અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા. આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્યા હતા.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
તેમને કોરોના પોઝિટિવ આવવા ઉપરાંત તેમનાં પત્ની મેલાનિયાને પણ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ પ્રગટ થયા હતા. હવે ઓછામાં ઓછા 14 દિવસ ટ્રમ્પ જાહેરમાં ફરી નહીં શકે કે ચૂંટણી પ્રચાર કરી નહીં શકે. તેમણે મિનિમમ 14 દિવસ ક્વોરંટાઇનમાં રહેવું પડશે. અત્રે એ યાદ કરવા જેવું છે કે અમેરિકામાં કોરોના ફેલાયો એ પરિસ્થિતિને હલ કરવામાં ટ્રમ્પના વહીવટી તંત્રે જે ગફલો કર્યો એની આકરી ટીકા દુનિયાભરના મિડિયાએ કરી હતી.
ટ્રમ્પ પોતે લાંબા સમયથી માસ્ક વિના જાહેરમાં ફરતા હતા. લાંબો સમય એમના આ વર્તનની ટીકા થઇ ત્યારબાદ તેમણે માસ્ક પહેરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના બહુ જ નજીકના મહિલા સહયોગી હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સિલર હોપ હિક્સે તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લીધો હતો.