આજે સતત 16માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામુલી વધારો થતા ઘરઆંગણે ઈંધણ મોંઘુ થઈ રહ્યુ છે. છેલ્લા 16 દિવસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 8.30 તથા ડીઝલમાં રૂ. 9.45નો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલમા 33 પૈસા તો ડીઝલમાં 57 પૈસા વધ્યા છે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ આજે વધીને 79.56 થયો છે તો ડીઝલનો ભાવ 78.85 થયો છે. સતત 16મા દિવસે બન્ને ઈંધણ મોંઘા થયા છે. છેલ્લા 16 દિવસમાં ડિઝલનો ભાવ 9.45 વધ્યો છે તો પેટ્રોલનો ભાવ રૂ. 8.30 વધ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 86.36, ચેન્નઈમાં 82.87, કોલકતામાં 81.27 થયો છે.
જ્યારે ડીઝલનો ભાવ મુંબઈમાં 77.24, ચેન્નઈમાં 76.30 અને કોલકતામાં 74.14નો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચે અંતર 1 રૂપિયો કે તેથી ઓછુ રહ્યુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ 7 જૂનથી સતત વધી રહ્યા છે. પેટ્રોલમાં ટેકસનો હિસ્સો 50.69 રૂ. પ્રતિ લીટર છે. કેન્દ્ર સરકારે ક્રૂડ ઘટતા એકસાઈઝ ડયુટી અને રાજ્યોએ વેટ વધારી દીધેલ. હવે ક્રૂડના ભાવ વધી રહ્યા છે તો ઓઈલ કંપનીઓ તેને અનુરૂપ ભાવ વધારી રહી છે હવે કેન્દ્ર એકસાઈઝ ડયુટી અને રાજ્ય વેટ ઘટાડે તો જ ઈંધણ સસ્તુ થઈ શકે છે