Wednesday, July 8, 2026

Tag: Mohandas Karamchand Gandhi

હું છું ગાંધી: ૩૪ વધુ હાડમારી

ચાર્લ્સટાઉન ટ્રેન સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટýડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી. એ ટિકિટ કાંઈ હું એક દિવસ મોડો પહોંચ્યો તેથી રદ થતી નહોતી. વળી અબદુલ્લા શેઠે ચાર્લ્સટાઉન સિગરામવાળા ઉપર તાર પણ મોકલાવ્યો હતો. પણ એને તો બહાનું જ કાઢવું હતું ...

હું છું ગાંધી: ૩૩ પ્રિટોરિયા જતાં

ડરબનમાં રહેતા ખ્રિસ્તી હિંદીઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો ત્યાંની કોર્ટના દુભાષિયા મિં. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરી તે પ્રૉટેસ્ટંટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી. એમના જ પુત્ર જેમ્સ ગૉડફ્રે અહીં દક્ષિણ આફ્રિકાની હિંદી પ્રતિનિધિમંડળમાં ગયે વર્ષે આવ્યા હતા. આ જ દિવસોમાં મરહૂમ પારસી રુસ્તમજીની ઓળખાણ થઈ. અને તે જ વેળા...

હું છું ગાંધી: ૩૨ અનુભવોની વાનગી

નાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. મને લેવાને અબદુલ્લા શેઠ આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો સ્ટીમર ઉપર પોતાના મિત્રોને લેવા આવ્યા ત્યાં જ હું સમજી ગયો કે અહીં હિંદીને બહુ માન નથી. અબદુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે તેમની સાથે વર્તતા હતા તેમાંયે એક પ્રકારની તોછડાઈ હું જોઈ શકતો હતો, જે મને ડંખતી હતી. અબદુલ્લ...

આશ્રમમાં આવતાં અતિથિ

દક્ષિણ આફ્રિકામાં વિજય મેળવીને 1914માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેઓ રવિન્દ્રનાથ ઠાકુરે પરિવાર સાથે રહેવા માટે શાંતિની કેતનમાં આમંત્રણ આપ્યું હતું. ગાંધીજી ત્યાં રહ્યાં હતા. ભારતમાં પગ મૂકતાં જ તેમને દેશના નેતા તરીકે લોકોએ માન્યતા આપી દીધી હતી. પછી નાગપુરમાં મળેલાં કોંગ્રેસના અધિવેશન પછી તેઓ સત્યાગ્રહની લડતના સર્વોચ્ચ નેતા ગણાયા હતા. તેથી સાબરમતી આ...

હું છું ગાંધી: ૩૧ નાતાલ પહોંચ્યો

વિલાયત જતાં વિયોગદુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ-મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી. વિલાયતથી મા...

અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું મુખ્ય કારણ રેંટિયો હતું

સાબરમતી આશ્રમના સંચાલક અમૃત મોદીએ મગન નિવાસમાં દેશભરના રેંટિયાઓનું કાયમી પ્રદર્શન શરૂ કર્યું છે. આ પ્રદર્શન યથાયોગ્ય એટલા માટે છે કે આશ્રમનું મહત્વનું યોગદાન ખાદી વખવી અને તે માટે રેંટિયો તૈયાર કરવા સંશોધન કરવું હતું. તે માટે મગનલાલ ગાંધીએ જ બધું કામ કર્યું હતું. ગાંધીજી તો આશ્રમની બહાર જ રહેતાં હતા. સત્યાગ્રહ આશ્રમ સ્થપાયા પછી રેંટિયાનું જ મહત્વનુ...

હું છું ગાંધી: ૩૦ દક્ષિણ આફ્રિકાની તૈયારી

અમલદારની પાસે મારું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઈ, તેનો રોષ, તેની ઉદ્ધતાઈ આગળ મારો દોષ અલ્પ થઈ ગયો. દોષની સજા ધક્કો નહોતો. હું તેની પાસે પાંચ મિનિટ પણ નહીં બેઠો હોઉં. મારું બોલવું જ તેને અસહ્ય લાગ્યું. તે મને વિવેકપૂર્વક જવાનું કહી શકતો હતો. પણ તેના અમલના નશાને કશી હદ નહોતી. પાછળથી મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી તો વસ્તુ જ નહોત...

આશ્રમમાં ગાંધીજીની જાસૂસી થતી હતી, ગાંધીજીને પોલીસ સાથે કેવો નાતો હતો ...

આશ્રમની વસતીમાં સી.આઈ.ડી. પોલીસ પણ સક્રિય હતી. મહંમદભાઈ કરીને એક ગુપ્તચર દરરોજ ચાર માઈલ ચાલીને અમદાવાદથી આશ્રમ સુધી આવતાં હતા. તેનું શરીર ખૂબ જાડું હતું. ભીનો વાન હતો. માથે રાતી તુર્કી ટોપી પહેરતાં હતા. સદાય તેઓ હસતાં રહેતાં હતા. ઝાંપાની ઘટાદાર આંબલી નીચે સવારે 8 થી 9ની વચ્ચે તેઓ હાજર થઈ જતાં હતા. શરૂઆતમાં આશ્રમના દરવાજા આગળથી પસાર થતાં લોકોને આજે ...

હું છું ગાંધી: ૨૯ પહેલો આઘાત

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું. અરજીઓ ઘડવાનું કામ મળવા લાગ્યું, ને દર માસે સરેરાશ ત્રણસેં રૂપિયાની આવક થવા લાગી. આ અરજી ઘડવાનું મળવા લાગ્યું તેનું કારણ મારી હોશિયારી નહોતું, પણ વગ હતું. વડીલ ભાઈના ભાગીદારની વકીલાત જામેલી હતી. તેમની પાસ બહુ અગત્યની અરજી ઘડવાની આવે અથવા જેને તે અગત્યની માનતા હોય તે તો મોટા બારિસ્ટરની ...

ગાંધીજીએ આશ્રમમાં ચોરી ન થાય તે માટે ચોકી પહેરો ગોઠવ્યો હતો

દેશની જનતાની માનસિકતા સામે ગાંધીજીએ ગાંધી આશ્રમને પણ સંરક્ષણ પુરું પાડવું પડ્યું હતું. ગાંધીજીએ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પણ સાબરમતી આશ્રમની આસપાસ ચોરોનો ઉપદ્રવ હતો અને આશ્રમ વાસીઓને આ ચોર દિવસે પણ લૂંટી લેતાં હતા. તે માટે ઠાકોર અને છારા ગેંગ તે સમયે પણ સક્રિય હતી. આ ચોર ટોળકીઓથી બચવા માટે ગાંધીજીએ આશ્રમવાસીઓનો ચોકી પહેરો બેસાડવો પડ્યો હ...

હું છું ગાંધી: ૨૮ પહેલો કેસ

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો. કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. ‘સિવિલ પ્રોસિજર કોડ’ કેમે ગળે ઊતરે નહીં. પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશ...

ગાંધી આશ્રમમાં વિદ્યાર્થી જીવન કેવું હતું ?

ગાંધીજીએ દેશને આઝાદ કરવા માટે સત્યાગ્રહ આશ્રમને 12 વર્ષ સુધી કર્મભૂમિ બનાવી હતી. આઝાદીના ઈતિહાસમાં સત્યાગ્રહ આશ્રમનું યોગદાન જેટલું હતું એટલું કોંગ્રેસનું પણ ન હતું. સમગ્ર વિશ્વમાં આશ્રમની વિશ્વસનીયતા હતી. ત્યાંથી લેવાતા પ્રત્યેક નિર્ણયોનો સમગ્ર દેશના લોકો અમલ કરતાં હતા. આટલી પવિત્રતા ગાંધીજીના સમયમાં સત્યાગ્રહ આશ્રમની હતી. લોકો આજે પણ આશ્રમને પવિત...

હું છું ગાંધી: ૨૭ સંસારપ્રવેશ

વડીલ ભાઈએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કીર્તિનો અને હોદ્દાનો લોભ પુષ્કળ હતો. તેમનું હૃદય બાદશાહી હતું. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારુ કેસો લાવવાના હતા, હું કમાણી ખૂબ કરવાનો છું એમ પણ તેમણે માની લીધું હતું. અને તેથી ઘરખર્ચ વધારી મૂક્યું હતું....

જયેશ ઈશ્વર પટેલે ગાંધીજીના 12 મકાનો ગેરકાયદે પચાવી પાડ્યા

ઈશ્વર પટેલના કાળા કરતૂત 23 નવેમ્બર 1966થી બહાર આવવા લાગ્યા હતા. ગાંધીજીના અંતિમ અનુયાયી પરીક્ષિતલાલ મજમુદારનું અવસાન થતાં સમગ્ર ગુજરાતમાંથી પરીક્ષિતલાલ સ્મારક નિધિ એકઠો કરવાનું નક્કી કર્યું હતું. ફાળામાં હજારો રૂપિયાના ગોલમાલ થઈ હતી. તે સમયના સંચાલક ડાહ્યાભાઈ નાયકે જાહેર કર્યું હતું કે, દાનની પાવતીનો હિસાબ આવી ગયો છે પણ સુંદરલાલ સોલંકી અને દલપત શ્ર...

હું છું ગાંધી: ૨૬ રાયચંદભાઈ

છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિશે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ તેવો હતો. સહુ માંદા હતાં, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એકબે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિ...