UNSCમાં ચીન-પાકિસ્તાનનું નાક કપાયું, જમ્મુ-કાશ્મીર મામલે 10માંથી માત્ર 1 જ મત મળ્યો

ઇન્ટરનેશનલ,તા:૧૬ ,ભારતનો વિરોધ કરવા દુનિયાભરમાં જઇ આવ્યાં તેમ છંતા કોઇ દેશે પાકિસ્તાનને મદદ ન કરી અને નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન સાથે ચીન પણ અવળચંડાઇ કરવા ગયું અને બંને દેશોના નાક કપાઇ ગયા, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાં બાદની સ્થિતિ મામલે બંધ બારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક યોજાઈ હતી. ચીનની માંગ પર આ બેઠક યોજાઇ હતી, જેમાં સ્થાયી સભ્ય દેશોમાં ચીનને બાદ કરતા બાકીના તમામ દેશ રશિયા, ફ્રાંસ, અમેરિકા અન્ને બ્રિટને પાકિસ્તાનને જાકારો આપ્યો છે, સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની આંતરીક બાબત છે, જેથી તેમાં ત્રીજા પક્ષની દખલગીરી જરૂરી નથી.

કાશ્મીર મામલે થયેલા મતદાનમાં 10માંથી માત્ર એક જ દેશે પાકિસ્તાન તરફી મતદાન કર્યું હતુ, 10 અસ્થાયી દેશોમાં એક માત્ર પોલેન્ડે જ ભારતની વિરુદ્ધમાં મતદાન કર્યું હતુ, જ્યારે બેલ્જીયમ, જર્મની, ઈન્ડોનેશિયા, કુવૈત,પેરૂ અને સાઉથ આફ્રિકા સહિતના દેશોએ ભારતની તરફેણમાં મતદાન કર્યું હતુ.