે. કઈ શાળાઓને મર્જ કરાશે? આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધો. 1થી 5માં...

અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની સૂચના

ગાંધીનગર,તા.07 અમદાવાદની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને સૂચના આપી છે. તેમણે આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે મેટ્રો રેલના 40.03 કિલોમીટરના પ્રથમ તબક્કામાં કુલ 12787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મેટ્રોરેલના એમડી એસએસ રાઠોરે કહ્યું હતું કે પ્રથમ તબક્કાના રૂટમાં 6.5 કિલોમીટરનો રૂટ અંડરગ્...

રૂ. 520 કરોડના ખર્ચે વડાપ્રધાને 52 વખત ગુજરાતની મુલાકાત લીધી

ગાંધીનગર, તા. 07 વડાપ્રધાનની દેશમાં કોઈપણ રાજ્યમાં એક મુલાકાત પાછળ દેશની તિજોરી પર અંદાજે રૂ. 10 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તાવાર મુલાકાતે 32 વખત અને બિન સત્તાવાર મુલાકાતે 20 વખત આવી ગયા છે. આમ, વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પાછળ કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે રૂ. 520 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ...

રાજકોટમાં 200 એકરમાં AIIMS માટે 1100 કરોડનો ખર્ચ થશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનો કુલ ખર્ચ 1100 કરોડ અંદાજવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020 સુધીમાં હોસ્પિટલનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સનું બાંધકામ ઝડપથી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને આદેશ કર્યા છે. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની...

રાજ્યના શહેરોમાં ડુંગળીના ભાવ આસમાને, અન્ય શાકભાજીના ભાવ પણ વધશે

ગાંધીનગર,તા.07 ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે. ચોમાસાન...

ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે

ગાંધીનગર, તા. 07 ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે. આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...

ગુજરાતની હોટલોમાં લોકો જોઈ શકે તે રીતે ભોજન બનાવવું પડશે

ગાંધીનગર, તા. 07 ગુજરાતની હોટલો અને રેસ્ટોરન્ટમાં લોકો જોઈ શકે તે રીતે જમવાનું ભોજન બનાવવું પડશે. રાજ્યના ફૂડ કમિશનરે આદેશ જાહેર કરીને તેનું પાલન કરવા તમામ હોટલો અને રેસ્ટોરન્ટને લેખિતમાં આદેશ કર્યો છે. આ સાથે કમિશનરે એવું પણ જણાવ્યું છે કે હોટલોમાં જે જગ્યાએ ગ્રાહકોને પરમિશન નહિ હોવાના જે બોર્ડ લગાવ્યા છે તે દૂર કરવાના રહેશે. કોઇપણ ગ્રાહક રસોઇ...

રાજ્યમાં હ્રદય, ફેફસાના ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીને 7.50 લાખ થી 10 લાખ મ...

ગાંધીનગર,તા. ગુજરાત સરકારે આપત્તિ સમયે ગરીબ દર્દીઓને હ્લદય અને ફેફસાંની બિમારીમાં ટ્રાન્સપ્લાન્ટ અને સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરી છે. રાજ્યના દર્દીને સારવારના કેસોમાં 7.50 લાખ થી 10 લાખ રૂપિયા સુધીની સહાયનું ધોરણ ખાસ કિસ્સામાં આપવામાં આવશે. રાજ્યના મહેસૂલ વિભાગના એક આદેશ પ્રમાણે મુખ્યમંત્રી રાહતફંડમાંથી હ્રદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટના ...

કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત

ગાંધીનગર,તા.06 ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...