[:gj]શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી[:]

[:gj]વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધા બાદ શોષણ ખોરી શરૂ કરવા કોન્ટેક્ટથી લેબર રાખવાનું શરૂં કરાતાં તેનો વિરોધ 40 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કરી રહ્યાં હતાં. પણ શંકર ચૌધરીના ટ્રસ્ટીઓએ સાંભળવાનો ઈન્કાર કરી દેતા આજે 6 સેવકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. હડતાલ પડી અને મામલો બિચક્યો હતો. શંકર ચૌધરીએ દવા પિવાની ફરજ પાડી હોવાનું કર્મચારીઓ માની રહ્યા છે.

શંકર ચૌધરી દયાહીન બનીને સેવકોને કહી દીધું હતું કે કોન્ટ્રેક્ટથી કર્મચારીઓ છે તેથી અમારા ટ્રસ્ટની જબાવદારી નથી. આવો જવાબ મળતાં 6 કર્મચારીઓને લાગી આવતાં મરી જવાનું નક્કી કરીને ઝેરી દવા પીધી હતી. બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હડતાળ પર બેસેલાઓ પૈકીના કેટલાકે માનસિક તાણ માં જેરી દવા પીધી લીધી હતી.

કોન્ટ્રાક્ટ બેજ પર કામ કરી રહેલા સેવકોને છુટા કરતા હડતાલ થઇ હતી. સેવકોનો પગાર પણ કોન્ટ્રાકટર દ્વારા ઓછો કરી દેવાતા તમામ નાના કર્મચારીઓ આર્થિક તંગીના પીડિત બન્યા હતા. 15 અને 20 વર્ષથી ફરજ બજાવતા સેવકો મુશ્કેલીમાં હોઈ પીધુ જેરી પ્રવાહી પીધું હતું.

સિવિલના ટ્રોમા સેન્ટર માં તમામ સારવાર અર્થે ખસેડાયા.