21 જૂને પ્રલય થશે એવી આગાહી ખોટી સાબિત થઇ, હજી આપણે જીવતા જ છીએ

જીવતા છો…..? અમે પણ જીવતા જ છીએ. 21 જૂને પ્રલય થશે અને દુનિયાનો નાશ થશે તેવી માયન કેલેન્ડર દ્વારા કરવામાં આવેલી આગાહી 21 જૂન વીતી જતા ખોટી પડી છે. એક બાજુ કોરોના મહામારીમાં વિશ્વ ભરમાં લાખો લોકો સંક્રમિત છે. ત્યારે માયન કેલેન્ડરની દુનિયાનો નાશ થશે એવી આગાહીએ લોકોમાં રસ જગાવ્યો હતો. પણ જેવી 21 જૂન વીતી ગઇ એટલે માયન કેલેન્ડરની આ આગાહી 2012ની જેમ ગપગોળો સાબિત થઇ હતી. માયન કેલેન્ડર 1582માં અમલમાં આવ્યું હતુ. લોકો તે પહેલા અલગ અલગ કેલેન્ડરોનો ઉપયોગ કરતા હતા. તે સમયના બે સૌથી વધુ ચલણી કેલેન્ડરો માયન અને જુલીયન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં વિશ્વભરમાં મોટાભાગના લોકો જયોર્જીયન કેલેન્ડરનો ઉપયોગ કરે છે.