ગો બેક અમેરિકા – ખેડૂતોનું સૂત્ર, દેશ વ્યાપી આંદોલનની તૈયારી US agricultural imports affect 30 percent of Gujarat’s farmers US एग्रीकल्चरल इंपोर्ट से गुजरात के 30 परसेंट किसान प्रभावित
કપાસ, બટાટા, સોયાબિન, મકાઈ પકવતાં ખેડૂતો બરબાદ થઈ શકે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2026
અમેરિકાના કૃષિ અને કૃષિ આધારિત ઉત્પાદનોને આયાત માટે શુન્ય ટેરિફ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં ગુજરાતના 56 લાખ ખેડૂતોમાંથી 30 ટકા ખેડૂતોને સીધી અસર તેના ઉત્પાદનોના કારણે થવાની પૂરી શક્યતા છે. જેમાં બટાટા, કપાસ પકવતાં ખેડૂતો, મગફળી તેલ, મકાઈ, સોયાબિન અને તેનું તેલ છે. ચોખામાં આયાત થાય એવી શક્યતાં ઓછી છે. ફળના બગીચાઓને અસર કરી શકે છે.
ગુજરાતની 99 લાખ હેક્ટર જમીન પર 1થી 3 ઋતુના પાક લેવાય છે. ગુજરાતના 30થી 35 ટકા ખેતીને અમેરિકન આયાત અસર કરી શકે છે.
તેથી ગુજરાતની ખેડૂત સંકલન સમિતિ દેશના ખેડૂત સંગઠનો સાથે મળીને આંદાલનની તૈયારી કરી રહ્યાં છે. એમ સંકલન સમિતિના ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 2024-25ના પ્રથમ આગોતરા અંદાજ મુજબ રાજ્યના મુખ્ય પાકોનું ઉત્પાદનમાં કપાસ 170 કિલોની એક એવી 60 લાખ ગાંસડી પેદા થઈ શકે છે. મગફળીનું ઉત્પાદન અંદાજે 58 લાખ ટન. ચોખાનું 22.32 લાખ ટન. મકાઈનું 5.81 લાખ ટન. બાજરીનું વાવેતર 1.66 લાખ હેક્ટરમાં છે, સરેરાશ ઉત્પાદન હેક્ટરે 1,786 કિગ્રા છે. કઠોળનું વાર્ષિક ઉત્પાદન 20 લાખ મેટ્રિક ટન છે.
મકાઈ
અમેરિકા મકાઈ મોટા પ્રમાણમાં ઠાલવી શકે છે. મકાઈ 9 લાખ 70 હજાર ટન – 4 ટકા જમીન પર પાક ગુજરાતમાં થાય છે.
વાવેતર વિસ્તાર અંદાજે 2.85 લાખ હેક્ટરથી 2.87 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. હેક્ટર દીઠ ઉત્પાદકતા 2,022 કિગ્રા છે.
ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં થાય છે, જ્યાં તે મુખ્ય ખોરાકી પાક છે.
2024-25 માટે મકાઈના MSP રૂ. 2,225 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે
સોયાબીન
સોયાબીન હવે કપાસ અને મગફળીના વૈકલ્પિક રોકડિયા પાક તરીકે ખેડૂતો વાવી રહ્યા છે. સસ્તી ખેતી અને પશુઓના ત્રાસથી સુરક્ષિત છે. રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ છે.
તેલીબિયાં પાક સોયાબીન 4 લાખ 40 હજાર ટન – 1 ટકા જમીન પર પાક લેવાય છે. 2023-24માં 3.68 લાખ ટન હતું.
વાવેતર 3 લાખ હેક્ટર છે. 5 વર્ષમાં બમણી ખેતી થવા લાગી છે.
જૂનાગઢમાં 58,300 હેક્ટર.
અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ અને છોટાઉદેપુર પણ મહત્વના કેન્દ્રો છે.
કપાસ
કપાસ 66 લાખ ગાંસડી છે. અગાઉ 1.20 કરોડ ગાંસડી કપાસ થતો હતો. 25 ટકા જમીન પર કપાસ પાકે છે. 56 લાખ ખેડૂતોમાંથી લગભગ 30 ટકા ખેડૂતો કપાસ પકવે છે.
ગુજરાત રાજયના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 6 ટકા હિસ્સો કાપડ ઉદ્યોગ ધરાવે છે. દેશના કુલ કપાસના ઉત્પાદનમાં ગુજરાત આયાત 35 ટકા અને નિકાસમાં 60 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ડેનિમના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે તથા ભારતમાં 65થી 70 ટકાના ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે છે.
ગુજરાતમાં કપાસ ઉદ્યોગના 860થી એકમો છે. ગુજરાતમાં લઘુ ઉદ્યોગક્ષેત્રના 24 થી 28 ટકા મૂડીરોકાણ ઉત્પાદનની કિંમત રોજગારી કાપડ ઉદ્યોગમાં છે.
કાપડ ઉદ્યોગ ભારતનો જૂનામાં જૂનો ઉદ્યોગ છે. જે ગુજરાતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં 1960ના સમયગાળા સુધી ઔદ્યોગિક ક્ષેત્રે કાપડ તથા તેને સંલગ્ન ઉદ્યોગનું પ્રાધાન્ય વધુ જોવા મળતું હતુ.
ગુજરાત રાજયમાં 118 કાપડની મિલો આવેલી છે. જે પૈકી 67 મિલો અમદાવાદમાં આવેલ છે. જે દેશમાં સૌથી વધારે છે. ગુજરાતની 118 મિલો પૈકી 91 મિલો સ્પિનિંગ અને વિવિંગની છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ભરૂચ, પેટલાદ વગેરે મહત્વના કાપડ ઉદ્યોગના કેન્દ્રો છે.
ભારતમાં 1000થી પણ વધુ કાપડની મિલો આવેલી છે. જે પૈકી લગભગ 700 કાંતણ મિલો તથા બાકીની કાંતણ તથા વણાટકામ કરતી મિલો છે. ભારતમાં સૌથી વધારે કાપડ ઉદ્યોગોનો વિકાસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયો છે. ત્યારબાદ તામીલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન તથા કર્ણાટકમાં છે.
અમેરિકામાં કપાસની ઉત્પાદકતા અંદાજે 960 કિગ્રા પ્રતિ હેક્ટર છે.
આમ ગુજરાતમાં અમેરિકાના કપાસની મોટી આયાત થાય તો ખેડૂતો પાયમાલ થઈ શકે છે. આમેય 1 કરોડ 10 લાખ ગાંસડી એક સમયે ગુજરાતમાં થતો હતો હવે 60 લાખ ગાંસડી કપાસ 2026-27ના અંદાજોમાં થવાની ધારણા છે.
કપાસિયાનું તેલ
119થી 125 કરો઼ડ કિલો કપાસ પાકે છે. 70 કરોડ કિલો કપાસિયામાંથી 10થી 15 કરોડ કિલો કપાસિયા તેલ નિકળે છે. તેલ કાઢવા માટે મોટી આયાત થાય છે.
કપાસના પાકમાંથી 33%થી 38% રૂ નિકળે છે. કપાસના વજનના અંદાજે 62% થી 67% કપાસિયા નીકળે છે.
કપાસિયા બીમાંના કુલ વજનના અંદાજે 13% થી 20% તેલ નીકળે છે. તેલ નીકળ્યા બાદ બાકી વધતો 80% થી 85% ભાગ કપાસિયા ખોળ નિકળે છે જે પશુ આહારમાં વપરાય છે.
ભારતમાં કપાસિયા તેલની 96 બ્રાન્ડ્સમાંથી 70 બ્રાન્ડ્સ ગુજરાતમાં છે. ભારતનું 63% કપાસિયા તેલ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઉત્પાદિત થાય છે. રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કડી, મહેસાણામાં 900 કપાસીયા-મગફળીની મિલો છે.
આમ જો અમેરિકાથી કપાસ આયાત થાય તો ગુજરાતની કપાસિયા ઓઇલ મિલ 60 ટકા બંધ થઈ ગઈ છે. જે વધારે બંધ થવાની પૂરી શક્યતા છે.
બટાટા
ગુજરાતમાં બટાટા 54.50 લાખ ટન – 1.75 ટકા જમીન પર પાકે છે. ગુજરાતના ખેડૂતો હેક્ટરે 30 ટન અને અમેરિકાના ખેડૂતો 51 ટન બટાટા એક હેક્ટરે પેદા કરે છે. તેથી અમેરિકા બટાટા મોકલે તો ગુજરાતને ભારે મોટું નુકસાન થઈ શકે છે.
બટાટાના ઉત્પાદન અને પ્રોસેસિંગ (પ્રક્રિયા) બંનેમાં ભારતમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં બટાટા આધારિત ઉદ્યોગો બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટમાં બટાટા પ્રોસેસિંગનું હબ બની ગયું છે. બનાસકાંઠાનું ડીસા એશિયામાં બટાટાના સંશોધન અને ઉત્પાદન માટે જાણીતું છે, જ્યાંથી દેશ-વિદેશમાં બટાટાની નિકાસ થાય છે.
વિશ્વની કંપનીઓ જેવી કે McCain Foods, HyFun Foods છે. જ્યારે ગુજરાતની Iscon Balaji Foods, Balaji Wafers ના મોટા પ્લાન્ટ્સ ગુજરાતમાં આવેલા છે.
25% લગભગ 11.50 લાખ ટન બટાટા સીધા પ્રોસેસિંગ ઉદ્યોગોમાં વપરાય છે. પ્રોસેસ થયેલા બટાટામાંથી આશરે 60% વેફર્સ/ચિપ્સ બનાવવા માટે અને 40% ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે વપરાય છે.
બટાટાના સંગ્રહ માટે રાજ્યમાં 500 કોલ્ડ સ્ટોરેજ છે.
બે મોટી કંપનીઓ બાદ બીજી અમેરિકાન કંપનીઓ બજાર પર કબજો કરશે.
ઉત્પાદકતા – વિશ્વની સરેરાશ ઉત્પાદકતા વર્ષ 2024-25માં 22.9 ટન પ્રતિ હેક્ટર છે.
ન્યુઝીલેન્ડ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદકતા 50.9 ટન પ્રતિ હેક્ટર છે.
અમેરિકામાં હેક્ટરે ઉત્પાદકતા 49.1થી 51.4 ટન છે.
ડેનમાર્કમાં 44.2 ટન પ્રતિ હેક્ટર.
ભારતમાં 24 થી 25.8 ટન ગુજરાતમાં બનાસકાંઠામાં ઉત્પાદકતા 30.65 ટન પ્રતિ હેક્ટર છે.
ચોખા
અમેરિકાથી ચોખા નહીં આવે પણ ગુજરાતને ચોખાની નિકાસમાં હંમેશની જેમ ફટકો પડશે.
ચોખાનું ઉત્પાદન 17 લાખ ટન – 9 ટકા જમીન પર પાકે છે. ઉત્પાદકતા 2.538 ટન છે. જે ભારત કરતાં પણ નીચી છે. વિશ્વની ઉત્પાદકતા કરતાં 50 ટકા અને ઓસ્ટ્રેલિયા કરતાં સાડા ત્રણ ગણી ઓછી છે. તેથી ગુજરાતમાં નિકાસનો કોઈ લાભ મળી શકે એમ નથી.
2024-25 માટે વિશ્વમાં ચોખાનું કુલ ઉત્પાદન 535 મિલિયન મેટ્રિક ટનનો અંદાજ છે. જેમાં ભારત 150 મિલિયન મેટ્રિક ટન, ચીન 145.28 મિલિયન મેટ્રિક ટન ઉત્પાદન કરે છે.
વિશ્વમાં ચોખાની સરેરાશ ઉત્પાદકતા 4.3 ટન પ્રતિ હેક્ટર છે. ઓસ્ટ્રેલિયામાં 8.64 ટન, મેક્સિકો 7 ટન, જાપાન 5.15 ટન, ભારત 3.2 ટન પ્રતિ હેક્ટર પેદા કરે છે.
ઘઉં
ઘઉં 48.55 લાખ ટન – 14 ટકા જમીનમાં પાક લેવાય છે. ગુજરાતની 2024ના આંકડા મુજબ ઉત્પાદકતા 3,027 કિગ્રા એક હેક્ટરે હતી. ઘઉંની આયાત અમેરિકાથી કરવી મોંઘી પડી શકે છે. તેથી તે બજાર નહીં દબાવી શકે.
ભારતની સરેરાશ ઉત્પાદકતા 2024-25માં 3,595 કિગ્રા પ્રતિ હેક્ટર છે. પંજાબમાં 5,045 કિગ્રા, હિયાણામાં 4,723 કિગ્રા હેક્ટરે પેદા કરે છે. જેની સામે ગુજરાતના ખેડૂતોને ઘઉં મોંઘી પડતર કિંમતે પેદા થાય છે.
ભારતમાં ઘઉંનું ઉત્પાદન 117.95 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.
વર્ષ 2024-25માં વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન અંદાજે 800થી 842 મિલિયન મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે.
ચીનમાં 140.1 મિલિયન મેટ્રિક ટન છે જે વિશ્વના 18% છે. ભારત ઉત્પાદનમાં બીજા ક્રમે 113.29 થી 117.95 મિલિયન મેટ્રિક ટન કે જે 14% છે. અમેરિકા 53.65, કેનેડા 34.96 છે.
ન્યુઝીલેન્ડમાં 10 ટન, નેધરલેન્ડ અને આયર્લેન્ડ 9.2થી 9.4 ટન, યુનાઇટેડ કિંગડમ 8 થી 8.33 ટન, અમેરિકા 3.5 થી 3.6 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. ભારતની સરેરાશ ઉત્પાદકતા 3.5થી 3.6 ટન પ્રતિ હેક્ટર છે. વિશ્વના કુલ ઘઉંના ઉત્પાદનનો લગભગ 42.4% હિસ્સો માત્ર ચીન, ભારત અને રશિયા દ્વારા આપવામાં આવે છે.
ગુજરાતમાં કૃષિ આધારિત ઉદ્યોગો
ગુજરાતના મુખ્ય કૃષિ આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ (ટેક્સટાઈલ), ખાંડ, ખાદ્ય તેલ અને ડેરી ઉદ્યોગ મોખરે છે.
30,000 ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે. ગુજરાત કૃષિ વ્યવસાય અને નિકાસ પ્રોત્સાહન નીતિમાં 5,000 નવા એગ્રી-બિઝનેસ એકમોને સહાય આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
એગ્રી-ટેક માર્કેટ:
ગુજરાતનું એગ્રી-ટેક માર્કેટ વર્ષ 2025 સુધીમાં $3 બિલિયન (અંદાજે ₹25,000 કરોડ) સુધી પહોંચવાની ધારણા છે.
45 ડેરી પ્લાન્ટ આવેલા છે.
560 કોલ્ડ સ્ટોરેજ અને ફિશ પ્રોસેસિંગ એકમો છે.
3,300 ફાર્માસ્યુટિકલ એકમો છે, જેમાંથી ઘણા કૃષિ આધારિત કાચા માલનો ઉપયોગ કરે છે.
ગુજરાતમાં ઔદ્યોગિક ઉત્પાદન રૂપિયા કરોડમાં
1960-61 3668
1970-71 1137
1980-81 7160
1990-91 27593
1992-93 41429
1993-94 46904
1994-95 62039
1995-96 84808
1996-97 87229
1997-98 110899
1998-99 113191
1999-00 118551
2000-01 127977
2001-02 147550
2002-03 182700
2003-04 207334
2004-05 260749
2005-06 307955
2006-07 372581
2007-08 448243
2008-09 508088
2009-10 642658
2010-11 806784
2011-12 998413
2012-13 1116395
2013-14 1230642
યુ.એસ. કૃષિ ક્ષેત્ર પર દબાણ
સૌથી વધુ સરકારી સહાય 2020 માં પ્રાપ્ત થઈ હતી.
યુ.એસ. કૃષિ ક્ષેત્ર ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે. સોયા, મકાઈ અને ઘઉં સહિતના દેશના કેટલાક મુખ્ય પાક માટે ઉચ્ચ ઇનપુટ અને ઉત્પાદન ખર્ચ, નીચા કોમોડિટી ભાવો સાથે, આ પાક માટે નીચા અથવા નકારાત્મક નફા માર્જિન અને નીચી ચોખ્ખી ખેતી આવકના અંદાજોમાં ફાળો આપે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની વેપાર અને ઇમિગ્રેશન નીતિ કૃષિ ક્ષેત્ર સામેના પડકારો અને આર્થિક અનિશ્ચિતતાને વધારી રહી છે.
આ સંદર્ભમાં, ટ્રમ્પ વહીવટીતંત્ર ખેડૂતોને અબજો ડોલરની વધારાની સહાય પૂરી પાડવાનું વિચારી રહ્યું છે. જો કે, ભંડોળનો સ્ત્રોત અસ્પષ્ટ છે, અને સરકારી શટડાઉન વચ્ચે આનો ઉકેલ લાવવો મુશ્કેલ છે.
કૃષિ નિકાસ યુએસ કૃષિ ઉત્પાદનના મૂલ્યના 20% થી વધુ હિસ્સો ધરાવે છે. સોયાબીન, મકાઈ અને ઘઉં જેવી જથ્થાબંધ ચીજ વસ્તુઓ મૂલ્યની દ્રષ્ટિએ સૌથી મોટી નિકાસ છે.
સરકારી સહાયને બાદ કરતા, ચોખ્ખી ખેતી આવક 2025 સુધી સ્થિર રહેવાનો અંદાજ છે.
2023 અને 2024માં કોમોડિટી વેચાણમાંથી વાસ્તવિક ખેતી આવકમાં ઘટાડો થયો.
2025માં પણ આવું જ થયું છે. તેથી સબસીડી આપવી પડશે.
ખેતીનું દેવું રેકોર્ડ સ્તરે છે, 2025 માં કુલ ખેતીનું દેવું વધીને $386.4 બિલિયન થવાનો અંદાજ છે.
ઊંચા વ્યાજ દરોને કારણે નાણાં ઉધાર લેવાનો ખર્ચ વધ્યો છે, અને 2025 માટે ખેતી કામગીરીનો કુલ વ્યાજ દર ખર્ચ 2023 કરતા 17.7 ટકા વધુ હોવાનો અંદાજ છે.
નાદારી વધી રહી છે:
2025ના પહેલા ભાગમાં 181 ખેતી નાદારી સાથે, નાદારી 2024 માટે 216 ના આંકડાને વટાવી જવાની ગતિએ છે.
ટેરિફના કારણે ઘણા ખેતીના ઇનપુટ્સનો ખર્ચ વધ્યો છે. ટ
૧૯૭૪ના યુએસ ટ્રેડ એક્ટની કલમ ૩૦૧ દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ ચીની આયાત પર પણ ટેરિફ લાદ્યા છે; અને તેણે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ યુનિવર્સલ ટેરિફ લાદ્યા છે – એક એવો અધિકાર જેને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા વિચારણા હેઠળ છે.
ટેરિફ કાર્યવાહીના પરિણામે, ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં કૃષિ ઇનપુટ પર સરેરાશ અસરકારક ટેરિફ દર ૧ ટકાથી વધીને ૧૨ ટકા થયો.
ટ્રેક્ટર અને અન્ય કૃષિ મશીનરી અને ભાગો પર સરેરાશ અસરકારક ટેરિફ દર અનુક્રમે શૂન્યથી વધીને ૧૬ ટકા અને ૧૩ ટકા થયો.
યુ.એસ. કૃષિ નિકાસમાં ઘટાડો થયો છે – ખાસ કરીને સોયાબીન.
કૃષિ નિકાસ યુ.એસ. કૃષિ ઉત્પાદનના મૂલ્યમાં 20 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જેમાં સોયાબીન, મકાઈ અને ઘઉં જેવી જથ્થાબંધ ચીજવસ્તુઓ મૂલ્યની દ્રષ્ટિએ અગ્રણી કૃષિ નિકાસ ઉત્પાદનો છે.
પ્રથમ ટ્રમ્પના ટેરીફના કારણે વિદેશોએ યુ.એસ. ટેરિફનો જવાબ વેપાર કાર્યવાહી સાથે આપ્યો હતો, જેના કારણે યુ.એસ. નિકાસ પર અસર પડી હતી. કૃષિ પર અસર પડી છે.
જેમાં યુ.એસ. સોયાબીન ઉત્પાદકોને સૌથી વધુ અસર પડી છે. ચીન યુ.એસ. સોયાબીનનો ટોચનો 50 ટકા ખરીદદાર રહ્યો છે.
ચીને સપ્ટેમ્બરમાં યુ.એસ. પાસેથી 3.5 મિલિયન ટન સોયાબીન ખરીદ્યું ન હતું.
બ્રાઝિલ અને અર્જેન્ટીના પાસેથી ચીન સોયાબીન કરીદી રહ્યું છે.
તેથી યુ.એસ. કૃષિ નિકાસમાં અનિશ્ચિતતા વધી છે.
ગેરકાયદે રહેતાં ઇમિગ્રેશન પર પ્રતિબંધથી અમેરિકાની કૃષિ ક્ષેત્રમાં મજૂરની અછતને વધારી શકે છે.
જેમાં શાકભાજી, ગ્રીનહાઉસ અને ફળો અને બદામ જેવા ખાસ પાકોમાં ગેરકાયદે રહેકતાં કામદારો વધારે છે.
કૃષિ રોજગાર ઘટી રહ્યો છે. 2025માં નકારાત્મક હતા, જેમાં 155,000નો ઘટાડો થયો હતો. પરિણામે ક્ષેત્રનું ઉત્પાદન ઓછું થશે અને કિંમતો વધુ થશે.
સહાય
2019 માં, સરકારે કોમોડિટી ક્રેડિટ કોર્પોરેશન (CCC) નો ઉપયોગ કરીને વિદેશી ટેરિફથી પ્રભાવિત ખેડૂતોને $28 બિલિયનની રાહત પૂરી પાડી હતી, જે સામાન્ય રીતે કૃષિ ઉદ્યોગને ટેકો આપવા માટે $30 બિલિયન ઉધાર ક્ષમતા આપવામાં આવે છે.
ખેતરોને રોકડ ચુકવણી પૂરી પાડે છે; ખાદ્ય ખરીદી અને વિતરણ કાર્યક્રમ, જે સરપ્લસ ઉત્પાદન ખરીદે છે અને વિતરણ કરે છે; અને વેપાર પ્રમોશન કાર્યક્રમ, જે વિદેશમાં નવા નિકાસ બજારો બનાવવા માટે ભંડોળ પૂરું પાડે છે.
2025 માટેના અંદાજિત આંકડાઓ અનુસાર, ખેડૂતોની ચોખ્ખી રોકડ આવકનો 22.4 ટકા ફેડરલ કાર્યક્રમોમાંથી આવશે, જેમાં આપત્તિ સહાય અને વીમાનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર સોયાબીનના ખેડૂતોને કૃષિ ક્ષેત્ર માટે $10-14 બિલિયન પેકેજ પર વિચાર કરી રહ્યું છે.
સહાય બજેટમાં કાપના કારણે $4 બિલિયન ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વહીવટીતંત્રને ભંડોળ માટે અન્યત્ર જોવાની ફરજ પડી.
૨૦૨૨ માં, ૨૨.૧ મિલિયન પૂર્ણ- અને અંશકાલિક નોકરીઓ કૃષિ અને ખાદ્ય ક્ષેત્રો સાથે સંબંધિત હતી – કુલ યુ.એસ. રોજગારના ૧૦.૪ ટકા.
આ નોકરીઓમાંથી લગભગ ૨.૬ મિલિયન અથવા યુ.એસ. રોજગારના ૧.૨ ટકા માટે સીધી ખેતી પરની રોજગારીનો હિસ્સો હતો.
કૃષિ અને ખાદ્ય-સંબંધિત ઉદ્યોગોમાં રોજગારીએ અન્ય ૧૯.૬ મિલિયન નોકરીઓને ટેકો આપ્યો. આમાંથી, ખાદ્ય સેવાઓ, ખાવા-પીવાના સ્થળોએ સૌથી મોટો હિસ્સો – ૧૨.૭ મિલિયન નોકરીઓ – અને ખાદ્ય/પીણાની દુકાનોએ ૩.૩ મિલિયન નોકરીઓને ટેકો આપ્યો. બાકીના કૃષિ-સંબંધિત ઉદ્યોગોએ મળીને અન્ય ૩.૫ મિલિયન નોકરીઓ ઉમેરી.
મુખ્ય ખેત પેદાશ
મિલિયન ટન
ખેત પેદાશ – 2003 – 2023
મકાઈ 256.0 354.0
ગાયનું દૂધ – 77.0 – 91.0
સોયાબીન – 67.0 – 89.0
ઘઉં – 64.0 – 58.0
બટાટા – 20.8 – 19.8
ચીકન માંસ – 14.7 – 17.4
બકરી માંસ – 12.0 – 11.7
ટામેટા – 11.4 – 12.6
જુવાર – 10.4 – 9.9
સંતરા – 10.4 – 7.6
ભુંડનું માંસ – 9.1 – 10.5
ચણા-ધાન્ય – 9.1 – 8.6
કપાસીયા – 6.0 – 5.6
દ્રાક્ષ – 5.9 – 7.7
ઈંડા – 5.2 – 5.6
કપાસ બેલ – 4.0 – 2.8
સફરજન – 3.9 – 4.1
4 કંપનીઓનો અમેરિકાની બજાર પર કબજો
કપાસીયા 90 ટકા
બીફ – 85 ટકા
મકાઈ – 80 ટકા
સોયાબીન – 80 ટકા
ગ્રોસરી – 69 ટકા
વિશ્વમાં ખેતી – 62 ટકા
ખેતીની મશીનરી – 61 ટકા
મરઘા પાલન – 60 ટકા
ગુજરાતી
English





