બાયબ્રંટ ગુજરાત 2024ના અબજોના વાયદા, લાખોને નોકરીની લોલીપોપ

પીએફસીએ ગુજરાત સરકાર સાથે રૂ. 25,000 કરોડનાં મૂલ્યનાં પાવર પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી, તા.03-01-2024

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (પી.એફ.સી.), મહારત્ન સીપીએસઈ અને વીજ ક્ષેત્રની અગ્રણી એનબીએફસીએ 3 જાન્યુઆરી, 2024ના રોજ ગાંધીનગરમાં ગુજરાત સરકાર (જીઓજી) સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ પ્રોજેક્ટ્સ માટે વિસ્તૃત નાણાકીય ટેકો પૂરો પાડવાનો છે.

આ એમઓયુ પર પીએફસીનાં સીએમડી શ્રીમતી પરમિન્દર ચોપરા અને એમડી (જીયુવીએનએલ) શ્રી જયપ્રકાશ શિવહરેએ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી રુષિકેશ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી, ગુજરાત સરકાર; શ્રી રાજ કુમાર મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રી એસ. જે. હૈદર, અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રીમતી મમતા વર્મા, અગ્ર સચિવ (ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગ) શ્રી આર. કે. ચતુર્વેદી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ), પીએફસી અને પીએફસી, જીયુવીએનએલ અને અન્ય પાવર યુટિલિટીઝના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કર્યા હતાં.

ગુજરાતનાં ગાંધીનગરમાં સમજૂતીકરાર (એમઓયુપર હસ્તાક્ષર સમારંભ દરમિયાન પીએફસીનાં સીએમડી શ્રીમતી પરમિન્દર ચોપરા અને જીયુવીએનએલનાં એમડી શ્રી જયપ્રકાશ શિવહરે.

ગાંધીનગરમાં થયેલા આ એમઓયુ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ), ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (જીએસઇસીએલ), ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (ગેટકો), દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ), મધ્યપ્રદેશ ગુજરાત વિજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ), પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) અને ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સને વેગ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ જોડાણ લાંબા ગાળાના ઋણ અને આ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે આવશ્યક અન્ય મહત્વપૂર્ણ ભંડોળ આવશ્યકતાઓને સરળ બનાવવા માટે સુયોજિત કરવામાં આવ્યું છે.

આ એમઓયુની શરતો હેઠળ, કલ્પના કરવામાં આવેલી નાણાકીય સહાય રૂ. 25,000 કરોડ જેટલી પ્રભાવશાળી છે, જે સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સને પાવર આપવા માટે સમર્પિત છે. આ નોંધપાત્ર નાણાકીય પ્રતિબદ્ધતા પીએફસીની આ ક્ષેત્રમાં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની અને વીજ ક્ષેત્રમાં રાજ્યની મહત્વાકાંક્ષી પહેલને ટેકો આપવાની દ્રઢ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ એમઓયુ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને સરળ બનાવવા ઉપરાંત ગુજરાત રાજ્યમાં 10,000 જેટલી રોજગારીનું સર્જન કરવામાં પણ મદદરૂપ થશે.

આ વ્યૂહાત્મક જોડાણ ગુજરાતમાં ઊર્જા ટકાઉપણા અને કાર્યક્ષમતાના નવા યુગની શરૂઆત કરશે તેવી ધારણા છે, જે પરિવર્તનકારી ફેરફારો માટેનો તખ્તો તૈયાર કરશે અને એક મજબૂત અને વિશ્વસનીય પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યની દ્રષ્ટિને ઉત્પ્રેરિત કરશે.

આ એમઓયુ પર હસ્તાક્ષર થવાથી ગુજરાતની પાવર લેન્ડસ્કેપને વધારવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે, જે રાજ્યના લોકો માટે વિશ્વસનીય, ટકાઉ અને સુલભ શક્તિના ભવિષ્ય પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય તે પહેલાં 100 MoU સાથે રૂ. 1 લાખ 35 હજાર કરોડના સંભવિત રોકાણોના કરારો થયા છે. જેમાં 1 લાખ લોકોને રોજગારી મળી શકશે.

ગાંધીનગરમાં 13 ડિસેમ્બર 2023માં 23 MoU થયા હતા. એક જ દિવસમાં રૂ. 1 લાખ કરોડના સંભવિત રોકાણ કરાર કર્યા હતા.
જેમાં 70 હજાર લોકોને રોજગારી મળી શકે છે.

13 ડિસેમ્બર 2023 અગાઉ એમ.ઓ.યુ.ના 13 બનાવોમાં 77 MoU સાથે રૂ. 35 હજાર કરોડના સંભવિત રોકાણો થયા હતા.

પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂ.27271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારી મળશે.
પાવર ક્ષેત્રમાં રૂ. 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 નોકરી મળશે.
મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. 4000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2 હજાર નોકરી મળશે.
એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ.13070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8150 નોકરી મળશે.
ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂ. 4469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 નોકરી મળશે.
શિક્ષણ ક્ષેત્રમાં રૂ. 3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8200 નોકરી મળશે.
એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. 3500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1290 નોકરી મળશે.
આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો 2025થી 2030 સુધીમાં કામ શરૂ કરશે. જેમાં અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે.

ઓક્ટોબર
26 ઑક્ટોબર 2023માં ગુજરાત સરકાર અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે 7,460 કરોડના એમઓયુ થયા હતા.
અગાઉ 19 ઓક્ટોબર 2023 સુધી થયેલા એમઓયુમાં 75 હજાર લોકોને નોકરી મળવાની હતી. સરકારે આ જાહેરાત કરી હતી.
રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના માટે એમઓયુ હસ્તાક્ષર જુલાઈ 2023 થી વાઈબ્રન્ટ સમિટ 2024 ની પૂર્વસંધ્યા સુધી દર અઠવાડિયે કરવામાં આવે છે.

આ પહેલના દસમા તબક્કામાં 18 ઓક્ટોબર, બુધવારના રોજ ત્રણ એમઓયુ થયા. ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્લસ્ટરો અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રોકાણ માટે રૂ. 3,000 કરોડની સમજૂતી કરવામાં આવી છે. તેનાથી સંભવિતપણે 9,000 રોજગારીની તકો ઊભી થશે.

18 ઓક્ટોબર – વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ દ્વારા એન્જિનિયરિંગ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ વડોદરા જિલ્લામાં ટુ અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ₹2,000 કરોડનું રોકાણ કરશે. આ યુનિટ 2024માં કાર્યરત થશે અને 5,000 નોકરી મળશે.

અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના મહિજાડા ગામમાં રૂપમ ઈકોગ્રીન ટેક્સટાઈલ પાર્કમાં રૂ. 500 કરોડનું રોકાણ સાથે 2,500 નોકરી મળશે. ઓક્ટોબર 2024 સુધી કામ શરૂ થશે. કાપડ પ્રોસેસિંગ ઉદ્યોગો અને પ્રથમ ખાનગી ZLD-CETP પાર્ક છે.

પિગોટ બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ. 500 કરોડનો ઔદ્યોગિક પાર્ક સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામમાં 2026માં શરૂ થશે. 1,500 લોકોને નોકરી આપશે.
બનાસ ડેરીએ રૂ. 2,100 કરોડના સમજૂતી કરાર (એમઓયુ) કર્યા હતા. 1094 નોકરી મળશે.
ડેનિશ મેરીટાઇમ કંપનીઓએ પણ ગુજરાતના બંદરો પરથી ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલ મેળવવામાં રસ દર્શાવ્યો છે.

સરકારે 6 ઇન્ટરનેશનલ અને 8 ડોમેસ્ટિક રોડ-શો અને ડેલિગેશનની સાથે 1 હજાર કંપનીઓ સાથે મુલાકાતો કરી હતી.

ગુજરાત હાલમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15 ટકા ફાળો આપે છે,

ગુજરાત સરકારે ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની અગ્રણી વૈશ્વિક કંપનીઓ અને મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચંદીગઢની નેશનલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.

ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી સેક્ટર માટે ભાર મૂકે છે.

લિથિયમ-આયન બેટરી ઉત્પાદન, સોલાર પીવી મોડ્યુલ્સ ઉત્પાદન, ડીકાર્બોનાઇઝેશન પહેલ અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન જેવા વિવિધ પેટા-ક્ષેત્રોને પૂરા પાડે છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
ગુજરાત સરકારે 06 ડિસેમ્બર, 2023ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે 11 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા અને હાલના નવ એરપોર્ટને વિસ્તૃત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલિતાણાનો સમાવેશ થાય છે.

AAIને જમીન અને વીજળી અને પાણી આપશે.

સરકાર વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ત્રણ વધારાના ગ્રીનફિલ્ડ એરપોર્ટની શક્યતાઓ પણ તપાસશે. સુરત, વડોદરા, કંડલા, પોરબંદર, ભાવનગર અને કેશોદ સહિત નવ એરપોર્ટના બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ હાથ ધરાશે. મહેસાણા, અમરેલી અને માંડવી એરપોર્ટ પર એરસ્ટ્રીપ્સના વિસ્તરણ થશે. દરેક એરપોર્ટ પર 1,500-3,000 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.

ગુજરાત સરકાર અને AAI ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવી રહી છે. ગુજરાતમાં હાલ 11 એરપોર્ટ છે, બે સી-પ્લેન ટર્મિનલ અમદાવાદમાં અને બીજું કેવડિયામાં છે. AAI ના અધ્યક્ષપદ હેઠળ, આ પ્રોજેક્ટ્સ માટે 10 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે.

07 સપ્ટેમ્બર, 2023ના દિવસે ચાર સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરી રૂ. 1,113 કરોડના રોકાણ કરાશે. તે અગાઉ ત્રીજા તબક્કામાં સાપ્તાહિક એમઓયુ હસ્તાક્ષર પહેલમાં, ગુજરાત વહીવટીતંત્રે પહેલેથી જ રૂ. 3,874 કરોડના 14 એમઓયુ કર્યા હતા. ત્રણ મહિનામાં રૂ. 8,374 કરોડના એમઓયુ કરાયા હતા.
જેમાં એન્જિનિયરિંગ ઉદ્યોગમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ, ઇન્ગરસોલ રેન્ડ અને ટેરેક્સ ઇન્ડિયા સાથે કુલ રૂ. 775 કરોડના ત્રણ કરાર કર્યા હતા. બાયોટેકનોલોજી સેક્ટરમાં રૂ. 290 કરોડનો કરાર કરવામાં આવ્યો હતો અને ટેક્સટાઇલ બિઝનેસમાં રૂ. 294 કરોડનો બીજો કરાર થયો હતો.

ઓગસ્ટમાં કરારો
ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રૂ. 1,113 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં 9,500 નોકરી મળશે. ટેક્સટાઇલમાં 2,100 નોકરીઓ, એન્જિનિયરિંગમાં 700, ફાર્માસ્યુટિકલ્સમાં 500 અને રસાયણ ક્ષેત્રમાં 3,085 નોકરી મળશે.
શેલ એનર્જી બનાસકાંઠામાં રિન્યુએબલ એનર્જી ફેસિલિટી બનાવવા માટે રૂ. 3,500 કરોડનું રોકાણ કરશે જે 2027 સુધીમાં શરૂ થશે. શેલ ગુજરાતમાં બે દાયકાથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે.
ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં રૂ. 1,000 કરોડના સંભવિત મૂડી રોકાણ અને આગામી પાંચ વર્ષમાં 10,000 નોકરીની તકો પેદા કરવાની ક્ષમતા સાથે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ઓગસ્ટ
2 ઓગસ્ટ 2023માં
સેમિકોન ઇન્ડિયા, IESA એ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને સ્ટાર્ટઅપ્સ માટે એમઓયુ કર્યા હતા.
IESA એ UPLC, IT વિભાગ છે.
સેમિકન્ડક્ટર ઉદ્યોગ $85 બિલિયનના બજાર કદ સુધી પહોંચવા અને 2030 સુધીમાં લગભગ 600,000 વ્યક્તિઓ માટે રોજગારીની તકો ઊભી કરશે.

જુલાઈ – 11 હજાર કરોડના દાતા
28 જૂલાઈ 2023માં ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રૂ. 22540 કરોડના સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી સ્થાપવા માટે કોમ્પ્યુટર સ્ટોરેજ ચિપ નિર્માતા માઈક્રોન સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.
માઈક્રોનને ભારત સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50 ટકા નાણાકીય સહાય અને ગુજરાત સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચના 20 ટકાનું પ્રતિનિધિત્વ કરતા પ્રોત્સાહનો મળશે.

જુલાઈ 2023 – 39 એમઓયુ. રૂ. 18,485.60 કરોડના દસ તબક્કામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં 18 ઓક્ટોબરે થયેલા એમઓયુનો પણ સમાવેશ થાય છે. આ એમઓયુના અમલીકરણ સાથે ગુજરાતમાં કુલ 65,032 નોકરી મળશે.

10 લાખ કરોડ
13 જૂલાઈ 2023માં સુરત ખાતે ટેક્સટાઇલ મંત્રાલય અને ગુજરાત સરકારે નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાનાં વાંસી ખાતે ટેક્સટાઇલ પાર્ક માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ હતા. આ પાર્કથી 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 3 લાખ નોકરી મળશે.
પ્રધાનમંત્રીનાં 5F વિઝન – ફાર્મ ટુ ફાઇબર ટુ ફેબ્રિક ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત થઈને ગુજરાત ભારત સરકાર પાસેથી ઔપચારિક મંજૂરી મેળવી છે. ભૂપેન્દ્રભાઇ પટેલ, ટેક્સટાઇલ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ, માનનીય કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ, ગુજરાતના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, માનનીય રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા પાર્ક ગુજરાતના નવસારી જિલ્લાના વાંસી ગામમાં 1142 એકર જમીન પર બનાવવામાં આવી રહ્યો છે. જમીન જી.આઈ.ડી.સી.ના કબજા હેઠળ છે. આ સ્થળ સુરત ટેક્સટાઇલ્સ ક્લસ્ટરની નજીકમાં છે. તે સુરતથી 55 કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ પાર્ક સુરત એરપોર્ટથી 55 કિલોમીટર, નજીકનાં બંદર હજીરાથી 66 કિલોમીટર, નજીકનાં રેલવે સ્ટેશન નવસારીથી 19 કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ પાર્ક ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (ડીએફસી)ના પ્રસ્તાવિત રૂટ મારફતે મુંબઈ અને દિલ્હી સુધી ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી ધરાવશે.

ભારતભરના અગ્રણી કાપડ અને ગારમેન્ટ જૂથો પાસેથી આશરે રૂ. 10,00,000 કરોડનાં રોકાણની અપેક્ષા રાખે છે.

ગુજરાતને ભારતનાં ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાજ સબસિડી, પાવર ટેરિફમાં રાહત, ટેક્નૉલોજી અપગ્રેડેશન અને અન્ય ઘણાં પ્રોત્સાહ છે. ટેક્સટાઇલ ક્ષેત્રને આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ “થ્રસ્ટ સેક્ટર” તરીકે ઓળખવામાં આવ્યું છે.
દેશમાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. ગુજરાત ઉપરાંત તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ આ પાર્ક્સ સ્થપાઇ રહ્યા છે.

ફેબ્રુઆરી
28 ફેબ્રુઆરી 2023માં ગ્રીન હાઇડ્રોજન, એમોનિયામાં INR 40,000 કરોડનું રોકાણ કરવા માટે Ocior Energyએ ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

20 ફેબ્રુઆરી 2023માં એશિયન પેઇન્ટ્સે દહેજમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે રૂ. 100 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. એશિયન પેઇન્ટ્સની પેટાકંપની, ગુજરાતના દહેજ ખાતે વિનીલ એસીટેટ ઇથિલીન ઇમલ્સન (VAE) અને વિનીલ એસીટેટ મોનોમર (VAM) માટે ઉત્પાદન સુવિધા સ્થાપશે. એશિયન પેઇન્ટ્સે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તે ત્રણ વર્ષના સમયગાળામાં ₹2,100 કરોડનું રોકાણ કરશે. વાર્ષિક VAE માટે 100,000 ટન અને VAE માટે વાર્ષિક 150,000 ટન હશે. કંપનીનું માર્કેટ કેપ ₹2.71 લાખ કરોડથી વધુ છે.

માર્ચ
13/02/2023 થી 27/03/2023 સુધીમાં 59 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રૂ. 90,665 કરોડનું રોકાણ આકર્ષિત થયું હતું. 65,431 લોકોને રોજગારી મળશે. અત્યાર સુધી જે સેક્ટરમાં એમઓયુ સાઈન થયા છે તેમાં કેમિકલ સેક્ટરમાં 40 હજાર, એન્જિનિયરિંગ સેક્ટરમાં 6 હજાર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 5 હજાર રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
એક જ દિવસમાં 3 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. જે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે 11,291 કરોડનું સૂચિત રોકાણ તરફ દોરી જશે અને લગભગ 10,600 સંભવિત નોકરીઓનું સર્જન કરશે.

દીપક કેમ
24 મે 2023માં સ્પેશિયાલિટી કેમિકલ્સના ઉત્પાદન માટે દીપક કેમ ટેક લિમિટેડની પેરેન્ટ કંપની દીપક નાઈટ્રાઈટ દહેજમાં રૂ. 5 હજાર કરોડના ત્રણ પ્રોજેક્ટ સ્થાપશે. 1,500 નોકરી આપશે. પ્રોજેક્ટ્સ 2026-27માં શરૂ થશે. પેટ્રોકેમિકલ ઇન્ટરમીડિએટ્સનું વર્તમાન બજાર $80 બિલિયનનું છે અને આગામી વર્ષોમાં તે વધીને $650 બિલિયન થવાનો અંદાજ છે. ગુજરાત પાસે આ બજારનો 50% હિસ્સો વધારવાની ક્ષમતા છે, જેનું મૂલ્ય $300 બિલિયન જેટલું પેટ્રોકેમિકલ ઇન્ટરમીડિયેટ છે.
મેટર ઇન્ક્સ
ઇલેક્ટ્રિક વાહનો અને એનર્જી સ્ટોરેજમાં રોકાણ કરવા માટે ગુજરાત સરકાર સાથે મેટર ઇન્ક્સ એમઓયુ કર્યા હતા. આગામી પાંચ વર્ષમાં નેક્સ્ટ જનરેશન ઇલેક્ટ્રિક મોબિલિટી અને એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સમાં રૂ. 1500 કરોડનું રોકાણ કરશે. જે ઇલેક્ટ્રિક મોબિલિટીઅને ઊર્જા સંગ્રહ તરફ જશે. 4,000 નોકરી મલશે.

નિયોજન
22 માર્ચ, 2023ના રોજ દહેજમાં લિથિયમ-આયન બેટરી મટિરિયલ પ્રોજેક્ટ માટે નિયોજન કેમિકલ્સે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. નિયોજેન કેમિકલ્સે તાજેતરમાં લિવેન્ટ પાસેથી બુલી કેમિકલ્સ ઇન્ડિયામાં 100% હિસ્સો હસ્તગત કર્યો છે.

ઓક્ટોબર
26 ઓક્ટોબર 2023માં વોર્ડવિઝાર્ડે ગુજરાત સરકાર સાથે રૂ. 2,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ઈલેક્ટ્રીક વ્હીકલ એન્સિલરી ક્લસ્ટરના વિકાસ માટે , ઇલેક્ટ્રિક ટુ અને થ્રી-વ્હીલરના સંશોધન અને વિકાસ, વડોદરા ફેસિલિટી ખાતે મોટર એસેમ્બલીની સ્થાપના, લિ-આયન સેલ ઉત્પાદન અને કાચા માલના ઉત્પાદન માટે આનુષંગિક બાબતોના વિકાસ પર ખર્ચ કરવામાં આવશે. 5 હજાર લોકોને રોજગારી મળશે. આ જાહેરાત સાથે જ વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ અને મોબિલિટીનો શેરનો ભાવ 9.08% વધીને રૂ. 41.44 થયો હતો.

28 ઓક્ટોબર 2023માં બે જર્મન કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. પેકેજિંગ મશીનરી અને સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રે સ્ટારલિંગર અને કોવેસ્ટ્રો સાથે 5.7 મિલિયન યુરોમાં રોકાણના ઇરાદા પર પણ હસ્તાક્ષર કર્યા છે.

25 ઓક્ટોબર, 2023ના રોજ પોરબંદર ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઈવેન્ટમાં રૂ. 449 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.