Monday, July 27, 2026

Tag: Rajakot

રાજકોટના રસ્તાઓ બન્યાં વાહનચાલકો માટે શિરદર્દઃ અનેક વાહનચાલકો ભોંયભેગા...

રાજકોટ,તા.13 રાજકોટ શહેરમાં ભારે વરસાદ પછી ઠેરઠેર રસ્તાઓ ઉબડખાબડ થઇ ગયાં છે.  જાહેર માર્ગો ખાડાખબડાથી એટલા બરબાદ થઇ ચૂક્યા છેકે  વાહનચાલકોની પરેશાનીનો પાર નથી. વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. રાજકોટના અનેક  વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે માર્ગો કાચા છેકે પાકા તેની ખબર જ પડતી નથી. એટલા પ્રમાણમાં રસ્તા ખખડધમ થઇ ગયાં છે. વરસાદી પાણી અને ગટરના...

સોમનાથ મંદિરની સુરક્ષા હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપાઈ

ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે. સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમ...

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ

રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...

ટિકટોક વીડિયોના કારણે યુવાનને પડ્યો માર

રાજકોટ,તા:૧૩ યુવાનોમાં ટિકટોક વીડિયો હાલમાં ખૂબ હોટ ફેવરિટ થઈ રહ્યા છે. જેમાં મનોરંજનની સાથે બીભત્સ મેસેજ આપતા વીડિયો પણ જોવા મળે છે. આવા જ એક બીભત્સ વીડિયોના કારણે યુવાનને માર મારવામાં આવ્યો. યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ટિકટોક વીડિયો જે યુવાનોને મનોરંજન પિરસવાની સાથે બીભત્સ વીડિયો પણ પિરસે છે. માલવિય નગરના યુવક ઋ...

જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં વરસાદથી ઘેડમાં સ્થિતિ વણસી

જૂનાગઢ,તા:૧૩ જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં સતત વરસી રહેલો સોનારૂપી વરસાદ ઘેડ પંથક માટે અભિશાપરૂપ બની રહ્યો છે. ભૌગોલિક રીતે રકાબીનો આકાર ધરાવતો ઘેડ પંથક ઉપરવાસમાં સારા વરસાદથી પણ પાણી-પાણી થઈ જાય છે. જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં સારા વરસાદના કારણે ઓઝત, ઉબેણ, મધુવંતી, ભાદર સહિતની નદીમાં પાણીની ખૂબ આવક થઈ, જેના પરિણામે બધી નદીઓનું પાણી ઘેડ પંથકમા...

રાજકોટના કુવાડવા રોડ ઉપરના કારના શો રૂમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર

રાજકોટ તા. ૧૨: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ગેલોપ્સ મોટર કારના શો રૂમ, વર્કશોપમાંમોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪.૨૯ લાખની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.  ચોરીના  બનાવ અંગે કુવાડવા પોલીસે ગેલોપ્સ મોટરમાં મેનેજર પ્રેમલ ત્રિવેદીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સા...

જાહેર માર્ગોના દબાણો સહેજ પણ સાંખી નહીં લેવા રાજકોટના નવા મ્યુનિસિપલ ક...

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકારે ટ્રાફીકના નવા નીતિ નિયમોની દંડની રકમની જાહેરાત કરી તેનો અમલ કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં પાર્કિંગ, સ્પીડ વગેરેનો સમાવેશ થાય છે. અન્ય શહેરોની જેમ રાજકોટ  શહેરોમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર લારી, ગલ્લા, પાથરણાના દબાણોના કારણે  ટ્રાફીક સમસ્યા વકરી છે. અનેક માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓ...

રાજકોટ અને આસપાસના વિસ્તારની જીવાદોરી સમાન ભાદર-1 ઓવરફ્લોના આરે

રાજકોટ,તા.12 રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1 ડેમની સપાટી આજે સવારે 32 ફૂટે પહોંચી જતા હવે ઓવરફલો થવામાં ફક્ત બે ફુટ બાકી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર-1 ડેમમાં વધુ એક ફૂટ નવા પાણીની આવક થઈ છે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરી સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે  ભાદર-1 ડેમમાં સૌની યોજના હેઠળ સતત નર્મદ...

વીજ કર્મચારીના યુનિયન નેતાની લાખોની ઉચાપત

રાજકોટઃ વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા ભ્રષ્ટાચારના પગલે ટાંચમાં લેવાયા છે. વીજ કર્મચારી અને યુનિયનના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરી નાણાંની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ આચરીને 6 લાખની રકમની ઉચાપત કરી છે, જેમાં ગ્રાહકને રસીદ આપ્યા બાદ સિસ્ટમમાં રસીદને રદ કરી નાણાંની ઉચાપ...

અસામાજિક તત્ત્વોના કારણે ખોવાયું ગાંધીનું ગુજરાત

અમદાવાદ,તા:૧૧  ગાંધીજીના ગુજરાતને નશાથી દૂર રાખવાનાં સપના અને મહત્ત્વાકાંક્ષા પર હવે ક્યાંકને ક્યાંક ઠંડું પાણી ફરી રહ્યું છે. ગાંધીના આ નશામુક્ત ગુજરાતમાં ઠેરઠેર નશાની હાટડીઓ ધમધમી રહી છે, ત્યાં સુધી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં તો પરિવાર આત્મહત્યા માટે મજબૂર બન્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ત્યાં સુધી કે ગાંધીનગરમાં પણ દેશી અન...

બ્યુટી પાર્લર લૂંટ કેસમાં ચાર ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાર દિવસના રિમાન્ડ ...

રાજકોટ,તા.10 રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધ...

ટ્રાફિકના નિયમોનુ પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે લાડુ ખવડાવી બ...

રાજકોટ,તા.10 શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં  ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે  આજે લોકસહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું.  ગણેશજીનો સ્વા...

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજી ડેમમાં પાણીની ભરપૂર આવકઃ ઓવરફ્લોની મજા...

રાજકોટ,તા.09 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે.  ઉપરવાસમાં પણ પડી રહેલા વરસાદના કારણે આજી ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઇ રહી છે ત્યારે આજીડેમ  સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટવાસી  આજી ડેમમાં નાહવાની મઝા માણવા મોટી સંખ્યામાં પહોંચ્યાં હતાં વરસાદ વરસવાની સાથે રાજકોટને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળી ગયો છે. મુશળધાર વ...

રાજકોટના ચર્ચાસ્પદ લવજેહાદ કેસમાં મુસ્લિમ યુવક અને તેની માતા છ દિવસના ...

રાજકોટ,તા.06 રાજકોટમાં લવજેહાદના ચોકાવનારા કિસ્સામાં યુનિવસિર્ટી પોલીસ આરોપી અને તેની માતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી મૈત્રીકરાર કબજે કરવા તપાસનો શરુ કરી છે.યુવતીના મંગેતર સહિત  જમીલના ભાઈઓ તેમજ સંડોવાયેલા મિત્રોની શોધખોળ શરૂ કરી છે તેમજ યુવતીને ધમકાવી નિવેદન અપાવનાર એડવોકેટ કોણ છે તેના સહિતની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા...

રાજકોટની શાનમાં રિંગરોડ-3નું વધુ એક મોરપિંચ્છ

રાજકોટમાં એકતરફ જ્યાં રિંગરોડ-2નું કામ પૂર્ણતાના આરે છે, ત્યાં રિંગરોડ-3 બનાવવાનો રોડમેપ પણ ઘડાઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં તેના માટે પણ કામ શરૂ કરવામાં આવશે. હાલમાં રિંગરોડ-3 માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકીએ કે 2020 સુધીમાં તેનું કામ શરૂ થયેલું આપણને જોવા મળશે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ દીર્ઘદૃષ્ટિ રાખી એક બ્લૂપ્...