Monday, August 4, 2025

Tag: Vijay Rupani

અમદાવાદ શહેરના રૂ. 851 કરોડના વિકાસ કાર્યકમોનું આજે મુખ્યમંત્રીના હસ્ત...

અમદાવાદ,તા.18 અમદાવાદ શહેર માટે ગુરુવાર 19 સપ્ટેમ્બરનાં રોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રૂ.851 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ તેમજ ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. તેમાં શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નીર વઘાવાની સાથે હેન્ડપીક વેસ્ટ મશીન, રોડ સ્વીંપીગ મશીન,101 જેટલા સ્પોર્ટ ટુ ડમ ગાડીઓ નુ ફેલગ ઓફ તથા 2482 આવાસોના લોકાપર્ણ, અન...

સહકારી ક્ષેત્રમાં બેન્કના ચેરમેન – મેનેજિંગ ડિરેક્ટરની મુદત લંબ...

અમદાવાદ,તા:18 સહકારી બેન્કોને આર્થિક કૌભાંડોથી બચાવવા માટે બહુ જ સમજી વિચારીને તૈયાર કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓને ઉલટાવવા માટે ગુજરાતના સહકારી આગેવાનો એક થઈને ટોચના હોદ્દેદારોની સમયાવધિ વધારવા માટે સરકારમાં ધા નાખી છે. ગુજરાત રાજ્ય કોઓપરેટીવ બેન્ક ફેડરેશને ગુજરાતની સહકારી બેન્કો ચેરમેન, વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દાની મુદત અઢી વ...

મુખ્યપ્રધાન રુપાણીની કારને મળેલા બે ઈ-મેમો સિસ્ટમમાં હજુ સુધી અનપેઈડ બ...

અમદાવાદ, તા.18 શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો ઉપયોગ મુખ્યપ્રધાન કેમ ના કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવ...

રુપાણી લાલ સીગ્નલ તોડીને ભાગ્યા, આવ્યો મેમો

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો મુખ્યપ્રધાન ઉપયોગ કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવેશ થાય છે. અમદાવ...

વિદેશ મુલાકાતમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસના મનમોહનસિંહનો રેકોર્ડ તોડશે!!...

ગાંધીનગર,તા.17  ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ અને 5 મહિના પૂર્ણ કર્યા છે ત્યારે તેઓ ભારતના એવા ત્રીજા વડાપ્રધાન છે કે જેમણે સૌથી વધુ વિદેશોની યાત્રા કરી છે. આ પૂર્વે કોંગ્રેસ પક્ષના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 115 દેશોની યાત્રા કરી હતી. હવે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસના મનમોહન સિંહનો રેકોર્ડ તોડવા જઇ રહ્યાં છે. મનમોહન સિંહ થી તેઓ માત્ર ...

મુખ્યપ્રધાનની સરકારી ગાડી જીજે18જી9085 નંબરની ગાડીનો વીમો 2015માં પૂર...

ગાંધીનગર, તા. 17 ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 16મી સપ્ટેમ્બરથી મોટર વ્હિકલ એક્ટનો કડક અમલ શરૂ કરાયો છે. આ નિયમોના પાલનમાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ વાહનનાં દરેક ડોક્યૂમેન્ટ્સ હોવા જરૂરી છે. સાથોસાથ વાહનનો વીમો પણ હોવો જરૂરી છે. રાજ્યના મુખ્યપ્રધાને આ નિયમોના કડક અમલનો આદેશ કર્યો છે, પરંતુ તેઓ મુખ્યપ્રધાન તરીકે જે કાર વાપરે છે તેનો વીમો જ 2015મા...

છેવાડાનો માનવી પણ બેન્ક સહાયથી પગભર થાય તેવુ આયોજન બેન્કોએ કરવું પડશે

ગાંધીનગર,તા.16 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત પધ્ધતિ માંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય ...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી

નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે. સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...

ગાંધીનગર, તા.15 ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હો...

મુખ્યમંત્રીના વિસ્તારમાં કોર્પોરેશન ખડેપગે

રાજકોટ,તા:૧૫ રાજ્યભરમાં વરસાદ બાદ ખાડારાજ ફેલાયું છે, ત્યાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન રાજકોટ ખાતે પણ મસમોટા ખાડાઓ પડ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે રાજ્યભરના ખાડાઓ જેમના તેમ રહ્યા, પરંતુ મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાનની આસપાસ રવિવારની રજાના દિવસે પણ ખાડા પૂરવાનું કામ કોર્પોરેશને કર્યું. મુખ્યમંત્રી રૂપાણીનું પોતાનું નિવાસસ્થાન રાજકોટના વોર્ડ નં.1...

ગુજરાતમાં 35 બનાવટી બરફીની ફેક્ટરી બંધ કરી દેવા નોટિસ પાઠવાઈ

ગાંધીનગર, તા.14 સફેદ ઝેર પીવડાવતા બનાવટી બરફી પર તૂટી પડવા માટે આખરે આરોગ્ય પ્રધાન નિતિન પટેલે ખોરાક અને ઔષધ વિભાગના અધિકારઓને આદેશ આપતા રાજ્યભરમાં જ્યાં પણ બનાવટી બરફીની ફેક્ટરી ચાલતી હોય તેમને બનાવટી બરફી બનાવવાનું બંધ કરીને ફેક્ટરીઓ બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે. ખોરાક કમિશ્નર દ્વારા લગભગ ...

મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...

ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...

મેટ્રો નીચેના રોડ, મફત મુસાફરી સાથે કમર, મણકા, સાંધાના દુઃખાવા ફ્રી

અમદાવાદ, તા.૧૩ અમદાવાદ શહેરમાં હાલ મેટ્રો રેલ માટે ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ એલિવેટેડ કોરિડોર બનાવવા માટે કામગીરી ચાલી રહી છે. શહેરના 39 કિલોમીટરના માર્ગનું કામ થઈ રહ્યું છે જેમાં શહેરના 20 કિ.મી.ના માર્ગો ખરાબ છે. કોન્ટ્રાક્ટરોને અમપાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં લોકો માટે કંઈ થતું નથી. એ તમામ વિસ્તારોના એપ્રોચ રસ્તાઓ એટલી હદે ખરાબ બની ચુકયા છે...