Despite spending crores to paint the color of traffic on the roads in Gujarat, faded stripes, now yellow boxes of junctions, गुजरात में सड़कों पर यातायात के रंग को रंगने के लिए करोड़ों खर्च करने के बावजूद फीकी धारियां, अब जंक्शनों के पीले बक्से
ગાંધીનગર, 19 જુલાઈ 2023
અમદાવાદ મહાનગર પાલિકાના ટ્રાફિક વિભાગ દ્વારા Yellow Box Marking પાંજરાપોળ ચાર રસ્તા પર બનાવવામાં આવ્યો છે. અમદાવાદના બીજા 28 ટ્રાફિક જંકશનો પર બોક્સ માર્કીંગ જંકશન તેયાર કરાશે. રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે પાંજરાપોળ વિસ્તારમાં બોક્સ જંકશન બનાવવામાં આવ્યું છે. એક ચોરસ મીટરનો ભાવ રૂ.350થી 550 ચાલે છે. જ્યારે રનીંગ મીટરનો ભાવ રૂ.50 છે.
જોકે, અમપામાં આ ભાવ ઊંચો રાખી કામ કરાવાય એવી શક્યતાઓ છે. અમદાવાદ અને સુરતમાં એક વર્ષમાં રોડ નિશાનો માટે રૂ.100 કરોડનું ખર્ચ થતું હોવા છતાં યોગ્ય રીતે થતું નથી. મહિનામાં તે ઝાંખા થઈ જાય છે. મોટાભાગના માર્ગો પર તો આવા નિશાનો લગાવવામાં આવતાં નથી. તેથી અકસ્માતો અને ટ્રાફિક વધે છે. 8 મહાનગરોમાં થોડા અંશે કામ થાય છે પણ 250 શહેરોમાં તો સફેદ કે પીળા પટ્ટા લગાવવામાં આવતાં નથી.
આરટીઓ સર્કલ, ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા, ઘેવર સર્કલ, રક્ષા શક્તિ સર્કલ, નમસ્તે સર્કલ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન કતાર, મેમકો, રામેશ્વર, શાહઆલમ, દાણીલીમડા, આવકાર હોલ, હીરાભાઈ ટાવર, એનએફડી, પ્રહલાદ નગર, મકરબા, મેરીગોલ ત્રણ રસ્તા, અનુપમ, નિકોલ, ખોડીયાર મંદિર અને વિરાટનગર સર્કલ પસંદ કરવામાં આવ્યા છે.
બેંગલુરુંમાં 5 વર્ષ પહેલાં 2017માં બોક્સ જંકશન શરૂ કરાયું હતું. ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે વિદેશની આ ટેકનીક હવે અમદાવાદમાં પણ લાગુ કરવામાં આવી છે. લંડનમાં 1967માં શરૂ થયા પછી હવે 56 વર્ષ પછી અમદાવાદમાં શરૂ થઈ રહ્યું છે. જે ટ્રાફિકને સુધારવામાં મદદ કરશે. પીળા બોક્સ પટ્ટામાં નિકળી શકાય તેમ ન હોવા છતાં. પ્રવેશ કરશે તો તેને ઘણો મોટો દંડ ભરવો પડશે.
રોડ માર્કિંગ એ રસ્તા પર દોરવામાં આવેલી ક્રિસ-ક્રોસ લાઇનના પીળા ગ્રીડથી ભરેલું પીળું બોક્સ છે. આ રોડ માર્કિંગને બોક્સ જંકશન કહેવામાં આવે છે.
ટ્રાફિક નિયંત્રણ માટે ગ્રીડલોકને રોકવા માટે છે. ટ્રાફિક લાઇટ દ્વારા નિયંત્રિત થાય છે, પરંતુ હંમેશા નહીં. બહાર નીકળવું સ્પષ્ટ ન હોય ત્યાં સુધી પીળા બૉક્સમાં પ્રવેશ કરવો એ ગુનો છે. એક્ઝિટ રોડ અથવા લેન સ્પષ્ટ ન થાય ત્યાં સુધી બૉક્સમાં પ્રવેશવું જોઈએ નહીં. બોક્સની અંદર કતાર હોય, ટ્રાફિક લાઇટ લીલી હોવા છતાં , ટ્રાફિક લાઇટ બદલાય તે પહેલાં જંકશન સાફ કરવાનો સમય ન હોય તો પ્રવેશ કરવો નહીં.
પીળા પટ્ટા દોરેલા બોક્સ ટ્રાફિકની વધુ ભીડ, ફાયર અથવા એમ્બ્યુલન્સ સ્ટેશનની નજીક, ઇમરજન્સી વાહનોની અવરજવર થતી હોય ત્યાં દોરવામાં આવે છે. બૉક્સનો ઉદ્દેશ્ય જંકશનને ટ્રાફિક માટે સાફ રાખવાનો છે, ટ્રાફિક જામને અટકાવે છે. વાહન બોક્સમાં રોકાયા વિના જંકશનને પાર કરવો પડે છે. જો તેટલો સમય ન હોય તો સીગ્નલ પર વાહન રોકી રાખવું પડશે.
આગળના વાહનને અનુસરવું જોઈએ નહીં, સીગ્નલને અનુસરવું જોઈએ. અન્ય ડ્રાઇવરોને પણ તમારા પર બોક્સમાં પ્રવેશવાનું દબાણ ન કરવા દેવું જોઈએ. આ ભારે દંડ થશે.
ઇન્ડિયન રોડ કોંગ્રેસ કોડ મુજબ, યલો બોક્સનો નિયમ તોડવો એ ગુનો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા યલો બોક્સના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ માટે દંડ કરશે. અપરાધીઓને સ્ટોપ લાઇન ઓળંગવા અથવા ટ્રાફિક લાઇટ કૂદવા બદલ દંડ કરાશે. AMC અને શહેર ટ્રાફિક પોલીસ CCTV કેમેરામાં લગાવેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રોગ્રામ તૈયાર થઈ રહ્યો છે. યલો બોક્સના નિયમનું ઉલ્લંઘન કરતા વાહનોના નંબર પકડશે.
બેંગલુરૂં અને મુંબઈ જેવા શહેરોમાં દંડ થાય છે. ભારતના IT હબના ટ્રાફિક કોપ્સે એક પેનલ્ટી પ્રોગ્રામનું આયોજન કર્યું છે જે ઘણાને ભયથી કંપાવી દેશે. બેંગ્લોરે 2017માં પોલીસે નવીનતમ પ્રયાસ કર્યો હતો. ટુ-વ્હીલર પર રૂ. 500 અને ફોર વ્હીલર માટે રૂ. 700નો દંડ વસૂલશે. આમાં ખોટા પાર્કિંગ (રૂ. 100), સિગ્નલ જમ્પિંગ (રૂ. 100) અને ખતરનાક અને અવિચારી ડ્રાઇવિંગ (ટુ/ફોર-વ્હીલર માટે રૂ. 300/ રૂ. 500) માટેનો દંડ બેંગલુરુંમાં લેવાની શરૂઆત થઈ હતી.
થર્મો પેઈન્ટ
થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ પેઇન્ટ, જેને ગરમ ઓગળેલા માર્કિંગ પેઇન્ટ પણ કહેવાય છે, તે પાવડર પેઇન્ટનો પ્રકાર છે. જ્યારે રોડ સપાટીના ચિહ્નો તરીકે લાગુ પાડવામાં આવે છે, ત્યારે ગરમ ઓગળેલા કેટલનો ઉપયોગ 200 ° સે (392 ° ફે) તાપવા માટે થાય છે, તે પછી તે રસ્તાની સપાટી પર છંટકાવ કરવામાં આવે છે. વિશ્વમાં 1930 ના દાયકાના અંતમાં થર્મો પાવડરનો ઉપયોગ થવા લાગ્યો હતો.
થર્મોપ્લાસ્ટિક પાવડર પેઇન્ટમાં પોલિઇથિલિન – પોલીપ્રોપીલિન પાવડર કોટિંગ્સ, પોલિવિનાઇલ ક્લોરાઇડ પાવડર કોટિંગ્સ, નાયલોન પાવડર કોટિંગ્સ, પોલિટેટ્રાફ્લોરોઇથિલિન પાવડર કોટિંગ્સ અને થર્મોપ્લાસ્ટિક પોલિએસ્ટર પાવડર કોટિંગ્સ જેવા પ્રકારો છે. જે ઘરગથ્થુ વસ્તુઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
અમદાવાદ
ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ, કેટ આઇ, એનેમલ પેઇન્ટ અને મીડિયન માર્કર લાગાવાય છે. બમ્પ પરથી થર્મોપ્લાસ્ટ પેઇન્ટ જતો રહેતો હોવાથી મહિના પછી ચેકિંગ કર્યા બાદ 50 ટકા પેમેન્ટ કરવાનું નક્કી કરાયું છે. 7 વર્ષ પહેલાં બમ્પ પર પીળા અને સફેદ રંગના થર્મોપ્લાસ્ટ પટ્ટા લગાવવા રૂ.58 લાખનો ઠેકો સૂર્યા વોલ કેર કેમ પ્રા.લિ.ને 32 ટકાથી ઓછા ભાવે આપવામાં આવ્યો હતો.
2022માં રૂ.1 કરોડ 36 લાખનો અમદાવાદમાં પશ્ચિમ ઝોન , દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં થર્મોપ્લાસ્ટીક પેઇન્ટ , કેટ આઇ , એનેમલ પેઇન્ટ તથા સી.આર. બેઝ રોડ માર્કીંગ પેઇન્ટ, રસ્તા રીસરફેસ કરવાનું કામ અપાયું હતું.
સુરત
2022માં સુરત શહેરમાં પાલિકાએ 85 કિમીથી વધુ સાઇકલ ટ્રેક પર રૂ.3 કરોડના પેઇન્ટિંગ કરાવેલા હતા. સુરત-કામરેજ રોડ, કોરાટ બ્રિજ થી સીમાડા જંકશન-વનમાળી જંકશન સુધી રૂ.62 લાખના હોટ-થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરી ને સાઇકલ ટ્રેક બનાવવા નક્કી કરાયું હતું. અઠવા, ઉધના, રાંદેર, કતારગામ, લિંબાયત સહિતનાં ઝોનમાં 85 કિ.મી.ના સાઇકલ ટ્રેક બનાવવા હોટ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટિંગ કરાયું હતું. 12 કરોડથી વધુનો ખર્ચો થયો હતો.
રસ્તાઓ પર ટ્રાફિકના પટ્ટા-નિશાનીઓ પાછળ વર્ષે રૂ.15 કરોડનો ખર્ચ બે વર્ષ પહેલાં થયો હતો. રૂ. 1.17 કરોડ ખર્ચે કતારગામના વિવિધ રોડ પર હોટ થર્મોપ્લાસ્ટીક પેઈન્ટથી રોડ માર્કિગ પૅઇન્ટ કરવા તૈયારી કરાઈ હતી.
ગેરફાયદા
કોટિંગની કઠિનતા, નબળી શક્તિ, સંલગ્નતા નબળી, સબસ્ટ્રેટને સખત કરે, ખરાબ હવામાન પ્રતિકાર, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તાણ, ક્રેકીંગની સંભાવના; વધું તાપમાને નબળો પ્રતિકાર અને ભેજવાળી ગરમી માટે નબળો પ્રતિકાર કરે છે. રંગ સાથે ભેળસેળ કરવામાં આવતી હોવાથી તે એક વર્ષ ટકવાના બદલે એક મહિનો માંડ રહે છે. પછી તે ઝાંખા થવા લાગે છે.