સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. આ માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએમ કમલનાથ તેમના નિવાસ સ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. જયપુરથી પરત આવેલા તમામ ધારાસભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો છે.
ભાજપ પણ ફ્લોર ટેસ્ટ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. સાંજે ભાજપના નેતાઓ કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવાસ સ્થાને પણ મળ્યા હતા. આ બેઠકમાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, ધર્મેન્દ્ર પ્રધાન અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા. આ બેઠક પછી તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. શિવરાજસિંહ ચૌહાણ ગુરુગ્રામના માનેસરની હોટલમાં પાછા ફર્યા છે.
કોંગ્રેસ નેતા હરીશ રાવતે દાવો કર્યો છે કે ‘કોંગ્રેસ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે’. હરીશ રાવતે કહ્યું હતું કે “અમે ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છીએ અને અમને જીતવાનો વિશ્વાસ છે.” અમે નહીં, ભાજપ નર્વસ છે. તેમના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.