Wednesday, March 12, 2025

Tag: Politics

મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?...

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી.  છેલ્લા બે વર...

હાર્દિક પટેલ કોંગ્રેસના રાહુલની નજીક સરકી રહ્યા છે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હવે કોંગ્રેસના ટોચના રાષ્ટ્રીય નેતાઓની નજીક સરકી રહ્યો છે. તેઓ રાહુલ ગાંધીને આવકારવા માટે આજે અમદાવાદ હવાઈ મથખે પહોંચી ગયા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ હાર્દિકને મહત્વ આપીને સન્માન આપ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની સાથે લાંબી વાત કરી હતી. હવે હાર્દિક પટેલ રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાત કક્ષાએ મહત્વનું સ્થાન મેળવી ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં 8 નેતાઓએ રાજીનામાં આપ્યાં

દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભાર...

ઈ ફાર્મસીનો વિરોધ ચાલુ, ધંધો બંધ થઈ રહ્યો છે

એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટોઓ રૂબરૂ તેમજ કાઉન્સિલને પત્રો પાઠવીને ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ ...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...

મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ...

ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે  એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પ...

પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે

સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...

સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત

છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે. કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...

1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે...

પાદરા વિસ્તારના ‘એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે...

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત

કૌભાંડોની કૂખે જન્મેલી સરકારની “મા”નું અકાળે મોત ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે શરૂ કરેલી આરોગ્ય અને ઓપરેશન યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવેલો છે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, અમદાવાદ જેવા સ્થળોએ ભાજપના નેતાઓની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓપરેશનો થયા છે. ત્યાં બાળકોની જન્મવાની સંખ્યા ઊંચી છે ત્યારે આવા કૌભાંડો સરકાર સમક્...

પાણી પુરવઠા પ્રધાન કુંવરજીના ગામમાં જ પાણી નહીં, સરપંચે તેમને લીધા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાનું ગામ અમરાપુરમાં પિવાના પાણીની તંગી છે. જ્યાં લોકોને પીવાનું અને પશુ માટેનું પાણી મળતું નથી. તેથી કુંવરજી બાવળીયા પોતાના ગામની પાણીની સ્થિતી સુધારવા માટે દોડી જવું પડ્યું હતું. જ્યાં સરપંચ મંજુબેને કુંવરજી બાલળીયાને મોઢા ઉપર કહી દીધું હતું કે, પાણી મળતું નથી. મહિલાઓ પરેશાન છે. તમે તામારા ગામનું કંઈ કરી શકતાં ન...

કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ જૂથ સામેના રાજુલા નગરપાલિકાના પ્રમુખનું રાજી...

રાજુલા નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીત ઘાખડા અને પ્રમુખ બાઘુબેન વાણિયાએ જિલ્લા કલેકટરને પદ પરથી રાજીનામું આપી દીધા બાદ તેમના રાજીનામા સ્વિકારી લેવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકામાં છેલ્લા સવા વર્ષથી બધુ સખળ ડખળ ચાલી રહ્યું છે. અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના 18 સભ્યો સસ્પેન્ડ થયા હતા. અંગત કારણોસર પાલિકા મહિલા પ્રમુખ બાઘુબેન બાલાભાઇ વાણિયાએ રાજીનામુ...

કડીમા દલિત વરરાજાએ વરઘોડો કાઢ્યો તો સામાજિક બહિષ્કાર કર્યો

ભેદભાવની વધુ એક ઘટના બની છે. મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામે, જ્યાં એક દલિત પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે વરઘોડો કાઢતા વિવાદ ઉભો થયો છે. લ્હોર ગામે મેહુલ પરમાર નામના યુવકનાં લગ્ન હતા.અને તેનો વરઘોડો નીકળ્યો હતો.જેને લઇને ગ્રામજનોએ ભેગા થઈને ગામના દલિત સમાજ સાથે વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ગામમાં લોકોએ એવું પણ નક્કિ કર્યું છે કે કોઇ સ...

જામજોધપુરમાં પણ ખાતર કૌભાંડ, રાજ્યવ્યાપી બન્યું

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા ધ્વારા જામજોધપુરના ડેપો પર ખાતરની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં ડીએપી બાદ એન પી કે અને એ પી એસ પ્રોડક્ટમાં પણ વજન ઓછું આવ્યું છે. જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં જ આ વજન ઘટાડો સામે આવ્યો હતો. . જેમાં ગોડાઉનમાં પડેલા જથ્થાનો વજન કરતા ડીએપીમાં અહીં પણ વજન ઘટાડો સામે આવ...