10 વર્ષ પછી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, નેનોને 33 હજાર કરોડ નહીં પણ રૂ.૧૦૦૦ થી રૂ.૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. એવું વિધાનસભામાં સરકાર દ્વારા કહેવાયું હતું. સરકારે 2008માં જમીન આપી હતી. જેનું આજે મુલ્ય 3300 કરોડ થવા જાય છે.
વર્ષ 2011માં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે અમદાવાદ નજીક સાણંદ ખાતે દેશની સૌથી અફોર્ડેબલ રૂ.1 લાખમાં મળે એ રીતે ટાટા નોનાના કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. રૂ.2000 કરોડના રોકાણથી તૈયાર થયેલા આ પ્લાન્ટની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વાર્ષિક 1,00,000 નેનો કારની હતી. વર્ષ 2017-18 દરમિયાન સાણંદના પ્લાન્ટમાં માત્ર 1920 નેનો કારનું મેન્યુફેક્ચરિંગ થયું હતું.
આમ આદમીના સપનાની કાર તરીકે ઓળખવામાં આવતી હતી તેવી ટાટા નેનોને રાજ્ય સરકાર દ્વારા 2015 સુધીના દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં 479.50 કરોડ રૂપિયાનું ઋણ પણ આપવામાં આવ્યું છે. ઉપરાંત વધારાના 150 કરોડ રૂપિયાનો ક્લેમ મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. આમ સરકાર જે કરી હતી છે કે સરકારે માત્ર રૂ.1,000 કરોડની જ સહાય કરી છે. તે અર્ધસત્ય છે.
ટાટાના મહત્વકાંક્ષી નેનો પ્રોજેક્ટ માટે પહેલા બળાંગમાં સિંગુર સ્થળની પસંદગી કરવામાં આવી હતી. ખેડૂતોના ઉગ્રવિરોધના પગલે ત્યાં પ્લાન્ટ સ્થાપી શકાયો ન હતો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં નેનો પ્લાન્ટ માટે 1100 એકર જમીન આપીને ટાટા ગ્રૂપને ગુજરાતમાં ખેંચી લાવ્યા હતા. ઉત્પાદકે પ્રથમ તબક્કામાં રૂ.2900 કરોડના રોકાણથી વાર્ષિક 2.50 થી 3.5 લાખ નેનો કારનું ઉત્પાદન કર્યું હતું. તો બીજા તબક્કામાં રૂ.1100 કરોડના વધારાના રોકાણથી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારીને વાર્ષિક 5 લાખ સુધી લઇ જવાઇ હતી.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે 31 માર્ચ, 2018 સુધી પ્રથમ ફેઝમાં નેનો દ્વારા રૂ.3854.43 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ 2013-14માં 21,155 નેનો કારનું ઉત્પાદન થયું હતું. જો કે ત્યારબાદ મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2014-15માં 17,489, વર્ષ 2015-16માં 22,214, વર્ષ 2016-17માં 8305 અને વર્ષ 2017-18માં માત્ર 1920 નંગ નેનો કારબની હતી.
બીજું શું કહ્યું
છેલ્લા દસ વર્ષમાં ન થયો હોય એટલો ઓછો વરસાદ આ વર્ષે થયો છે. તે સમયે અછતગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવા તથા મૂંગા અબોલ પશુઓને સહાયરૂપ થવા ૭ કરોડ કિલોથી વધુ ઘાસ વિતરણ કર્યુ છે. ૯૬ તાલુકાના ૧૬ લાખ ખેડૂતોને રૂપિયા ૧૫૫૭ કરોડની ઈનૂપાટ સહાય પણ સત્વરે ચૂકવી દેવાય છે. સાથે-સાથે મગફળી કઠોર તથા અન્ય પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરીને ૩ લાખ ખેડૂતોને ખરીદીના નાણા સીધે સીધા તેમના ખાતામાં આરટીજીએસ દ્વારા જમા કરાવી દેવાયા છે.
દુનિયામાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો થાય છે પરંતુ ગુજરાત સરકારે તો મક્કમ નિર્ધાર કરીને નેસ્ત નાબૂદ કરી દીધો છે. ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડયો છે. ટેકનોલોજી થકી ખાણની 600 લીઝ ઓક્શન, ખેડૂતોને ૭-૧૨ અને ૮-અના ઉતારા, અને જમીનની એન.એ. પ્રક્રિયા પણ ઓનલાઇન કરીને નાગરિકના સમયની બચત થઈ છે અને પારદર્શિતા આવી છે.
ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માટે માફી આપવા પણ ઓનલાઇન પદ્ધતિ અમલી કરી છે જે ૨૪ કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થશે.
મીનીમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ સરકારે અપનાવ્નાયું છે.
રાજ્ય સરકારની પોર્ટ પોલિસીના કારણે ૩૫ ટકા કાર્ગોનો હિસ્સો ભારતનો છે.
ટેક્સ્ટાઇલ પોલીસીના કારણે ૨૫,૦૦૦ સ્પિંડલ સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો. એની સામે રાજ્યમાં ૪૦,૦૦૦ સ્પિંડલ કાર્યરત થયા છે. આઈટીઆઈમાં ૭૨ હજાર યુવાઓને તાલીમબદ્ધ કર્યા છે.
૧ લાખ ૧૬ હજારથી વધુ નવા વીજ જોડાણો આપ્યા છે. માર્ચ સુધીમાં માગો ત્યારે વીજ જોડાણ મળશે. છેલ્લા બે
વર્ષમાં રૂ.૧૮૦૦ કરોડની વીજ સબસીડી ખેડૂતોને આપવામાં આવી છે. તેમ ઉર્જા મંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં 20 ફેબ્રુઆરી 2019માં કહ્યું હતું.