Tag: GUJARAT BJP
ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા
ગાંધીનગર, તા. 15 ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...
ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...
ગાંધીનગર, તા.15 ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હો...
અમદાવાદના કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી ગઈ
પ્રશાંત પંડીત અમદાવાદ,તા.14 અમદાવાદના ૫૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાંકરીયા તળાવને રૂ.36 કરોડ ખર્ચીને ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવે છે. સત્તાધારી ભાજપની સરકાર આ ઈતિહાસને ઘૂળધાણી કરવાનો મનસુબો ધરાવતો હોય એમ લાગે છે. રાઈડ દૂર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરી દેવાતાં કાંકરિયાની મુલાકાતે આવનારાઓએ નિરસ વાતાવરણમાં તળાવના ચક્કર મારીને નીકળી જવું પડે છે. વળી ...
લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયેલા ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડીયો ...
અમદાવાદ, તા.14 શહેરનો સરદારનગર વિસ્તાર દારૂ અને બુટલેગરો માટે કુખ્યાત છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પણ થોડા સમય અગાઉ પાણી ફરિયાદ કરવા આવેલી મહિલાને જાહેરમાં માર મારીને બળૂકા બન્યા હતા. પરંતુ આ જ ધારાસભ્ય સ્થાનિક લૂખ્ખા તત્વ એવા બાબા દાઢી સામે મુકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. આવા લૂખ્ખા તત્વોને સરદારનગર પીઆ...
મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...
ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...
મેટ્રો નીચેના રોડ, મફત મુસાફરી સાથે કમર, મણકા, સાંધાના દુઃખાવા ફ્રી
અમદાવાદ, તા.૧૩ અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે...
વાઘાણીને બચાવવા જંગલ વિભાગનું હડહડતું જુઠ્ઠાણું
ગાંધીનગર, તા. 12 ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ 9મી સપ્ટેમ્બરે ગીરનાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તેમનાં બચાવમાં રાજ્ય સરકાર તો મેદાનમાં આવી ગઈ છે પણ તેમનું જંગલ વિભાગ પણ હવે વાઘાણીનાં આ ગુનાને છાવરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો સ્થાનિક લોકો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ. અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા દાવો કરી રહ્યા છે કે વાઘાણી પ્ર...
એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...
ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...
ભ્રષ્ટાચારનું સોગંદનામું
ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...
અમપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્...
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વધુ એક મેયર બિજલ રૂપેશભાઈ પટેલ ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે આયોજીત હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે.આ બંનેના પ્રવાસ અંગે મંજુરી માંગતી એક દરખાસ્ત શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે નાયબ મ્યુનિસીપલ કમિશ્નર પણ સાથે શહેરના મેયર સેવન ફો...
ભાજપના જીતુ વાઘાણીને ગેરકાયદે જંગલ પ્રવેશ માટે 6 વર્ષની સજા અને 1 લાખન...
અમદાવાદ, તા.11 ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અન...
પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની ...
પ્રશાંત પંડીત અમદાવાદ, તા.11 શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી...
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા
અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી. અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...
પાણીનો બગાડ અટકાવવા અને વીજબિલ ઘટાડવા 45000 નળ જોડાણોમાં મીટર લગાવાશે
પાટણ, તા.૧૦ પાટણ પાલિકાની સામાન્યસભા સોમવારે મળી હતી જેમાં ગત સામાન્ય સભામાં બહુમતીથી નામંજુર કરાયેલા પૈકી 54 કામોને ભાજપા અને કોંગ્રેસના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુંમતે મંજૂરી આપી હતી. જેમાં મોટાભાગના કામો રોડ રસ્તા, બ્લોક પેવીંગ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઇન, તેમજ રોડ ડીવાઇડરના કામોનો સમાવેશ થાય છે. આ બધા કામો હવે તાત્કાલિક શરૂ કરીને દિવાળીન...
ડામર કૌભાંડ બહાર પાડનારા ભાજપના પ્રમાણિક નેતાને અધિકારીઓ ગણકારતાં નથી
અમદાવાદ,તા.09 માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન - આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બ...

English