રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.એ.જલુનો ખાસ વ્યક્તિ સંજય ચૌધરી મોટા ભાગની પરીક્ષાઓના પેપર ગુડગાંવથી લાવતો અને સંતોષ નામનો શખ્સ તેને આ પેપર આપતો, TATની પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડના એક અધિકારીએ 2 કરોડ રૂપિયા લીધા હતા.આ રૂપિયા સંજય ચૌધરીએ આપ્યા હતા,TAT પેપર લિક કૌભાંડને લઇને જ 2 કરોડ રૂપિયા મનહર પટેલ,જતિન,અરવિંદ પટેલ,વિષ્ણુ પટેલ,જીતુ પટેલ અને અવિનાશ પટેલે મોકલાવ્યાં હતા,આ કૌભાંડીઓએ કરોડો રૂપિયા ઉમેદવારો પાસેથી ઉઘરાવ્યાં હતા.સંજય ચૌધરીને ખાસ ફરજ પર પીએ જલુએ રાખ્યો છે. વર્ષોથી બે નંબરના કામ સંજય ચૌધરી કરી રહ્યો છે, અરવલ્લીનો અવધેશ પટેલ TAT પેપર કૌભાંડમાં સંડોવાયેલો છે તેમ છંતા પોલીસ તેને બચાવી રહી છે, એક કોન્સ્ટેબલે આપેલી માહિતી મુજબ પરસોત્તમ રૂપાલા અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ઓફિસમાંથી અરવલ્લી પોલીસના એક અધિકારી પર ફોન આવતા હતા અને આ ફોન અવધેશ પટેલને બચાવવા માટે આવતા હતા,બીજી તરફ TAT કૌભાંડની તપાસ કરી રહેલા પીઆઇને તાત્કાલિક તપાસમાંથી હટાવવા જોઇએ કારણ કે આ જ અધિકારીએ મનહર પટેલ સહિતના કૌભાંડીઓને બચાવ્યા છે.
Attachments area