Tag: Gujarati News
નવો કાયદો: ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી તથા ઓનલાઇન ન...
ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે.
જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી...
વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લા...
આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી.
ભ...
કોરોના ઈફેક્ટ: દુનિયાભરના 150 કરોડ બાળકો હવે સ્કૂલે નથી જતા
સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિત...
સોશ્યલ મીડિયા પર હવે ફ્રીડમ ઓફ સ્પીચ
દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે.
વધુ વાંચો: લોકપ્રિય...
અમદાવાદ શહેરનું જમાલપુર માર્કેટ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે
અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ (APMC)કમિટીએ જેતલપુર APMCમાં ૩૧ જુલાઈ સુધી ફરીથી કામ કરવાનો નિર્ણય લીધો છે. કમિટીએ અગાઉ ૧૫ જુલાઈથી જમાલપુર યાર્ડમાં કામ શરુ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેણે જમાલપુરના વેપારીઓને જેતલપુરથી જ ૩૧ જુલાઈ સુધી કામગીરી ચાલુ રાખવા જણાવ્યું છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના ...
અમેરિકાના યુધ્ધાભ્યાસથી ડરેલા ચીને સાઉથ ચાઈના સમુદ્રમાં લડાકુ વિમાનો ત...
સાઉથ ચાઈના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તનાવ વધી રહ્યો છે.અમેરિકા અહીંયા પોતાના બે જંગી એરક્રાફ્ટ કેરિયર સહિતના યુધ્ધ જહાજો સાથે યુધ્ધાભ્યાસ કરી રહ્યુ છે. જેના પગલે ફફડી ઉઠેલા ચીને સાઉથ ચાઈના સીમાં બનાવેલા કૃત્રિમ ટાપુઓ પર લડાકુ વિમાનો તૈનાત કરવા માંડ્યા હોવાનુ સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.
વધુ વાંચો: ચીન પર વધુ એક પ્રહાર: 800-800 ...
ભારત વગર કોરોના વેક્સીન વિશ્વભરમાં પહોંચાડવી અશક્ય: એક્સપર્ટ્સ
દુનિયાભરમાં સૌથી વધુ વેક્સીનનું ઉત્પાદન કરી રહેલા ભારત દેશ માટે મેડિકલ એક્સપર્ટ્સનુ માનવુ છે કે કોઇપણ વેક્સીનેશન પ્રોગ્રામને સમગ્ર દુનિયામાં ચલાવવો હોય તો આ પ્રોજેક્ટ ભારત વગર સંભવ નથી. નિષ્ણાંતો મુજબ ભારત દેશ આટલા મોટા પ્રમાણમાં વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.
વધુ વાંચો: કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્...
ઓક્સફોર્ડ યુનિ.એ તૈયાર નવી એન્ટિબોડી ટેસ્ટ કિટ 98.6 % પરિણામ આપશે 20 મ...
કોરોના મામલે ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ યુનિ.એ ગેમ ચેન્જિંગ એન્ટિબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી હતી. એન્ટિબોડી ટેસ્ટ કિટથી લોકો ઘરે જ ટેસ્ટ કરી શકશે અને તે માત્ર 20 મિનિટમાં રીઝલ્ટ પણ આપશે. ઓછા સમયમાં વધારે લોકોના ટેસ્ટિંગ માટે આ કીટ મદદ કરશે. એન્ટિબોડી ટેસ્ટ કિટના ટ્રાયલમાં 98.6 % પરિણામ મળી રહે છે. ઓક્સફર્ડ યુનિ. એ બ્રિટનની ફર...
ઘણા દિવસોથી ફક્ત ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલના ભાવ યથાવત
ડીઝલના ભાવમાં શનિવારે વધારો થયો છે. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં ડીઝલ ખરીદવું મોંઘું બની ગયું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ 17 પૈસા વધીને 81.52 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. તો બીજી તરફ પેટ્રોલનો ભાવ નો ભાવ યથાવત રહ્યો હતો. પેટ્રોલના ભાવમાં કોઇપણ વધારો થયો ન હતો. ઘણા દિવસોથી ફક્ત ડીઝલ ના ભાવમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ પેટ્રોલના ભાવ 2...
દેશના 10 રાજ્યોમાં રોજના કુલ 10 લાખ ટેસ્ટ જરૂરી
ભારતમાં કોરોનાના દર્દીઓનો આંક તાજેતરમાં ૧૦ લાખને પાર થઈ ચૂક્યો છે. ત્યારે તજજ્ઞો દ્વારા આશંકા વ્યકત કરાઈ રહી છે કે જો સંક્રમણ વધવાની ગતિ આ જ પ્રમાણેની રહી તો બ્રાઝીલ અને અમેરિકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. દેશના કુલ ૬૪૦ જિલ્લામાંથી ૬૨૭ ખતરનાક વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. દેશ અને આંતરરાર્ષ્ટ્રીય નિષ્ણાતોના મત મુજબ સરકારે સંક્રમણની ગતિને રોકવા...
5 ઓગસ્ટે અયોધ્યામાં મોદીના હાથે રામ મંદિરનું ભૂમિ પૂજન
અયોધ્યામાં રામ મંદિરના માટે ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થશે. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટની તરફથી વડાપ્રધાન મોદીને 3 અને 5 ઓગસ્ટની તારીખ આપવામાં આવી હતી. આખરી નિર્ણય પીએમઓ કરવાનું હતું. પીએમઓએ 5 ઓગસ્ટને નક્કી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદી આ ભૂમિ પૂજનમાં જોડાશે. પોતાના હાથે પાયાનો પત્થર મુકશે. શનિવારે મંદિર ટ્રસ્ટની બેઠકમાં આ કાર્યક્રમ...
રાજસ્થાનમાં ફોન ટેપીંગ મામલે ઘોરાતુ રહસ્ય : ગૃહમંત્રાલયે ફરીથી નવો રીપ...
રાજસ્થાન સરકારને ઉથલાવવાના કથિત ષડયંત્ર સાથે સંકળાયેલી બે ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ ફોન ટેપિંગ મુદ્દે ગૃહ મંત્રાલય હરકતમાં આવ્યું છે. ફોન ટેપિંગના આરોપ સંદર્ભે કેન્દ્ર સરકારે શનિવારે રાજ્યના મુખ્ય સચિવ રપાસે રિપોર્ટ માંગ્યો છે.
રાજસ્થાન પોલીસની એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ બન્ને ઓડિયો ક્લિપ મામલે કેસ દાખલ કર્યો છે. આ બન્ને ક્લિપમાં ગેહલોત સરકારને...
ઈરાન સાથે વણસતા સંબંધો હવે ગેસ ફિલ્ડ કરારમાંથી ONGC બહાર
ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેકટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેકટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે,
વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે....
ચીન પર વધુ એક પ્રહાર: 800-800 કરોડના હાઇ-વે પ્રોજેક્ટ માટે ચાઇનીઝ કંપન...
પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હા...
RTOમાં નવા વાહનોની નોંધણીમાં 80 ટકાનો ઘટાડો
સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે. અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળ...