સોશયલ મીડિયા કંપની Twitterને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, Twitter ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે Twitter તરફથી જાણીજોઈને કરવામાં આવેલી કોશિશની જેમ જોઈ રહ્યું છે. સંસદમાં પાછલા વર્ષે ઓગષ્ટમાં લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હતું. લેહમાં તેનું મુખ્યાલય છે.
સરકારે સોમવારે Twitterને નોટીસ આપીને પાંચ દિવસની અંદર જવાબ માંગ્યો છે. એ પહેલા લેહને ચીનનો ભાગ દેખાડ્યો હતો. જ્યારે Twitterના સંસ્થાપક જેક ડોર્સીને નોટીસ મોકલવામાં આવી હતી. સુચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે Twitterના ગ્લોબર વાઈસ પ્રેસીડન્સને મોકલવામાં આવેલી નોટીસમાં પુછ્યું છે કે, ખોટા નકશા દેખાડીને ભારતની ક્ષેત્રીય સંપ્રભુતાનં અપમાન કરવા માટે Twitter અને તેના પ્રતિનિધિઓ પર કાયદાકીય પ્રક્રીયા શા માટે કરવામાં ન આવે.
જો કે, સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે કેન્દ્રશાસિત પ્રદેશ ટૈગ દેખાડવા પર કામ ચાલી રહ્યું છે અને તે નવેમ્બરના અંતસુધીમાં થઈ જશે. આઈટી મંત્રાલય આ મામલાના ગંભીર માની હી છે અને મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ 21 ઓક્ટોમ્બરના રોજ ડોર્સીને લખ્યું હતું કે જ્યારયે લેહને ટ્વિટરે ચીનનો ભાગ જણાવ્યો હતો ત્યારે આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો પરંતુ લેહને જમ્મુ અને કાશ્મીરનો ભાગ બતાવવામાં આવી રહ્યો છે. સાહનીએ ડોર્સીને ભારતની સંવેદનશીલતાઓનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં સરકારે Twitter પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાનગી વેબસાઈટ સાથે જોડાયેલા એકાઉન્ટને હેક થવા પર જવાબ માંગ્યો હતો.