કોરોના કટોકટી દરમિયાન ભારતમાં લોકડાઉન ન હોત, તો 54,000 લોકો મૃત્યુ પામ્યા હોત, જ્યારે 20 લાખ કોરોના દર્દીઓ હોત. શુક્રવારે કેન્દ્ર સરકારે આંકડા મંત્રાલય અને ભારતીય આંકડાકીય સંસ્થાના અભ્યાસને ટાંકીને આ આંકડો આપ્યો છે. જોકે અભ્યાસ કયા આધારે કરાયો છે તે જાહેર કરાયું નથી.
લોકડાઉનને કારણે લગભગ 23 લાખ કોરોના કેસ ટળી ગયા છે. જ્યારે 68,000 લોકોનો જીવ બચી ગયો છે. ભારત આસપાસના દેશોએ હળવી તાળાબંધી કરી હતી. તેમ છતાં પાકિસ્તાન સહિત ભારત ઉપખંડમાં કોરોનાના દર્દીઓ વિશ્વના અન્ય દેશો કરતાં ઓછા છે. તેથી મોદી સરકારે જાહેર કરેલી શક્યતાઓ માટે કોઈ આધાર નથી.
ભારત અને આસપાસના દેશોના લોકોની રોગપ્રતિકાર શક્તિ એટલી મજબૂત જણાઈ છે કે કોરોનાની ઓછી અસર દેખાઈ છે.
લોકડાઉનની શરૂઆતમાં, કોરોના કેસ 3.4 દિવસમાં બમણા થઈ રહ્યા હતા, જ્યારે હવે તે 13.3 દિવસમાં બમણા થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવાર સાંજ સુધીમાં દેશમાં અત્યાર સુધીમાં 48,534 કોરોના દર્દીઓ સાજા થયા છે.
આ કુલ કેસોનો 41 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ -19 ના 3,234 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, કોવિડ -19 મૃત્યુ દર 19 મેના રોજ 3.13 ટકાથી નીચે 3.02 ટકા પર આવી ગયો છે.