Tag: Radhanpur
નડાબેટ પાસે રાધનપુરના ડેલાણાના પરિવારની કાર પલટી, એકનું મોત
રાધનપુર, તા.૧૦
રાધનપુર તાલુકાના ડેલાણા ગામનો આહીર પરિવાર શનિવારે આંતરરાષ્ટ્રીય બોર્ડર જોઇ પરત ફરતાં નડાબેટ નજીકના રણમાં આકસ્મિક કાર પલટી ખાઈ ગઈ હતી. બીએસએફ જવાનોએ પલટી ગયેલી કારમાંથી બે બાળકો અને બે મહિલાઓ અને એક આધેડને બહાર કાઢી 108 મારફત સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું...
બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના ...
પાટણ, તા.૨૭
બાળકોને હોંશે...હોંશે... શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી ...
પ્રજા અને પક્ષ સાથે દ્રોહ કર્યો એ બંને હાર્યાઃ કોંગ્રેસ પ્રમુખ
અમદાવાદ,24
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મૂલ્ય આધારિત રાજનીતિની એક રાહ ચીંધવા માટે મતદાતાઓ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું એ અભિનંદનને પાત્ર છે.
જે ...
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી લડી રહેલો ભાજપનો ઉમેદવાર અલ્પેશ ...
પાટણ ,તા:૨૧ રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રમેશ ઠાકોરે આક્ષેપ કર્યો છે કે, વર્ષ ૨૦૧૭માં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત સર્જાઈ હતી, આ વખતે અલ્પેશ ઠાકોરે સેનાના કાર્યકરો ને ઘરે ઘરે મોકલી નુકસાની સર્વે કરાવ્યું હતું.
આ સર્વે આધારે સરકારને ઘણી-બધી સહાય આપવાની ફરજ પડે તેમ હતી, જોકે અલ્પેશે પોતાનું ઘર ભરવા માટે સરકાર સાથે સોદાબાજી કરી ઠાકો...
પીપરાળા પાસે લાકડિયાના સરપંચની ગાડીમાંથી 18 લાખ રોકડા મળ્યા
સાંતલપુર, તા.૧૭
સાંતલપુરના પીપરાળા ચેક પોસ્ટ પર રાધનપુર પેટાચૂંટણીને લઇ CRPFના જવાનોના ચેકીંગ દરમ્યાન સરપંચ લખેલ કારમાંથી રોકડા 18 લાખ મળી આવતા જવાનોએ ગાડીમાં સવાર કચ્છ લાકડીયા ગામના ચાર ઈસમોને ઝડપી પોલીસ, ચૂંટણી વિભાગ અને ઈન્કમટેક્ષને જાણ કરતા ટીમો દોડી આવી હતી અને આચારસંહિતા વચ્ચે આટલી મોટી રકમ ક્યાંથી અને શા માટે લઇ જવાતી હતી તે બાબતે તપાસનો દો...
હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...
અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...
સમાજના ખભે બંદુક મુકીને શેકાતો અલ્પેશનો આર્થિક રોટલો, મિલ્કતોમાં બમણો...
ગાંધીનગર, તા.05
રાધનપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં પક્ષપલટો કરી ગયેલા અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સામે આવ્યું છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરની મિલકત ડબલ થઇ ગઈ છે. ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે જયારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે અલ્પેશ ઠાકોરે ઉમેદવા...
પરિણીતા ગુમ થતા આહીર સમાજનું ગૃહમંત્રીને આવેદન
રાધનપુર, તા.04
આહીર સમાજના 50 આગેવાનો દ્વારા તાંજેતરમાં આહીર સમાજની એક પરણિત યુવતી ગુમ થયા બાબતે ગુરૂવારના રોજ ગૃહ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી આવેદનપત્ર પાઠવીને ગુમ થયેલ યુવતીને શોધવા યોગ્ય કામગીરી કરવા રજુઆત કરવામાં આવી હતી.
જામવાળાની એક પરણિત યુવતી ગુમ થયાની ઘટના ઘટી જે યુવતીનો આજદિન પત્તો લાગ્યો નથી અને તે બાબતે રાધનપુર, રાપર અને સાંતલપ...
બનાસ નદીમાં ફરી પાણી આવતાં સાંતલપુરના સાત ગામ સંપર્ક વિહોણા
રાધનપુર, તા.04
તાજેતરના ભારે વરસાદના લીધે ત્રણ દિવસથી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થવાના કારણે નદીપારના પેદાશપુરા, ગડસઇ, અગીચાણા, જોરાવરગંજ બિસ્મિલાગંજ પાર્ટી વાદળીથર સહિત નાની ગામડીઓના રાધનપુર સાથે ટુંકા અંતરના રસ્તા બંધ થઇ જતાં લાંબું અંતર કાપીને આવવા જવાની ફરજ પડી રહી છે ત્યારે બાંધકામ ફરીથી શરુ કરાય તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે.
સરકાર ...
ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમ...
પાલનપુર, તા.01
કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ...
પ્રજા પરેશાન હોઈ સત્તા પ્રેમિ શંકરચૌધરીનું પત્તું કપાયું
ગાંધીનગર, તા.30
રાધનપુરમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારેલા શંકર ચૌધરીને ભાજપે પેટા ચૂંટણીની ટિકિટ આપી નથી તેના અનેક કારણો છે. જેમાં ડેરીના પ્રશ્નો અને પક્ષની નેતાગીરી સામે ઊભી કરેલી શંકા કારણભૂત માનવામાં આવે છે. લોકોનો રોષ આજે પણ શંકર ચૌધરી સામે એટલો જ છે. તેથી તેમને ટિકિટ આપવામાં આવી નથી.
શું કારણો છે?
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બ...
રાધનપુર બેઠક પર ઠાકોર સામે રબારી કે ચૌધરી ઉમેદવાર વચ્ચે જંગની સંભાવના
રાધનપુર, તા.23
રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રવિવારે જાહેર થઇ છે. જેમાં 21 ઓકટોબર 2019 ના રોજ મતદાન થશે. જયારે 27 ઓકટોબરે મતગણતરી થશે. તારીખ 23થી 30 સપ્ટેબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. જે આ વખતે રાધનપુર ધારાસભ્ય પદે કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ ભાજપ આવેલા અલ્પેશ ઠાકોરને ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસ પણ ઠાક...
રાધનપુર કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇની તિક્ષણ હથિયારો વડે હત્ય...
રાધનપુર, તા.13
રાધનપુર તાલુકાના કામલપુર( ધરવડી)માં ખેતરમાં પશુઓના ભેલાણ બાબતે નિરાશ્રિત ઠાકોર અને કાંકરેજ તાલુકાના માનપુર ગામના શખ્સો વચ્ચે માથાકૂટ થતાં ટોળાએ તલવાર ધારિયા લાકડીઓ જેવા હથિયારો વડે ઠાકોરો પર હિચકારો હુમલો કરતાં કોંગ્રેસના માજી જિલ્લા ડેલીગેટના ભાઇનું ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે સાત વ્યક્તિને ઇજાઓ થઇ હતી. જેમાં એકનો હાથ કપાઈ ગયો...
રાધનપુરના મુસ્લિમ સમાજે બિન ઇસ્લામિક ફિલ્મને રોકવા પ્રાંત અધિકારીને આવ...
રાધનપુર, તા.૧૨
રાધનપુરના મુસ્લિમ સમાજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં જણાવ્યા મુજબ આજથી થોડાક સમય પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી બિન ઇસ્લામિક ફિલ્મ ‘આયેસા ધ મધર ઓફ બેલીયેવર’નું ટ્રેલર પ્રસારિત કરવામાં આવ્યું હતું, આ ફિલ્મ ઉત્તરપ્રદેશના રહેવાસી વસીમ રઝવી દ્વારા બનાવવામાં આવી છે. જેમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ(સ....
પાટણમાં ભાજપના કાર્યક્રમમાં અલ્પેશ સ્ટેજ પર તેની ખુરશી શોધતો રહ્યો
પાટણ, તા.૦૪
પાટણમાં જિલ્લા ભાજપ દ્વારા સંગઠન હોદેદારોની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહી હોદેદારોને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની ઉજવણી સંદર્ભે જન સંપર્ક માટેના વિવિધ કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું....