Tag: Politics
શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી...
વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધા બાદ શોષણ ખોરી શરૂ કરવા કોન્ટેક્ટથી લેબર રાખવાનું શરૂં કરાતાં તેનો વિરોધ 40 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કરી રહ્યાં હતાં. પણ શંકર ચૌધરીના ટ્રસ્ટીઓએ સાંભળવાનો ઈન્કાર કરી દેતા આજે 6 સેવકોએ ઝેરી દવા ગટગટાવી આ...
જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?
અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પ્રત્યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્દ્ર શર્માએ ધમકી સ્વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.
જયભારત સહ જણાવવાનું કે,
હું દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ધા...
અમદાવાદનું 66 ટાઉનપ્લાનીંગ અદુરૂં, ક્યાં છે સ્માર્ટ સિટી ?
રાજ્યના શહેરોમાં ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ લાંબા સમય સુધી ફાઈનલ થતી નથી. અમદાવાદ શહેરની ૩૧૦ ડ્રાફટ ટી.પી. મંજૂર થયેલ છે તે પૈકી માત્ર ૧૦૩ ટી.પી. ફાઈનલ થયેલી છે, જ્યારે ૨૦૬ ટી.પી. સ્કીમ ફાઈનલ થવાની બાકી છે. ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૧ની જોગવાઈ મુજબ ડ્રાફટ ટી.પી. મંજૂર થયા બાદ બાર માસમાં ટી.પી.ને ફાઈનલ કરવાની હોય છે. જે ...
16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે
રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.
અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...
સરકાર બનાવવાની ભેટ, શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યોને વધુ ૨ કરોડ અપાયા
ગુજરાતમાં ભાજપની સરકાર લાવવામાં શહેરી પ્રજાએ ભાજપના ધારાસભ્યોને ચૂંટીને મોકલ્યા છે. શહેરો ભાજપના બની જતાં હવે શહેરના ધારાસભ્યોને રોડ બનાવવા માટે દરેકને રૂ.2 કરોડ આપવાની જાહેરાત ભાજપની ગુજરાત સરકારે કરી છે.
માર્ગ અને મકાન પ્રધાન નીતિનભાઇ પટેલે શહેરી વિસ્તારના ૪૦ ધારાસભ્યઓને વિકાસ કામો માટે રૂ.૨ કરોડની મહત્વપૂર્ણ જાહેરાત માર્ગ - મકાનના અંદાજપત્રન...
ગાંધીનગરમાં 312 કરોડના કર્મચારીઓને રહેવા 12 ટાવર
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ ક...
ગામડાની સડક બનાવવા રૂ.10 હજાર કરોડ !
વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગનું રૂ.૧૦ હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવી હતી. ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ...
શહેર બાદ હવે ગામડાંના ગેરકાયદે બાંધકામો કાયદેસર કરાશે
સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે.
આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂંસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદ્દભવતા ઘર્ષણો ટાળવા માટે રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇ...
બે લાખને બાંધાલા પગારથી નોકરી આપી કાયદાઓનો ભંગ
બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન'નો ચુકાદો આપ્યો અને ફીક્સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાન...
શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરા...
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
ભાજપની સરકારમાં 17 હજાર લોકો કેરોસીનના કાળાબજાર કરતાં પકડાયા
ગુજરાતમાં ગરીબોને મળતા કેરોસીનના કાળાબજારનો બે વર્ષમાં 17584 દરોડા પાડીને કેરોસીનનો મોટો જથ્થો પકડ્યો છે જે ખુલ્લા કાળા બજારમાં વેચાતો હતો.
પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં 45.68 લાખ લીટર કેરોસીન પકડ્યું છે જે ખુલ્લા બજારમાં વેચવા માટે લઇ જવામાં આવ્યું હતું. વિભાગે કસૂરવારોને 2.31 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. નવાઇની વાત એવી છે કે રેશનિંગનું કેરોસી...
મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી...
મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે.
કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ
એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે.
જજઃ તમને કેસ પેપ...