વડોદરામાં BJP નેતાની પત્નીએ કહ્યું, રામ નામે પથ્થર તર્યા, મોદીજી નામે તકસાધુ

*વડોદરા માં વિધાયક ની સામે ભાજપા કાર્યકર્તા પત્ની ના બગાવતી તેવર ..!
*વડોદરા ના અકોટા ના ધારાસભ્ય ની સામે કર્મનિષ્ઠ રાજપૂત ભાજપા કાર્યકતા ની પત્ની એ વિરોધ ની તલવાર ખેંચતા રાજકારણ ગરમાયુ.
*ભાજપા ના સક્રિય કાર્યકર્તા શૈલેન્દ્ર ઠાકોર ની ગત ચૂંટણી માં કાઉન્સીલર ની ટીકીટ કાપી ને સીમાબેને શિક્ષણ સમિતિ નું ગાજર બતાવ્યું હતું ,
વધુ માં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટા સાથે શૈલું ઠાકોર ના પર્સનલ સંબંધને લઇને અગાઉ બેનર વિવાદ ના મુદ્દે પણ સીમાબેન ને વાંધો હતો .. !
*આવતી કાલે સાંજે વિરોધ નું વાવાઝોડું ભાજપા કાર્યાલય પોહચે તેવી જાહેરાત.
આખરે શૈલું ઠાકોર ને શિક્ષણ સમિતિ માં પણ સ્થાન નહીં મળતા પીનલ ઠાકોર ની ધીરજ ખૂટી..
ઉપરોક્ત ચોંકાવનારા ગંભીર આક્ષેપો સાથે શૈલું ઠાકોર ની પત્ની પીનલ ઠાકોર એ કર્યો વિરોધ.

વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં ભાજપના નેતા શૈલેન્દ્ર સિંહ ઠાકોરને સ્થાન ન મળતા તેમના પત્ની પીનલ ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પીનલ ઠાકોરે ધારાસભ્ય સીમા મોહિલે પર ગંભીર આક્ષેપો કર્યા છે.

પીનલ ઠાકોરે તેમના ફેસબૂક પર એક પોસ્ટ કરી હતી કે, ખૂબ-ખૂબ અભિનંદન વડોદરાના અમુક તકસાધુ નેતાઓને. વાપરવા બેંકના પૈસા. ફરવા મર્શિડીશ ગાડી રહેવા ઘર. આ બધું સેવાના નામે મેવા.વાહ,વાહ, વાહ, રામજીના નામે પથ્થર તર્યા. મોદીજીના નામે તકસાધુ નેતાઓ. મોદીજી પર સંસ્કારી નગરી એ વિશ્વાસ મુક્યો હતો એ પથ્થર આવા તકસાધુ નેતાઓ દુબાડશે. #મિશન_2022

પીનલ ઠાકોરે વીડિયોમાં જણાવ્યું હતું કે, હું મારી નારાજગી વ્યક્ત કરું છું. મારા પતિને છેલ્લા બે ટર્મથી ટિકિટ આપવામાં આવતી હતી. આ વખતે તેમને ટિકિટ ન આપવામાં આવતા અમે અપક્ષ ફોર્મ ભરવા માટે જતા હતા. ત્યારબાદ સીમા મોહિલે મારા ઘરે આવ્યા. મારા પતિને મનાવ્યા. જે દિવસે અપક્ષમાં ફોર્મ ભરવાનું હતું તે દિવસે પણ તેઓ પોતાની કારમાં તેમની સાથે ફર્યા. મારા પતિએ એકલા છોડ્યા નહીં. તેમણે મને કહ્યું હતું કે, શિક્ષણ સમિતિમાં તમને સ્થાન મળશે. પણ શિક્ષણ સમિતિમાં પતિનું નામ કપાયું છે. ભાજપમાંથી કોણ કેવી રીતે ટિકિટ લાવ્યું છે તે બધી મને ખબર છે. તેના વિષે મારે કઈ કરવું નથી. તે આખી દુનિયામાં જગજાહેર છે. મારા પતિએ વડોદરામાં શું કાર્યો કર્યા છે તે આખું વડોદરા જાણે છે. તેમણે અત્યાર સુધીમાં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી.

મણે વધુમાં જણાવ્યું હતું કે, મારું કહેવું એવું છે કે, ધારાસભ્ય કોણ છે સીમાબહેન મોહિલે કે પછી અક્ષયભાય? આપણે પાર્ટીમાં આવ્યા અને કોની સાથે સંબધ રાખવા અને કોની સાથે સંબંધ ન રાખવા તે પાર્ટી નક્કી કરશે કે પછી ધારાસભ્ય આપણને કહે તેની સાથે આપણે સંબંધ રાખવાના. અમારે કોની સાથે સંબંધ રાખવા છે કોની સાથે નથી રાખવા તે અમેં નક્કી કરીશું. તમારે નક્કી કરવાનું નથી. તમે તમારા કામથી મતલબ રાખો. પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તો તમે કહો.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, હું નારાજગી વ્યક્ત એટલે કરી રહી છું કે, મારા પતિની ટિકિટ શા માટે કાપવામાં આવી. શું અમે માધ્યમ વર્ગના છીએ એટલે કે પછી 25-50 લાખ રૂપિયા ન આપી શક્યા એટલે. કે પછી અમે ક્ષત્રીય છીએ એટલે. સીમા બહેને ક્ષત્રીયને છેતરવાનું કામ કર્યું છે તે હું નહીં ચલાવી લઉં.

આ બાબતે ધારાસભ્ય સીમા મોહિલેએ જણાવ્યું હતું કે, શૈલેન્દ્રસિંહ ઠાકોરની ઉંમર નાની છે અને લાંબી રાજકીય કારકિર્દી છે. તે સમજ મેં આપી હતી અને ફોર્મ ન ભરવા માટે સમજાવતા તેમણે ફોર્મ ભર્યું નહોતું. શિક્ષણ સમિતિમાં સમાવી લઇશ તેવી ખાતરી મેં આપી નથી.