Tag: Loan
ફેરિયાને લોન આપવાની મોદીની સ્વનિધિ યોજનાનમાં, મોદીનો અન્યાય
અમદાવાદ, 4 જૂલાઈ 2022
કોરોનામાં લોકો આર્થિક રીતે બરબાદ થઈ જતાં સરકારે આત્મનિર્ભર ભારત યોજના બનાવીને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ રાખવામાં આવ્યું હતું. જેમાંથી ગુજરાતને 1.50 લાખ કરોડ મળવાના હતા. આ યોજનામાં સહાય આપવાની હતી પણ મોદી સરકારે ફેરીયાઓને લોન આપી દીધી છે. 20 લાખ કરોડમાં રૂ.5 હજાર કરોડની પીએમ સ્વાનિધિ યોજના 2022 પણ તેનો એક ભાગ છે. આ યોજનામા...
હરિયાણામાં પશુને લોન મળે છે, ભેંસ પર રૂ.60 હજાર, ગાયના રૂ.40 હજાર લોક ...
હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે કે જે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે. બેન્કોમાં અત્યાર સુધીમાં 3,66,687 અરજીઓ આવી છે. 57,106 ને મંજૂરી આપીને કાર્ડ આપ્યા છે. સરકારે આવા 8 લાખ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. 1.60 લાખ રૂપિયાનું ઋણ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી.
કયા પ્રાણી માટે કેટલા પૈસા
ગાયને 40,783, ભેંસ માટે 60,249, ઘેટાં અને બકરી માટે 4063, ડુક્...
બચત ખૂટી જતાં સોનું ગીરવે મકીને લોક લેવાનું વધ્યું, કઈ રીતે લઈ શકાશે લ...
ભારતમાં સોનું ગીરવે મૂકીને લોનની માંગમાં વધારો થયો છે, લોકોના બચતના પૈસા ખૂટી ગયા છે અને સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ .50,000 ને વટાવી ગઈ છે. રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 31 માર્ચ 2021 સુધીમાં ગીરવે મૂકાયેલા સોના માટે લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો પણ 75 ટકાથી વધારીને 90 ટકા કર્યો છે. આમ, સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સોનાની લોન દ્વારા વધુ...
ભારતમાં કોવિડ -19 સંકટને પહોંચી વળવા જાપાન પાસેથી 3,500 કરોડ રૂપિયાની ...
જાપાન સરકારે કોવિડ -19 કટોકટીની કટોકટી પ્રતિસાદ સહાય માટે ભારતને જેપીવાય 50 અબજ (આશરે 3,500 કરોડ રૂપિયા) ની સત્તાવાર વિકાસ સહાય લોન આપી છે. સી.એસ., ભારત સરકારના આર્થિક બાબતોના અધિક સચિવ કોવિડ -19 કટોકટીને પહોંચી વળવા ભારતના આરોગ્ય ક્ષેત્ર કાર્યક્રમ લોન માટે મહાપાત્રા અને જાપાનના રાજદૂત સુઝુકી સતોશી વચ્ચે નોંધોની આપલે કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામ...
ગોલ્ડ લોન હવે આકર્ષક બની હવે 90% સુધીની લોન મળશે
કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોનની માંગમાં ખૂબ જ વધારો થયો છે. રિઝર્વ બેંકના આ બદલાયેલા ટ્રેન્ડને ધ્યાનમાં લીધો છે અને ગોલ્ડ લોન લેનારાઓને ખૂબ જ મોટી ભેટ મળી છે. RBIએ ગોલ્ડ લોનને વધુ આકર્ષક બનાવી છે. પહેલા સોનાનું કુલ કિંમતની સરખામણીએ 75% રકમની લોન મળતી હતી. હવે તેને 90% સુધી વધારવામાં આવી છે. આ સુવિધા 31 માર્ચ 2021 સુધી જ છે. કોરોના સંકટમાં લોકોએ ગોલ્ડ...
ખેતીમાં રાહત: બાકી રહેલી લોનની ચુકવણી ઓગસ્ટ પછી ચાલુ થશે
મંત્રીમંડળની બેઠકમાં બેંકો દ્વારા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે રૂ. 3 લાખ સુધીની પ્રમાણભૂત ટૂંકા ગાળાની લોન માટે પુનઃચુકવણીની તારીખ 31.08.2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે, જે 1 માર્ચ, 2020થી 31 ઓગસ્ટ, 2020 વચ્ચે ચુકવવાની હતી. તેમાં બેંકોને 2 ટકા વ્યાજ સહાય (આઇએસ) અને ખેડૂતોને 3 ટકા ત્વરિત ચુકવણી પ્રોત્સાહન (પીઆરઆઇ)નો લાભ મળતો રહેશે.
લા...
1340 કરોડની લોન ADBએ મહારાષ્ટ્રના રોડ ડેવલપમેન્ટ માટે આપી
એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) અને ભારત સરકારે આજે રાજ્યના હાઇવે અને મુખ્ય જિલ્લા માર્ગોના 450 કિમી (કિ.મી.) માર્ગ સુધારવા માટે 177 મિલિયન ડોલરની લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ સુધારણા પ્રોજેક્ટના હસ્તાક્ષરો વચ્ચે, ભારત સરકાર વતી નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં વધારાના સચિવ (નીધિ બેંક અને એડીબી) શ્રી સમીર કુમાર ખ...
લોનના હપ્તા ત્રણ મહિના માફ, રિઝર્વ બેંક
રિઝર્વ બેંકે લોન ધારકોને મોટી રાહત આપી છે, જાણો- હોમ લોન, કાર લોન સહિત કોને મળશે લાભ
કર્મચારીઓને મોટી રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટર્મ લોનની ઇએમઆઈની ચુકવણી કરવામાં ત્રણ મહિનાની છૂટ આપી છે. આનો અર્થ એ છે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં, હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને કોર્પોરેટ લોન સહિત તમામ પ્રકારની ટર્મ લોનના હપ્તા ઋણ લેનારાઓ દ્વારા ...
10 લાખની કાર ખરીદવા સરકાર લોન આપશે
ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે.
આ એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ ...
જમ્મુ-કાશ્મીર સહકારી બેંકમાં રૂ.223 કરોડનો ગોટાળો
જમ્મુ-કાશ્મીર સહકારી બેંકમાં યસ બેંક જેવા લોન કૌભાંડ, બનાવટી હાઉસિંગ સોસાયટીને આપવામાં આવેલી 223 કરોડની લોન
યસ બેંક દ્વારા આડેધડ લોન વિતરણને લીધે ડૂબવાની વાતો હજી પૂરી થઈ નથી કે જમ્મુ અને કાશ્મીર સહકારી બેંકમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. 223 કરોડની નકલી હોમ લોન આપવા બદલ આ સહકારી બેંકના અધ્યક્ષ એમ. શફી ડાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડારે ...
ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે...
અમદાવાદ,મંગળવાર
અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી...
અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ
અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે.
વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...
ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...
અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...
બિન અનામત નિગમમાં બનાવટી દસ્તાવેજોના આધારે લોનનો પ્રયાસ, 64 ફાઇલો એકઝા...
મહેસાણા, તા.૨૯
જાણીને નવાઇ લાગશે કે, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમમાં વેલ્યુઅર રિપોર્ટ સહિતના જરૂરી બનાવટી પ્રમાણપત્રો રજૂ કરી સ્વરોજગારલક્ષી લોન મેળવવાનો પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. આવી શંકાસ્પદ 64 જેટલી ફાઇલો રદ કરી અધિકારીએ ગેરરીતિ સંબધે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી કાર્યવાહી કરવા લેખિત કર્યુ છે.
મહેસાણામાં બહુમાળી ભવનમાં કાર્યરત બ...
બે લાખની સામે સવા વર્ષમાં 13 લાખ વ્યાજ વસૂલનારા વ્યાજખોર સામે ફરિયાદ
સવા વર્ષ પહેલા ઉછીના લીધેલા બે લાખ રૂપિયાનું વ્યાજ અને વ્યાજનું વ્યાજ ગણીને 15 લાખ રૂપિયા વસૂલનારા વ્યાજખોર કનુ પંચાલ સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. કનુ પંચાલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં અઢી મહિનામાં વ્યાજખોરીની આ બીજી ફરિયાદ નોંધાઈ છે. ગત જુન મહિનાના અંતમાં સંજય પંચાલે રાકેશ ઉર્ફે ભુમર પટેલ અને કનુ પંચાલ વિરૂદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ આપી હત...
ગુજરાતી
English
