[:gj]હરિયાણામાં પશુને લોન મળે છે, ભેંસ પર રૂ.60 હજાર, ગાયના રૂ.40 હજાર લોક લેવા લાઈન લાગી[:]

[:gj]હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે કે જે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે. બેન્કોમાં અત્યાર સુધીમાં 3,66,687 અરજીઓ આવી છે. 57,106 ને મંજૂરી આપીને કાર્ડ આપ્યા છે. સરકારે આવા 8 લાખ કાર્ડ આપવાનો નિર્ણય લીધો છે. 1.60 લાખ રૂપિયાનું ઋણ લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી.

કયા પ્રાણી માટે કેટલા પૈસા

ગાયને 40,783, ભેંસ માટે 60,249, ઘેટાં અને બકરી માટે 4063, ડુક્કર માટે 16,337, મરઘી માટે 720 રૂપિયા મળશે.

કેવી રીતે અરજી કરવી

નજીકની બેંકમાં જઇને અરજી કરવાની રહેશે. દસ્તાવેજો સાથે બેંકમાં જવું આવશ્યક છે. ત્યાં અરજી ફોર્મ ભરવાના રહેશે. કેવાયસી કરાવવું પડશે. કેવાયસી માટે ખેડુતોએ આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો આપવાનો રહેશે. તમામ કામ પૂરું થયા પછી 1 મહિનાની અંદર પ્રાણી ક્રેડિટ કાર્ડ મળે છે. જેના પર 7 ટકા વ્યાજે લોન મળે છે. કેન્દ્ર સરકાર તરફથી 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઈ છે. મહત્તમ 3 લાખ રૂપિયા લોન હશે.[:]