સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતું પણ નર્મદા બંધની નિષ્ફળતાએ પાણી ફેરવી દીધું

સમગ્ર દેશમાં ગુજરાતનો ખેડૂત મહેનતુ, પણ સરકારે નર્મદા યોજના સાવ નિષ્ફળ બનાવી

ગાંધીનગર, 29 જૂલાઈ 2021

ગુજરાતને ભાજપનું રોલ મોડેલ સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવે છે. ગુજરાતની સૌથી મોટો કોઈ યોજના હોય તો તે નર્મદા બંધની નહેરો અને ખંભાતના અખાતમાં કલ્પસર યોજના છે. આ બન્ને યોજના માટે છેલ્લાં 26 વર્ષથી ભાજપના શાસનમાં કામ ચાલી રહ્યું છે. કલ્પસર યોજના મોદી બનાવી ન શક્યા. નર્મદા બંધ બની ગયો પણ મોદી નહેરો બનાવી ન શક્યા તેના કારણે નર્મદા બંધ પિવાના પાણી માટે સફળ થયો પણ ખેતરો સુધી પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે. 18 લાખ હેક્ટરમાં 10 લાખ ખેડૂતોને પાણી આપવાનું હતું. પણ 3 લાખ હેક્ટરમાં 1.50 લાખ ખેડૂતો માંડ પાણી મળે છે. સરકાર પાસે નર્મદા નહેરથી કયા ખેડૂતોને ખેતરમાં પાણી આપવામાં આવે છે તેની વિગતો સરદાર સરોવર નર્મદા નિગમ પાસે છે. તે તેની વેબસાઈટ પર સરવે નંબર સાથે જાહેર કરવા જોઈએ. પણ નર્મદા યોજના સિંચાઈમાં નિષ્ફળ ગઈ હોવાથી તે જાહેર કરી શકે તેમ નથી. આવો પડકાર ખેડૂતો આપી રહ્યાં છે.

ખેડૂતની મહેનત
સંચાલિત ક્ષેત્રમાં ચોખ્ખું વાવેતર ક્ષેત્રનું સૌથી વધુ પ્રમાણ ગુજરાતમાં જોવા મળ્યું છે. ગુજરાતમાં કુલ 98.3 ટકામાં વાવેતર થાય છે. જે બતાવે છે કે ગુજરાતનો ખેડૂત દેશના અન્ય વિસ્તારો કરતાં મહેનતુ છે. ખેતી થઈ શકે એવા વિસ્તારોમાંથી મધ્ય પ્રદેશમાં 95.5 ટકા, કર્ણાટકમાં 95.1 ટકા, ઉત્તર પ્રદેશમાં 94.4 ટકા, પશ્ચિમબંગાળમાં 94.3 ટકા, મહારાષ્ટ્રમાં 87.6 ટકા અને રાજસ્થાનમાં 85.7 ટકા વિસ્તારમાં ખેતી થાય છે.

સરકારની આળસ
દેશમાં કુલ સિંચાઇ ક્ષેત્ર 2010-11માં 45.7 ટકા હતો. તેમાંથી વધીને 48.7 ટકા 5 વર્ષમાં થયો હતો. ત્યાં સુધીમાં ગુજરાતમાં 18 લાખ હેક્ટર સિંચાઈ આપી શકે એવી નર્મદા યોજના પૂરી થઈ ગઈ હતી. 96.57 લાખ હેક્ટર જમીન 5 વર્ષમાં વધીને 98.12 લાખ હેક્ટર થઈ ગઈ હતી. જેમાં 40 લાખ હેક્ટર જમીન પરની સિંચાઈ વધીને 53 લાખ હેક્ટર હતી. જેમાં કુવાથી અને બોરથી સિંચાઈ કરવાનું પ્રમાણ નહેર કરતાં વધું હતું. ગુજરાતમાં રાજસ્થાન કરતાં પણ ઓછી સિંચાઈ થતી હતી. કુલ સિંચાઈ ક્ષેત્રના માત્ર 54.2 ટકા વિસ્તાર સિંચાઇની ક્ષમતા સાથે છે. ઉત્તર પ્રદેશમાં દેશના સૌથી વધું 83.2 ટકા ખેતરોમાં સિંચાઈ થતી હતી. પશ્ચિમ બંગાળ 68.2 ટકા, તમિલનાડુ 62.2 ટકા, બિહાર, 61.4 ટકા, મધ્ય પ્રદેશ 56.3 ટકા, આંધ્રપ્રદેશ 48.9 ટકા, ગુજરાત 54.2 ટકા અને રાજસ્થાન 43.4 ટકા વિસ્તારમાં સિંચાઇથી ખેતી થતી હતી.

નર્મદા યોજના નિષ્ફળ
18.13 લાખ હેક્ટરમાં નહેરની સિંચાઈ ક્ષમતા હતી જેમાં સરકારી ચોપડે 11.39 લાખ હેક્ટર થતી હોવાનું કહેવામાં આવ્યું છે. પણ વાસ્તરમાં 8 લાખ હેક્ટરથી તમામ 220 બંધ અને તળાવથી સિંચાઈ થતી હતી. તેનો સીધો મતલબ એ થયો કે નર્મદા નહેરથી 3થી4 લાખ હેક્ટર સિંચાઈ માંડ થાય છે. જે ખરેખર 18 લાખ હેક્ટરથી થવી જોઈતી હતી.
ગુજરાતમાં 2006માં 9100 કિલો મીટરની 527 નહેરો દ્વારા 7.90 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. તેની સામે 12 વર્ષ પછી 2018માં નહેરથી 11.39 હેક્ટરમાં સિંચાઈ થતી હોવાનું સરકારી ચોપડે છે. જોકે સરકાર એવો દાવો કરે છે કે 18 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે એવી ક્ષમતા બંધોની છે જેમાંથી 11 લાખ હેક્ટરમાં જ સિંચાઈ થાય છે. પણ ખરેખર ખેડૂતોના 5 લાખ હેક્ટર ખેતરમાં જ નહેરોનું પાણી વાસ્તવમાં પહોંચે છે. આમ 1 લાખ કરોડના ખર્ચ પછી પણ નર્મદા યોજના સાવ નિષ્ફળ પુરવાર થઈ છે. સરકારે તાલુકા અને ખેડૂતરના સરવે નંબર સાથે સિંચાઈની વિગતો જાહેર કરવી જોઈએ. તો જ નર્મદા યોજના કેટલી સફળ ભાજપના 26 વર્ષના શાસનમાં થઈ છે. તેનો સાચો ખ્યાલ આવી શકે. પણ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા દરેક ખેતરના સરવે નંબર સાથે ખેડૂતોના નામો જાહેર કરી શકે તેમ નથી.

મહિલા ખેડૂતો ઓછા
41.90 લાખ પુરૃષોના નામે 85.15 લાખ હેક્ટર જમીન હતી અને 6.90 લાખ મહિલાઓના નામે 13.05 લાખ હેક્ટર ખેતીની જમીન હતી. કુલ જમીન 88.78 લાખ હેક્ટર હતી. ગુજરાતમાં મહિલાઓના નામે માત્ર 4.3 ટકા જમીન હતી. દેશમાં સૌથી વધું મહિલા ખેડૂતો આંધ્રપ્રદેશમાં 12.6 ટકા જમીન ધરાવે છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર આવે છે. દેશમાં મહિલા ખેડૂતોના નામે જમીનમાં દેશમાં 10મું સ્થાન છે. જે ગુજરાતના ખેડૂત સમાજની પ્રગતિ દેખાતી નથી. મહિલાઓને ખેતીમાં અન્યાય થઈ રહ્યો હોવાનું તેના પરથી સ્પષ્ટ થાય છે. આનંદીબેન પટેલે મહિલાઓના નામે જમીન ખરીદી કરવામાં સ્ટેમ્પડ્યુટી ઓછી કરી આપી હોવા છતાં મહિલાઓ ખેડૂત કરીદે આગળ નથી.