Monday, February 2, 2026

Tag: Modasa

શાળાએ જવા બસ સુવિધા નહિ અપાતા હઠીપુરાના છાત્રોએ બસ રોકીને હાલાકીને વાચ...

મોડાસા, તા.૧૭ અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોમાં હઠીપુરાથી મરડીયા ભણવા હતા. બાળકોને શાળા સમયે જવા માટે સવારની પૂરતી બસ સેવા નહિ મળતા મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં બાળકોને માટે આ માગણી નહિ સંતોષાતા આજરોજ હઠીપુરા ગામે ધરોલાથી આવતી અને મોડાસા જતી બસને રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બસ...

માઝુમ ડેમમાંથી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડતા માઝુમ નદી ગાંડીતુર

મોડાસા, તા.૧૬  મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમ ભરાઈ જતા અગાઉ એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી. ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦થી વધુ...

માઝૂમ ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડાતાં એલર્ટ

મોડાસા, તા.૧૬ મોડાસા પાસેનો માઝુમ ડેમ ઉપરવાસમાં વરસાદના પગલે છલકાઇ ગયો છે. રવિવારે જળાશયની સપાટી 156.95 એ પહોંચતા સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા માઝુમ જળાશયમાંથી 2000 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના 23 જેટલા ગામડાઓને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું અને માઝુમ નદી કાંઠાની પંચાયતોના તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઇ છે. મ...

અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો અને તળાવો છલકાયા

મોડાસા, તા.૧૫  ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિં...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...

આનંદનગરની મહિલાની એકલતાનો લાભ લઈ યુવાનનો ઈજ્જત લૂંટવાનો પ્રયાસ

મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી. આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદ...

અરવલ્લીના માઝુમ ડેમમાં 200, વૈડીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું

મોડાસા, તા.13 અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અંતિમ તબક્કામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પરિણામે જિલ્લાના જળાશયો છલકાઇ જવાના આરે છે. જ્યારે મોડાસાના માઝુમ જળાશયમાં પાણીની સપાટી 156.93 પહોંચતા બુધવારની મધ્યરાત્રિએ જળાશયનો એક ગેટ ચાર ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને 200 ક્યુસેક પાણી માઝુમ નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે સાથે મેઘરજનો વૈડીડેમ પણ ઓવર ફ્લો ...

શામળાજીમાં ભાદરવી પૂનમે પદયાત્રીઓ ઉમટી પડશે : ઠાકોરજીના દર્શનનો સમય બદ...

મોડાસા : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો પગપાળા, ખાનગી વાહનોમાં, એસટી બસોમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડશે. જિલ્લાઓમાંથી ચૌદશની રાતથી જ ભક્તો પગપાળા  પૂનમની વહેલી સવારે શામળાજી આવી પહોંચતા હોઈ તેને અનુલક્ષીને ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર  કરવામાં આવ્યો છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ...

મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો

મોડાસા, તા.૧૦ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી...

મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

મોડાસા, તા.૧૦ મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ,...

અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય...

ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા

મોડાસા, તા.૦૬ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી  નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...

અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...

મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...

વરસાદના આગમનને લઈ ૧૦ થી વધુ ગામના પ્રજાજનો ચિંતામાં સરી જાય

મોડાસા, તા.૦૫ ગતિશીલ ગુજરાત મોડેલને દેશભરમાં તોડી મરોડીને રજુ કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા નથી. અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો હાંકતા નેતાઓએ એકવાર ડોકિયું કરવાની જરૂર છે, અનેક ગ્રામ્ય વિસ્તારો પ્રાથમિક સુવિધા થી આઝાદીના ૭૨ વર્ષ પછી પણ જોજનો દૂર છે. મોડાસા તાલુકાના મુલોજ થી નહેરુંકંપા, ...

મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત

મોડાસા, તા.૦૪ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક...