Monday, December 23, 2024

Tag: narendra modi

અમે જીવ આપી દઈશું પણ જમીન નહી આપીએ

ગાંધીનગર, તા.12 અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને 2023માં પૂર્ણ કરવા માગતી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે હવે નવસારીના ખેડૂતોનું ગ્રહણ આવ્યું છે. આ ખેડૂતોએ કહ્યું છે કે અમે જીવ આપી દઇશું પણ જમીન નહીં આપીએ. આ ખેડૂતોએ સરકારના પગલાંને ગેરબંધારણિય ગણાવ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતોનો વિરોધ કેન્દ્ર સરકારનું રેલવે મંત્રાલય અને ગુજર...

શામળાજી બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં ગંદકી થી ત્રાહિમામ યાત્રાળુઓ

શામળાજી,તા.૧૨ શામળાજી મંદિરમાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી દરરોજ મોટા પ્રમાણમાં ભક્તો મંદિરમાં બિરાજતા શામળિયા ભગવાનના દર્શનાર્થે આવતા હોય છે. શામળાજી બસ સ્ટેન્ડની આજુબાજુના વિસ્તારમાં અને અનેક જગ્યાએ ગંદકી થી મુસાફરો અને યાત્રાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શામળાજી મંદિર અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફોટો સેશન પૂ...

અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...

ગાંધીનગર,તા.11 અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય

ગાંધીનગર, તા.09 ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે. શાહની મંજુરી જરુરી સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...

રાજકીય પીઠબળથી દીપિકા ચૌહાણનું બરફીને સ્પેશિયલ કવચ

અમદાવાદ, તા.09 ડેપ્યુટી ફૂડ કમિશનર દીપિકા ચૌહાણ અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં થયેલી ફરિયાદના સંદર્ભમાં પગલાં લેવાની સૂચના આપતી અરજી બે વર્ષ સુધી ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીમાં પહોંચાડવામાં આવી હોવા છતાંય ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દૂધના કહેવાતા માવાને નામે બોગસ કૃત્રિમ માવાને ડમ્પ કરનારાઓમાંથી અમ...

આંગણવાડી કાર્યકરો પોતાની માંગણીઓ પૂરી કરાવવા મક્કમઃ કલેક્ટરને આવેદનપત્...

રાજકોટ, તા.06 :. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ગુજરાતના આંગણવાડી વર્કર-હેલ્પર તથા આઈ.સી.ડી.એસ. યોજના સંબંધી  બાબતે ગુજરાત સરકાર તાકિદે નિર્ણય કરવા રજુઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે ગુજરાતમાં તમામ બાલમંદિરોને આઈ.સી.ડી.એસ. યોજનામાં સમાવેશ કરવામાં આવે તેને આંગણવાડી કેન્દ્રમાં લાવવામાં આવે. વડાપ્રધાન દ્વારા જ...

સરેરાશ કરતાં મગફળીનાં ઉત્પાદનમાં 15થી 20 ટકા વધારો થશે

ગાંધીનગર, તા. 5 ગુજરાતનો બીજા નંબરનો પાક મગફળીનું વાવેતર 3 સપ્ટેમ્બર 2019 સુધીમાં 15.50 લાખ હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં 82,796 હેક્ટર વધારે છે.  મગફળીમાં સમયસર વરસાદ અને કોઈ રોગચાળો આવ્યો ન હોવાથી બમ્પર પાક આવશે અને ગત વર્ષ કરતા અંદાજે 15થી 20 ટકા પાક વધારે આવે એવો અંદાજ છે. ઉત્પાદન 10 વર્ષનો રેકોર્ડ તોડશે. તેથી ભાવ નીચે રહેશે. ત...

અત્યાધુનિક સીનકાસેન બુલેટ ટ્રેન દોડશે મુંબઈ-અમદાવાદ

અમદાવાદ,તા:૫ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં ચાલી રહ્યું છે, જે માટે કેન્દ્ર સરકાર જાપાન પાસેથી 70 અબજ રૂપિયાના ખર્ચે 18 સીનકાસેન બુલેટ ટ્રેન ખરીદવા જઈ રહી છે, જે હાઈસ્પીડ ટ્રેન પૈકી વિશ્વની પ્રથમ સિસ્ટમ છે. જો કે હાલમાં પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે જમીન અધિગ્રહણના કારણે વિવાદમાં સપડા...

પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...

પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો  જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...

ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢ...

ગાંધીનગર, તા.02 ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખા...

મનપાના દરજ્જા માટે પ્રધાનમંત્રીને પત્ર

મોરબી, શનિવાર સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે હવે માગણી થઈ રહે છે, અને તેના માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી માગણી પણ કરવામાં આવી છે. વ્યવસાયે સીએ અને જાગૃત નાગરિકે આ અંગે વિવિધ રજૂઆત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મોરબીને મહાનગરપાલિકાનો હોદ્દો આપવા આ અંગેની માગણી કરી છે. કેન્દ્ર સરકારના 370 અને 35-એ જે...

વિશ્વના 9000 શહેરો પૈકી ગુજરાતના આઠ શહેરો જીકોમ સાથે સામેલ

વિશ્વના 9000 શહરોના મેયરોએ જીકોમ અંતર્ગત ક્લાયમેટ ચેન્જ તેમજ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતના ક્ષેત્રે કામ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના આઠ મહાનગરો જીકોમ નેટવર્કમાં સામેલ થયા છે. આ શહેરોએ કોવોનન્ટ ઓફ મેયર ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એનર્જી અંગેના એમયુઓ સાઇન કર્યા છે. જીકોમ નેટવર્કના કારણે રાજ્યના શહેરોને વિશ્વના અન્ય શહેરોની બેસ્ટ પ્રેકટીસીસ-આનુષાંગિક ટેકન...

દિલ્હી દરબારની મંજૂરી વગર રૂપાણી પાણી પણ પિતાં નથી

ગાંધીનગર, તા. 30 ગુજરાત હવે ખંડિયું રાજ્ય બની ગયું છે. રૂપાણી સરકાર જે નિર્ણય લે છે તે દિલ્હીના ઈશારે લઈ રહી છે. પહેલાં કોંગ્રેસમાં જે રીતે રાજ ચાલતું હતું તે હવે ભાજપમાં પણ શરૂ થયું છે. દિલ્હીથી જે યોજના બને છે તેનો અમલ ગુજરાતમાં રૂપાણી કરે છે. કેન્દ્ર આધારિત યોજનાઓનો અમલ વધારે હોય છે. ગુજરાત સરકારની પોતાની આગવી વિચારધારા પ્રમાણેની યોજના અમલી બ...

વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને...

ગાંધીનગર,તા.29 ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ  વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્...