Tag: Gujarati News Live
સુરતમાં જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવા બદલ આઠની ધરપકડ
દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ...
બાળકોને શાળાએ બોલાવ્યા અને કોરોનાનો ચેપ લાગ્યો તો તેની જવાબદારી શિક્ષક...
દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું એ સમયે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષ...
સોરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સનાથલ ચોકડી ખાતે ચેક પોસ્ટમાં કોરોના ટ...
કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 33 દિવસથી સનાથલ ચોકડી સા...
જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા મુંબઈ ગાડી લઈને પહોન...
IPLની ૧૩મી સિઝનનું આયોજન 19 સપ્ટેમ્બરથી UAEમાં કરવામાં આવશે. આ માટી બધી ટીમો 20 ઓગસ્ટ પછી UAEમાં માટે રવાના થશે. ચેન્નઈ સુપર કિંગ્સે 15 ઓગસ્ટથી જ પોતાનો કેમ્પ ચેન્નઈમાં લગાવી દીધો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી પણ ભેગા થઈ રહ્યા છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના ખેલાડીઓ પહોંચવાની ઘણી તસવીરો શેર કરી છે. જસપ્રીત બુમરાહ બાય રોડ અમદાવાદથી મુંબ...
મીટર બંધ છે આવું હોયતો આવો, રીક્ષા ચાલકોની દાદાગીરી
અમદાવાદ શહેરમાં રીક્ષાઓમાં કોરોનાને કારણે માત્ર બે જ પેસેન્જર બેસાડવાના નિયમને કારણે ઓટો રીક્ષાચાલકો ફસાયા છે જાેકે શહેરના અમુક વિસ્તારોમાં ખુલ્લેઆમ શટલ રીક્ષા ફરતી જાેવા મળે છે તેમાં પેસેન્જરો ઠાંસી-ઠાંસીને બેસાડે છે. કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઓછી હોવાથી પ્રજાને કષ્ટ ન પડે તેને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ આ વાતને નજર અંદાજ કરે છે પરં...
કોરોનાએ દેશમાં 50 લાખ નવા બેરોજગાર બનાવ્યા
જુલાઈ માસમાં દેશના અનેક રાજયોમાં નવેસરથી લોકડાઉન લાગુ થવાના કારણે 50 લાખ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સીઅમઆઈઈ સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડીયન ઈકોનોમિ ના આંકડા અનુસાર કોરોનાકાળમાં કુલ 1.9 કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. અત્યાર દેશના ઘણા ભાગોમાં અનલોક- ચાલી રહ્યુ છે ત્યારે પગારદાર વર્ગની નોકરીઓનું અસ્તિત્વ જાેખમમાં આવી ગયુ છે.
એપ્રિલ 202...
રાજ્યની 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો ...
ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યાર...
રોજ રાત્રે 20 વર્ષની શીતલ શર્મા અમદાવાદમાં ટ્રાફિક સીંગ્નલ પર ભૂખ્યા 4...
ગુજરાતમાં લાખો લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. તેમની ચિંતા ના ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને છે, ના આપણને. પરંતુ અમદાવાદની એક વીસ વર્ષની છોકરી શીતલ શર્મા ભૂખ્યા પેટે સૂઈ જતા એ લોકોને ખાવાનું આપી રહી છે. રાત્રે રસ્તા પર સૂઈ જતા 400 બાળકોનું પેટ ભરે છે. અમદાવાદના રસ્તાઓ પર ખુલ્લા આકાશની નીચે સૂઈ જતા ભૂખ્યા બાળકો શીતલની રાહ જોતા હોય છે.
ગુવાહ...
આંગણવાડી, તેડાગરની નોકરી માટે e-HRMS પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે, ...
રાજ્યમાં ઓછા વેતનથી કામ કરતી આંગણવાડી કાર્યકર મહિલા, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે. પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. વેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા જાહેર કરે છે. શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટ...
ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...
ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...
ભગવાનના ધામમાં જવામાં કોરોનાથી ડરતાં લોકો, શ્રદ્ધાળુઓની આવક-જાવક 10 ટક...
સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે.
સોમન...
અમિત શાહનો ખાસ મહેન્દ્ર, બનાવટી CBI ઓફિસર તરીકે પકડાયો
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી મુંબઈ જઈને નકલી CBI બની તોડ કરતો હતો. અમદાવાદમાં અનેક લોકોનું ચીટિંગ કરી ફરાર થયેલો આરોપી મહેન્દ્ર ચોપડા છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈમાં નકલી CBI આઇનું કાર્ડ બનાવી પોતાની ઓળખાણ લોકોને CBI ઓફિસર હોવાની આપતો હતો. મુંબઈ ખાતે નકલી CBI બનીને તોડ કરવા જતા ત્યાં અસલી મુંબઈ CBIની આવી પોહચી હ...
વુહાનમાં 90% કોવિડ-19 દર્દીઓ ફેફસાના નુકસાનથી પીડિત છે: રિપોર્ટ
વુહાન યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે. ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડા સંક્રમિત થીને હોસ્પિટલમાં દાખલ થયા છે.
હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિર...
લેબેનોન મહાભયાનક વિસ્ફોટમાં અનાજનુ મહાકાય ગોડાઉન બરબાદ થઈ: ભૂખમરાનુ સં...
લેબેનોનની રાજધાની બૈરુતમાં થયેલા મહા ભયાનક વિસ્ફોટ બાદ હવે લેબોનોન પર ભૂખમરાનુ સંકટ તોળાઈ રહ્યુ છે. ધડાકામાં 100થી વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ છે.બૈરુત બહારના વિસ્તારોને પણ ધ્રુજાવી દેનારા આ ધડાકા બાદ જ્યાં નજર નાંખો ત્યાં તબાહી જોવા મળી રહી છે.
પહેલેથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા લેબેનોનો માટે આ ધડાકો મોટી મુસિબત લઈને ...
મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં રસ નથી: અહેવાલ
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હ...
ગુજરાતી
English