નલ સે જન નહીં, ઘર ઘર નળ કાંડ
મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સકરનું મોટું કૌભાંડ
1 ફેબ્રુઆરી 2022માં નરેન્દ્ર મોદીની સરકારે 60 હજાર કરોડ દેશમાં આપ્યા
2025 સુધીમાં રૂ. 1 લાખ 20 હજાર કરોડ નળ માટે આપ્યા
મોદીની હર ઘર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું પાણી
ગુજરાતના નાણા પ્રધાન કનુ મોહન દેસાઈએ 2022-23માં 3040 કરોડ આપ્યા
ગુજરાતમાં 10 હજાર કરોડ નળ સે જળ યોજનામાં ગટર થયા
પાણી પાછળ 10 હજાર કરોડ રુપયા પાણીમાં
“જળ એ જ જીવન” અને નલ સે જલનો પ્રચાર કરીને ચૂંટણી જીતતાં મોદી
ગુજરાતની ગ્રામ્ય પ્રજાને તરસી મારતી ભાજપ સરકાર
ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાં 50 ટકા નળમાંથી પાણી આવતું નથી
રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સૌથી વધારે જવાબદાર
પીવાનું શુદ્ધ અને પર્યાપ્ત પાણી મળી રહે તેવા તાત્પર્યથી શરુઆત કરાયેલ “હર ઘર નળ હર ઘર જળ યોજના પોશીના તાલુકામાં અનેક જગ્યાએ ફોટો સેશન પૂર્તિ સીમિત થઇ ગઈ છે એવું લાગી રહ્યું છે . જો આ યોજના હેઠળ યોગ્ય રીતે કાર્ય કરવામાં આવ્યું હોત તો આ દર્શ્યો ઉદભવ્યા ન હોત. તેવામાં તંત્રની કામગીરી ઉપર એક વખત ફરીથી પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે સરકારના 5540 કરોડ રૂપિયા કોના કારણે પાણીમાં ગયા છે ? પોતે સરકારની આળસના કારણે કે પછી કામચોર અધિકારીઓના કારણે?
લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા
તંત્ર અને લોકોના વાંકે ગ્રામજનો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. સાબરકાંઠા પોશીનાના 59 વિવિધ ગામોમાં 50383 નળ કનેક્શન આપવાનું આયોજન કરાયું હતું. પોશીનાના વિવિધ ગામોમાં કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આંબામહુડા, અજાવાસ, ખંઢોરા, પેટાછાપરા,ગણેર, ચોળીયા, સેબલીયા સહિતના ગામોના લોકોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. તંત્રએ જે ગામોમાં ખર્ચ બચાવ્યો છે ત્યાં આજે પણ લોકો પાણી માટે ડુંગર ખૂંદી રહ્યા છે. પાણીના બેડા માથે મૂકી ડુંગર ઉપર ચડતા ઉતરતા બાળકો મહિલાઓ જાણે આજે પણ 19મી સદીમાં જ જીવી રહ્યા છે.
જાન્યુઆરી 2024 સુધીમાં, કેન્દ્ર અને રાજ્યની સરકારોએ સાથે મળીને આ યોજના પાછળ 1 લાખ કરોડ ખર્ચ્યા છે. છેલ્લા ચાર વર્ષોમાં માત્ર કેન્દ્ર સરકારે જ તેનું ફંડિંગ વધાર્યું છે એવું નથી પરંતુ રાજ્ય સરકારોએ પણ તેનું ફંડિંગ વધાર્યું છે. 2019-20માં આ યોજના માટેના ફંડમાં રાજ્યોએ 40 ટકાનો ફાળો આપ્યો હતો. આ આંકડો વર્ષ 2023-24માં વધીને 44 ટકા થઈ ગયો છે.
7 ડીસેમ્બર 2021માં જાહેર કર્યું હતું કે, હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ ઘરોમાં 89 ટકા નળ જોડાણ અપાયા છે. સપ્ટેમ્બર 2022 સુધીમાં 100 ટકા નળ જોડાણ પૂર્ણ કરી દેવાશે. ગ્રામીણ ઘરોમાં 88.63 ટકા નળ જોડાણ આપેલા છે. ગયા વર્ષે ૧૦.૯૪ લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે તેમજ આ વર્ષે ૧૦ લાખના લક્ષ્યાંક સામે ૬.૩૮ લાખ ઘરોમાં નળ જોડાણ કામગીરી પૂર્ણ થઇ છે.
દરેક વ્યક્તિને પ્રતિદિન ૧૦૦ લીટર પાણી મળી રહે તેવા આયોજન માટે મુખ્યમંત્રીનું સૂચન
ફેબ્રુઆરી 2024 સુધીમાં કેન્દ્ર સરકારે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર માટે નાણાંની જે ફાળવણી પાછલાં 3 વર્ષ દરમિયાન કરી તે પૈકી, માત્ર, 10 થી 15 ટકા નાણાં જ ગુજરાત સરકારને આપવામાં આવ્યા છે.
વિધાનસભામાં જણાવ્યું કે, વર્ષ 2021-22 દરમિયાન આ યોજના માટે ગુજરાતમાં રૂ. 2,557.96 કરોડ દિલ્હીથી આવ્યા. વર્ષ 2022-23 દરમિયાન રૂ. 3,590.16 કરોડ આવ્યા. અને, વર્ષ 2023-24 દરમિયાન રૂ. 1,491.26 કરોડ ( 31-12-2023 સુધીમાં) આવ્યા.
રાજ્યમાં આ યોજના પાછળ વર્ષ 2021-22 માં સરકારે રૂ. 2,219.42 કરોડનો ખર્ચ કર્યો. અને, રૂ. 3,385.30 કરોડ ખર્ચ કર્યા વિના પડ્યા રહ્યા. એ જ રીતે, વર્ષ 2022-23 માં રૂ. 3,129.33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. અને રૂ. 460.82 કરોડ ખર્ચ થયા વિના પડ્યા રહ્યા. વર્ષ 2023-24 માં 1,349.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને રૂ. 142.26 કરોડ પડ્યા રહ્યા.
આ યોજના અંતર્ગત ખર્ચ થયા વિના નાણાં શા માટે પડ્યા રહ્યા ? એ પ્રશ્નના ઉત્તરમાં સરકારે કહ્યું, એ નાણાં એ પછીના વર્ષ દરમિયાન ખર્ચ કરવામાં આવે છે. પ્રથમ જેતે વિસ્તાર માટે યોજના મંજૂર કરવામાં આવે છે, કામો આપવામાં આવે છે અને પછી કોન્ટ્રાક્ટર તે કામો વારાફરતી શરૂ કરે છે તે દરમિયાન, જમીન સંપાદનના પ્રશ્નો હોય છે, સ્થાનિક પ્રશ્નો અને મંજૂરીઓ મળવામાં વિલંબ જેવા કારણોથી જેતે વર્ષ દરમિયાન ફાળવાયેલી રકમનો ઉપયોગ થઈ શક્તો નથી, તેથી તે રકમ પછીના વર્ષમાં ખર્ચ કરવા કેરી ફોરવર્ડ કરવામાં આવતી હોય છે.
નળ કૌભાંડ
ગુજરાતમાં સૌથી મોટું નળકૌભાંડ- ગામેગામ નળથી પાણી આપવાના નામે 3 વર્ષમાં ફાળવેલા 8919 કરોડમાંથી 3800 કરોડ રૂપિયાનું કૌભાંડ … જ્યાં પહેલેથી નળ હતા એવાં ગામોમાં નળ .
8200 કરોડ ખર્ચ, 96% કામનો દાવો, પ્રમાણપત્ર આપ્યાં પરંતુ આ 70% ખોટું
નળ નખાયાં ત્યાં પાણીનું એક ટીપું પણ નહીં
ક્યાંક 20% કામ થયું ત્યાં પણ 100% કામના પ્રમાણપત્રો આપી દેવાયાં
લાઈનો નાખી પણ પાણી ક્યાંથી કેવી રીતે આવવાનું કોઈ ને ખબર નથી બસ લાઈનો નાખી ટોટી ઊભી કરી.. તૂટી ગઈ.
નલ માં પાણી જ નથી આવતું, પાઇપો દાટયા જ નથી, અને દાટયા છે તો તૂટી ગયા છે, શેના પુરાવા આપુ તેમ જણાવ્યું હતું. અને આર્ટિકલ 275/1 નું બજેટ આદિવાસીઓનું બજેટ નીચલા અધિકારીઓ થી લઇને ઉચલા અધિકારીઓની મિલીભગત થી આ નળ ખાય ગયા છે…જલ પી ગયા છે…અને નજીક માંજ તાપી ડેમ, કડાણા ડેમ, નર્મદા ડેમ હોવા છતાં અમારા આદિવાસી વિસ્તારોમાં પાણીની સુવિધા નથી તેમ જણાવ્યું હતું.
રૂપાણી જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 25 હજાર કરોડના ખર્ચે 100 ટકા ઘરોમાં નળથી પાણી મળે છે. આજે 50 ટકા ઘરમાં પણ નળથી પાણી મળતું નથી.
ઠેર ઠેર લાઈનો લીકેજ
નવસારીમાં નલ સે જલ યોજનામાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુનું આચરાયુ કૌભાંડ, મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કરી આશંકા, અન્ય વિભાગોમાં પણ ફેલાયેલુ છે કૌભાંડ
નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં બોગસ બિલ મુકી 9 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે. આ મુદ્દે કાર્યપાલક ઈજનેર સહિત 14 લોતો સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાથી 5 અધિકારી અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
સરકારની ‘નલ સે જલ’ યોજના ગટરમાં, કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું
મહિસાગરમાં 33 લાખ રૂપિયા ખર્ચીને પરથમપુરમાં નલ સે જલ યોજના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ગ્રામજનો તો પાણી માટે પોકાર જ લગાવી રહ્યા છે. કોન્ટ્રાકટરે કરેલું કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે. કોઈક જગ્યાએ પાઇપ લાઇન માત્ર અડધો ફૂટ દબાવીને છોડી દેવામાં આવી, તો ગામના કેટલાક વિસ્તારમાં તો પાઇપ બહાર જ છોડી દેવામાં આવી છે. બે વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં ગામમાં પાણી ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નળથી છળ લાઈન બિછાવવાના 40 કરોડ પાણીમાં
નવસારી : નલ સે જલ યોજનામાં બોગસ બિલ મૂકી ૯ કરોડથી વધુનું આચરાયું કૌભાંડ
000000000
હીસાગર જિલ્લામાં વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા વાસ્મો કચેરીના અગાઉના અધિકારી સાથે મેળાપીપણામાં કરોડોનું કૌભાંડ આચરતા કામગીરીની વસુલાત સાથે કેટલાક કોન્ટ્રાક્ટરોને ડિફોલ્ટ પણ કરાયા,જ્યારે કેટલાક કોન્ટ્રાક્ટરો નોટિસ મળવા છતાં પણ જવાબો રજૂ કરી ન શકતા આખરી નોટિસ આપી સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે. પાઇપલાઇન જોડાણ, ઘરનું નળ જોડાણ કામગીરી,પંપિંગ મશીનરી,પાઇપલાઇન પંપ રૂમની કામગીરી, પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી જેવા કામો બાકી રહેતા વાસ્મો જિલ્લા અને ગાંધીનગર કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરોને સમયાતરે નોટિસ આપી જણાવેલ હતું.જે નોટિસમાં સત્વરે બાકી કામ શરૂ કરવા અથવા તો કામગીરી પૂર્ણ નથી કરી તેની ચુકવણી કરવી પરંતુ મનસુબીમાં રાચતા કોન્ટ્રાક્ટરો દ્વારા લોકોના ઘર સુધી નળ જોડાણ મારફતે પીવાના પાણીની સુવિધાથી વંચિત રાખતા સરકારની છબી ખરડાઈ છે.
કેટલાક કોન્ટ્રાક્ટરોએ પાઇપ તેમજ અન્ય સાધનોના કંપનીના નામના ખોટા ઈનવોઈસ નંબર મૂકી રૂપિયા ઘર ભેગા કરી લીધેલ છે.તેમજ કેટલીક જગ્યાએ ઇનવોઈસ નંબર પણ મૂક્યા નથી અને તેના રૂપિયા ઉપાડી લેવામાં આવેલ છે. અગાઉના જિલ્લા વાસ્મો કચેરી યુનિટના મેનેજર દ્વારા કોન્ટ્રાક્ટરો સાથેના મેળાપીપણાથી કૌભાંડ કરી નાણાકીય છેતરપિંડી કરેલ છે. આમ વાસ્મો કચેરી અને સરકારને ખૂબ જ આર્થિક નુકસાન પહોંચાડતા સરકારની છબી ખરડાઈ છે. ગાંધીનગર વાસ્મો કચેરીના અધિકારી દ્વારા આદેશ અપાતા મહીસાગર જિલ્લા કચેરીના યુનિટ મેનેજર ગિરીશ અગોલા અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસણી સંપૂર્ણ રીતે કરવામાં આવેલ છે. જેમાં બેદરકારી દાખવી લોકોના ઘરો સુધી પાણી પહોંચાડેલ નથી અને પાણીથી વંચિત રાખવામાં આવેલ છે. જે બાબતે અગાઉ નોટિસો તમામ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલ છે અને હાલમાં તારીખ 30 સપ્ટેમ્બર 2024 અને તારીખ 15 ઓક્ટોબર 2024 ના રોજ વાસ્મો કચેરી ગાંધીનગર ખાતે કામગીરીના જરૂરી આધાર પુરાવા સાથે કોન્ટ્રાક્ટરોને ઉપસ્થિત રહેવા ત્રણ કોન્ટ્રાક્ટરોને આખરી નોટિસ આપવામાં આવી છે.સરકારની આખરી નોટિસથી કૌભાંડકારી કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ત્રણ કોન્ટ્રાક્ટરોને અપાઇ આખરી નોટિસ
2019
ગુજરાતમાં 97 લાખ ઘર છે. જેમાં 59 લાખ ગ્રામ્ય અને 38 લાખ શહેરમાં ઘર છે. જેમાં 36,34,486 ઘરમાં નળ દ્વારા પાણી આવતું નથી. તેથી 36 લાખ કુટુંબો કૂવો, નહેર, નદી, બોર, તળાવ દ્વારા પીવાનું પાણી પીવે છે. આમ 3 વર્ષમાં 36 લાખ ઘરમાં નળ જોડાણ આપવું પડશે. દર વર્ષે 12 લાખ ઘરને નળ આપવા પડશે. આ સહેલું કામ નથી. ગુજરાતમાં ભાજપની સરકારો 23 વર્ષથી છે. જેની સામે કોંગ્રેસની 22 વર્ષ સરકાર રહી છે. છતાં આ બન્ને પક્ષો દ્વારા ઘરેઘરે નળનું પાણી આપી શક્યા નથી. ટ્રીટ કરેલું પાણી તો દૂરની વાત છે.
38 ટકા પ્રજાને નળ દ્વારા પાણી મળતું નથી. જેમને મળે છે તેમાં 50 ટકાને જો ટ્રીટ કરીને બેક્ટેરીયા ફ્રી કરેલું હોય એવું પાણી મળતું નથી.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે ગુજરાતના દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી 3 વર્ષમાં એટલે કે 2022માં આપી અપાશે. આમ 36 લાખ ઘર એટલે કે, 2 કરોડ લોકોને પીવાનું પાણી નળ દ્વારા મળે એવું આયોજન જાહેર કર્યું છે. ગુજરાતના 48 ટકા કુટુંબો એક રૂમના મકાનમાં રહે છે, તેને પાણી આપવાનું હાલના તંત્ર પાસેથી કામ લેવું તે ઘણું અઘરૂં છે.
1950થી આજ સુધી પીવાના પાણીનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં દરેક ઘરે પાણી આપી શકાયું નથી. જે કામ 70 વર્ષમાં માંડ 62 ટકા થયું છે તેમાં બાકી રહેતું નળ જોડાણ આપવાનું 38 ટકા કામ 3 વર્ષમાં વહીવટમાં નબળા વિજય રૂપાણી કઈ રીતે પૂરું કરી શકશે એવો પ્રશ્ન નળ દ્વારા પાણી ન મેળવતાં લોકો પૂછી રહ્યાં છે.
3 જ વર્ષમાં 38 ટકા પ્રજાના ઘરે નળ આપવાનું ખર્ચ ઘણું મોટું આવશે. તેનું આયોજન કરવામાં જ લાંબો સમય પસાર થઈ શકે છે.
ક્યાં કેટલું પાણી મળે છે તેની વિગતો (–)માં બતાવેલાં આંકડા ટકા – %માં છે.
ઘર – રાજ્યના કૂલ ઘર – ગ્રામ્ય – શહેર
કૂલ ઘર – 9,643,989 – 5,885,961 – 3,758,028
ઘરમાં પાણી – 4,488,031 (46.5%) – 1,724,305 (29.3%) – 2,763,726 (73.5%)
ઘરની નજીક – 3,689,470 (38.3) – 2,939,052 (49.9) – 750,418 (20.0)
દૂરથી પાણી – 1,466,488 (15.2) – 1,222,604 (20.8) – 243,884 (6.5)
પીવાનું પાણી મેળવવાના સાધનો દ્વારા મેળવાતું પાણી
કૂલ ઘર – 9,643,989 – 5,885,961 – 3,758,028
નળ – 6,009,503 (62.3) – 2,889,320 – (49.1) – 3,120,183 (83.0)
ડંકી – 1,605,964 (16.7) – 1,339,615 (22.8) – 266,349 (7.1)
બોર – 494,282 (5.1) – 295,698 (5.0) – 198,584 (5.3)
કૂવો – 1,128,070 (11.7) 1,075,352 (18.3) 52,718 (1.4)
તળાવ – 33,566 (0.3) – 32,653 (0.6) – 913 (0.0)
નદી – 41,915 (0.4) – 40,599 (0.7) – 1,316 (0.0)
Spring – 17,430 (0.2) – 17,014 (0.3) – 416 (0.0)
અન્ય – 313,259 (3.2) – 195,710 (3.3) – 117,549 (3.1)
શું કહ્યું મુખ્ય પ્રધાને ?
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા ‘‘નળથી જળ’’ દરેકના ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની જાહેરાત અંદાજપત્રમાં કરી છે. ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની જેમ જ દેશનું મોડેલ બનશે. એવું પણ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 6 જૂલાઈ 2019માં પાણી પૂરવઠાના અધિકારીઓને કહ્યું હતું.
કેન્દ્ર સરકારે ર૦૨૪ સુધીમાં ઘરે-ઘરે ફિલ્ટર કરેલું સ્વચ્છ પાણી પાઇપલાઇન-નળથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવાનું દરેક રાજ્યોને કહ્યું છે છે. ગુજરાતે ૩ જ વર્ષમાં એટલે કે ર૦રર સુધીમાં કામ પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં જ નાણાં ફાળવણી કરી દીધી છે. આયોજન સાથે પાણી પૂરવઠા વિભાગે એકશન પ્લાન બનાવી કમર કસી છે.
ગુજરાતે હવે વોટર ડેફિસીટ સ્ટેટની છાપ ભૂંસી નાંખી છે અને માત્ર નળથી જળ નહિ પરંતુ રિસાયકલીંગ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ડિસેલીનેશન પ્લાન્ટ જેવા અદ્યતન આયામોથી ગુજરાત પાણીદાર રાજય બન્યુ છે. છેવાડાના માનવીને પણ પાણીની સરળ ઉપલબ્ધીના આયોજન નાણાંના અભાવે અટકવા નહીં દેવાય.
આઝાદીના ૬૦-૬૫ વર્ષ સુધી પીવાના પાણી રસ્તા, ગટર, લાઈટ જેવી પાયાની સુવિધાઓના આયોજન પૂરતા ન થયા હોય એ આપણી કમનસીબી છે. એવું પણ એમણે જાહેર કરીનો પોતાના પક્ષની અગાઉની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલની સરકારનો પણ કમનશીબ ગણી કાઢી છે.
આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ૨૦૨૨માં ઉજવીયે ત્યાં સુધીમાં દેશને આવી સુવિધાઓ સંપૂર્ણતઃ પુરી પાડવામાં આવશે.
પાણી પૂરવઠા વિભાગના અગ્રસચિવ જે. પી. ગુપ્તાએ કહ્યું કે, ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં તમામ ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના ૩૩ જિલ્લાના ૩૦૦થી વધુ અધિકારીઓએ ત્રણ દિવસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. જેમાં પીવાના પાણીની સુવિધા, યોજનાઓની ડિઝાઇનથી માંડીને પાણીના વિતરણ સહિતના વિષયો માટે તથા પાણીના રીયુઝ વિષયો હતા. પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે કયારેય નાણાની ચિંતા કરી નથી અને કરશે પણ નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.
પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, રાજ્ય સરકારના નર્મદા-જળ સંપત્તિ સલાહકાર નવલાવાલા, જી.આઇ.ડી.એમ.ના ડાયરેકટર પી.કે.તનેજા, પાણી પૂરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હતા.
00000000000
જલ જીવન મિશનમાં 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો આપવામાં આવ્યા છે. 2019થી ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણ 3 કરોડથી વધીને 14 કરોડ થયો છે.
100 ટકા
ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, ડી એન્ડ ડી એન્ડ એનએચ તથા એએન્ડએન ટાપુઓ એમ છ રાજ્યોએ 100 ટકા નળથી પાણી મળે છે.
મિઝોરમમાં 98.68 ટકા, અરુણાચલ પ્રદેશમાં 98.48 ટકા અને બિહારમાં 96.42 ટકા હિસ્સો આગામી સમયમાં સંતૃપ્તિ હાંસલ કરવાના માર્ગે અગ્રેસર છે.
2 લાખથી વધુ ગામો અને 161 જિલ્લાઓ હવે ‘હર ઘર જલ’ બની ગયા છે.
જળ શુદ્ધિકરણ, સારવાર, ઘરોમાં પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. ગ્રામીણ સમુદાયોમાં એકંદર આરોગ્યમાં સુધારો કરે છે.
ઘરગથ્થું જોડાણો ઉપરાંત મિશને દેશભરમાં 9.24 લાખ (90.65 ટકા) શાળાઓ અને 9.57 લાખ (86.63 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, નળના પાણીની સુલભતા લોકાર્પણ સમયે 21.41 લાખ (7.86 ટકા) ઘરોથી વધીને આજે 1.96 કરોડ (72.08 ટકા) પરિવારો થઈ ગઈ છે.
5.29 લાખથી વધુ ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની સાથે સાથે 5.17 લાખ ગ્રામ કાર્યયોજનાઓ (વીએપી) તૈયાર કરવામાં આવી છે, જે પીવાના પાણીના સ્ત્રોત વ્યવસ્થાપન, ગ્રેવોટર ટ્રીટમેન્ટ અને ઇન-વિલેજ વોટર સપ્લાય સિસ્ટમના નિયમિત ઓએન્ડએમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (એફટીકે)નો ઉપયોગ કરીને 23.55 લાખથી વધુ મહિલાઓને પાણીના નમૂનાના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. સ્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી પાણીના નમૂનાઓનું સખત પરીક્ષણ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. આજે, તમામ આર્સેનિક અને ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે.
તમામને સુરક્ષિત અને સસ્તું પાણી મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને જાહેર સંસ્થાઓમાં નળ દ્વારા સલામત પાણી આપવામાં આવે છે.
ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, ‘નલ સે જલ તક’ યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ્યમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે. રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે અણબનાવ હતો. તેથી રૂપાણીએ સાંસદ પાટીલના મત વિસ્તારમાં તમામને નળ આપવાની યોજના માટે ધ્યાન આપ્યું ન હતું. રૂપાણીને પાટીલ અને મોદીએ હાંકી કાઢ્યા બાદ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારે નવસારીમાં એકી સાથે બે યોજનાઓ ઘરે ઘરે અને ખેતરે પાણીની બનાવી આપીને રૂપાણીને જવાબ આપ્યો છે.
20 માર્ચ 2021 સુધીમાં ગુજરાતમાં નલ સે જલ યોજના હેઠળ ગામડાઓમાં 10.20 લાખ ઘરોને નળ કનેકશન અપાયાં હતા. દોઢ વર્ષમાં 17 લાખ ઘરોને નળ જોડાણ આપવાના બાકી હતા. જે હજુ પુરા થયા નથી. તેનો સીધો મતલબ કે ભાજપની સરકારો નિષ્ફળ રહી છે. દર મહિને એક લાખ નળ જોડાણ આપવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.
ક્ષારયુક્ત પાણીને કારણે પથરી, ફ્લોરાઈડયુક્ત પાણીને કારણે દાંત પીળા પડવા અને સાંધાની સમસ્યા થવાના રોગોનો લોકો શિકાર બની રહ્યા છે. તેથી રાજ્યની 100 ટકા પ્રજાને ફિલ્ટર્ડ પાણી આપવાનું વચન આપ્યું હતું. 2022ના અંત પહેલા 17 મહિનામાં તે કામગીરી પૂરી કરવાની હતી.
આયોજન કરવામાં આવ્યું છે. આજ સુધીમાં અંદાજે 82 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે. બાકીના 18 ટકા વિસ્તારો ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે. તેને માટે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો અમલમાં મૂકીને પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી 17 મહિનામાં આ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે. રાજ્યનું એક પણ ગામ પીવાના શુદ્ધ પાણીથી વંચિત ન રહે તેવું વચન આપ્યું હતું.
રૂપાણીના વચનો ફોક થયા હતા અને તેઓ દરેકને પાણી આપવામાં નિષ્ફળ રહ્યાં હોવાનો પુરાવો નાણાની ફાળવણીમાં દેખાય છે.
2023-24 વર્ષના બજેટમાં પાણી પુરવઠાની 6 હજાર કરોડની જોગવાઇ સામે ‘નલ સે જલ’ યોજના માટે રૂા.2602 કરોડ ફાળવવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 100 દિવસમાં 24 યોજનાઓ પૂર્ણ કરવાની હતી. જેમાંથી 23 યોજનાઓ પૂરી થઈ છે. જેમાં 66 લાખની વસ્તીને તેમના ઘર સુધી પીવાના શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે.
સુરત, નર્મદા, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, પાટણ, ખેડા, બનાસકાઠા, પંચમહાલ, વડોદરા તથા તાપી એમ 13 જિલ્લાના ગ્રામીણ વિસ્તારો છે.
આગામી 100 દિવસમાં 905 ગામોની 8 યોજનાઓના કામો શરૂ કરી 27 લાખ લોકોને પાણી અપાશે.
100 દિવસમાં 1138 ગામોની 15 યોજનાઓના કામો શરૂ કરવામાં આવ્યા છે. યોજનાઓ પૂર્ણ થતાં અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગાંઘીનગર, તાપી, મહેસાણા, નવસારી, છોટાઉદેપુર, અમરેલી અને મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની 32 લાખથી વઘુ નાગરિકોને લાભ મળશે.
નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર
પાણીની તપાસ
79 NABL લેબ પાણી ચકાસવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત સ્તરે ફીલ્ડ ટેસ્ટીંગ કીટ દ્વારા પીવાના પાણીના1 લાખ 20 હજાર નમુનાના પરીક્ષણની કામગીરી દિન 100માં પૂર્ણ કરવાની હતી તેની સામે 1 લાખ 92 હજાર પીવાના પાણીના સેમ્પલનું પરીક્ષણ કરાયું છે. 160 ટકા વધારે છે.
તાલીમ
100 દિવસમાં પાણી વિતરણ કરતા પંચાયત હસ્તકના 7 હજાર ઓપરેટરોને તાલીમ–ટુલકીટ આપવાનો લક્ષ્યાંક હતો. તેની સામે 8166 ઓપરેટરોને તૈયાર કરાયા છે. તમામ જિલ્લામાં 214 તાલુકા કક્ષાની આઈ.ટી.આઈ કેન્દ્રો ખાતે ઓપરેટરોને તાલીમ પણ આપવામાં આવી હતી.
રોગમાં ઘટાડો
ગુજરાતમાં તમામને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પહોંચાડવાના પરિણામે માનવ વિકાસ સૂચકાંકમાં વધારો તેમજ પાણીજન્ય રોગોમાં ઘટાડો જોવા મળ્યો છે.
આદિવાસી
આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અમલી બનાવી છે. સલામત, પર્યાપ્ત તેમજ ગુણવતાયુકત પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. 20 વર્ષમાં દૈનિક 3200 એમએલડી જેટલું પીવાનું પાણી ગ્રામીણ વિસ્તારમાં પુરૂ પાડવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019 ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. 2024માં દરેક ઘરમાં પાણી આપવાનું હતું. કેન્દ્રીય બજેટ 2022-23માં હર ઘર નલ સે જલ યોજના હેઠળ, 2022-23માં 3.8 કરોડ પરિવારોને આવરી લેવા માટે રૂ. 60 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા. હાલમાં 8.7 કરોડ પરિવારોને ‘હર ઘર, નલ સે જલ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લા બે વર્ષમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના 7 રાજ્યોએ જલ જીવન મિશનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી તેને વિશેષ પ્રોત્સાહન રૂપે 465 કરોડ રૂપિયાનું વિશેષ અનુદાન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પણ હતું. પણ યોજના 2022માં તો પૂરી થઈ નથી.
2021માં 5 જિલ્લા
પાંચ જિલ્લાઓમાં નલ સે જલ યોજના અંતર્ગત 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા મળીને પાંચ જિલ્લાઓમાં 100 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના વિસ્તારોમાં ખૂબ જ ઝડપી એટલે કે વર્ષ 2022 ના અંત સુધીમાં આ યોજના હેઠળ કામગીરી પૂર્ણ કરી દેવાશે તેવી ખાતરી રૂપાણીએ આપી હતી. જે પૂરી થઈ નથી. માર્ચ 2021માં ગુજરાત સરકારે રાજ્યના તમામ ઘરોમાં ગુણવત્તાયુક્ત 100 લિટર પર કેપિટા પર ડે પાણી પહોંચે તે માટે નીતિઓ ઘડી છે. રાજ્ય સરકારે FHTC માટે બાકી રહેતા વિસ્તારો માટે વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠા વિભાગ થકી કુલ રૂ.13 હજાર કરોડ ફાળવેલા હતા.
1 જૂલાઈ 2022
ગુજરાત રાજ્યના 96.50 ટકા ઘરોને 4 વર્ષ એટલે કે 34 મહિનામાં નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર બની ગયું હોવાની જાહેરાત સરકારે કરી હતી. રાજ્યના કુલ 91,77,459 ઘરો પૈકી 88,56,438 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત નળ જોડાણ આપવામાં સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરાના દરેક ઘરમાં પાણી પહોંચાડી દાવાયું હોવાનો દાવો કરાયો હતો.
વર્ષ 2019-20માં 91,77,459માંથી કુલ ઘર પૈકી 75,94,347 ઘરોમાં નળથી પાણી પહોંચતું હતુ. વર્ષ 2020-21માં 76,20,962 એટલે કે 83.04 ટકા ઘરોમાં, વર્ષ 2021-22માં 86,73,575 એટલે કે 94.51 ટકા ઘરોમાં અને જુન 2022 સુધીમાં 88,56,438 ઘરોમાં જોડાણ આપીને 96.50 ટકા ઘરમાં પાણી પહોંચાડી દીઢું હોવાનો દાવો કરાયો હતો.
નળ દીઠ કેટલો ખર્ચ
એક નળ દીઠ રૂ.22 હજારથી 70 હજારનું ખર્ચ થયું હતું. વિધાનસભામાં વિગતો આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019 માં 94 અને વર્ષ 2020 માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. જેમાં કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. એક નળ દીઠ 70 હજાર રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લામાં વર્ષ 2019 માં 4894 અને વર્ષ 2020 માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં એક નળ દીઠ રૂ, 22,687નું ખર્ચ કરાયું હતું.
ભ્રષ્ટાચાર
જુથ પાણી યોજનાનું જૂઠ
આણંદ જિલ્લામાં 100 ટકા ઘરોમાં નળથી પાણી આપી દેદું હતું. જિલ્લાના 351 ગામોમાં નલ સે જલ 4 લાખ જોડાણ અપાયા હતા. નળમાં પાણી ન આવતું હોવાથી ઘણાં નળ ભ્રષ્ટાચારના ગાંઠીયા બન્યા હતા. સરકારને કહ્યું કે તમામને નળ આપી દેવામાં આવ્યા, પણ કામગીરી માત્ર ચોપડે થઈ હતી. તાલુકામાં 11 શહેર અને 362 ગામો છે. 2011માં 21 લાખ અને 2023માં 27 લાખ વસતી હતી. 10 જુથ યોજનાઓના 108 ગામોમાં જુઠ યોજનાઓ બની ગઈ હતી. 254 ગામોમાં વ્યક્તિગત પાણી પૂરવઠો આપવામાં આવતો હતો.
આણંદ વાસ્મોએ 4 હજાર હાથ ડંકીથી પાણી આપાતું હોવાનો દાવો કર્યો હતો. 4 લાખ ઘર છે. જેમાં 3.63 લાખમાં ઘર નળ જોડાણથી પાણી આપવાનું આવરી લેવાયું છે. જે 93 ટકા છે. જ્યાં પણી નથી મળતું તે ગણવામાં આવે તો 40 ટકા ઘરમાં પાણી નથી.
23 માર્ચ 2023માં લીંબડી તાલુકાના ભોયકા ગામે વાસ્મો નલ સે જલ યોજનામાં 47 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. તપાસમાં કોન્ટ્રાક્ટ એન. કે. એજન્સીના સભ્યો હાજર ન રહ્યાં હોવાથી તમામ અધિકારીઓ પરત ફર્યા હતા. ભોયકા ગામના લોકોને આજ દિન સુધી પાણીની પાઈપ લાઈન ઘર સુધી પહોંચીજ નથી. પાઈપ લાઈન નાખ્યાનું કામ પૂર્ણનુ રોજકામ સરપંચ તથાં કોન્ટ્રાક્ટ દ્વારા ગામના લોકોની ખોટી સહી કરાવીને કામ કર્યા વગર જ માત્ર કાગળ પર કામ બતાવીને રૂપિયા 19 લાખ ચુકવી દેવામાં આવ્યાં હતા. પાણીની પાઈપ લાઈનનો ગોડાઉનમાં પડેલી હતી.
ગોધરા શહેરના નજીક આવેલા ભામૈયા ગામના પાંડવા ફ્ળીયામાં નલ સે જલ યોજના અને કેટલાક હેન્ડપમ્પ સુવિધા હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે.
અરવલ્લી જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનામાં હલકીકક્ષાની ગુણવત્તાની કામગીરી થઈ હતી. પાઇપલાઈન જમીનમાં અઢી ફૂટને બદલે ફ્ક્ત અડધો ફૂટ જ નંખાતી હોવાનો આક્ષેપ હતો.
મહીસાગર જિલ્લાના પરથમપુર ગામમાં બે વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનોને એક ટીપું પાણી પણ નસીબ થયુ ન હતું.
નર્મદા જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત વાસ્મોની સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ હતો. સંશોધન અને તાંત્રિક સર્વેની કામગીરી જોધપુરની સિધ્ધુ સર્વે સર્વિસને અંદાજીત 37 કરોડના 3.07 ટકા ભાવે આપવામાં આવી હતી. પરંતુ યુનીટ મેનેજર દ્વારા ઓફિસની કામગીરી પડતી મૂકી સર્વે કામગીરી જાતે કરી છે, સર્વેની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે.
ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકામાં કરોડોની નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયેલો હતો. ધારાસભ્ય દ્વારા સ્થળ મુલાકાત માટે વાસ્મો પ્રોજેક્ટના યુનિટ મેનેજર અને આ કામના લાગતા વળગતા તમામ અધિકારીઓને હાજર રહેવા જણાવેલું હતું. એસ્ટીમેટ મુજબનું કામ ન કરી કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતથી બારોબાર બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા. દેડીયાપાડા તાલુકામાં કુલ 172 યોજનાઓમાંથી 74 યોજનાઓ પૂર્ણ થયેલી હતી. જ્યારે 94 યોજનાની કામગીરી ચાલતી હતી. સાગબારા તાલુકામાં કુલ 93 યોજનાઓ મંજુર થયેલ છે જે પૈકી 49 યોજનાઓ પૂર્ણ થયેલ છે 43 યોજનાઓ પ્રગતિ હેઠળ છે અને 1 યોજના ટેન્ડર મંજૂરી હેઠળ છે. જેમાં કામ પૂર્ણ થયેલ છે ત્યાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની લોકોની અનેક ફરિયાદો ઉઠી હતી.
ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્મોની નલ સે જલ યોજનામાં ગેરરીતિની ફરિયાદમાં સીએમ કાર્યાલય દ્વારા તપાસ નો આદેશ કરાયો હતો. 30 યોજનામાં 62 લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. ફડવેલના ગામતળ,પિંજારા ફળીયા સહિતના વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત બોર કરી તે બોર ફેઈલ થયા હોવાનું દર્શાવી બીજા બોરો ખાનગી જમીનમાં કરી તેનો ઉપયોગ ખેતરમાં કરવામાં આવી રહ્યો છે. આ બોરના પાણીમાંથી જમીન માલિક દ્વારા હાલમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ટેન્કરમાં જોગવાઈ મુજબ બોરિંગ ની ઊંડાઈ પણ ઓછી કરી પાઇપ પણ હલકી ગુણવત્તાના વાપરવામાં આવેલી હતી.
છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના જ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે પોલ ખોલી હતી. સ્ટેન્ડના સ્ટ્રક્ચર તૂટી પડ્યા હતાં. સિમેન્ટ કોન્ક્રીટ પણ માટી જેમ ખરી પડ્યા હતા. જમીનમાં પાણીની પાઈપમાં ધારાધોરણ જળવાયુ નથી. ગોજારીયા ગામે 43 લાખના ખર્ચે થઈ રહેલી પાણીની કામગીરીના નાણાં પાણીમાં ગયા હતા. જૂની યોજનાની ટાંકી પણ તોડી પડાઈ હતી. અગાઉ મળતું પાણી પણ બંધ થઈ ગયું હતું. નવી લાઇન દ્વારા પાણી મળે તે પહેલાજ તેના સ્ટ્રકચર તૂટી ગયા હતા.
ગોધરા તાલુકાના જુની ધરી ગામે ભ્રષ્ટાચારના કારણે પાણીના ટેસ્ટીંગ દરમિયાન લાઈનમાં 200 જેટલા લીકેજ નિકળ્યા હતા. જુનીધરી ગામે પાણીના ટાંકાની મેઈન લાઈનમાં 20 પંચરો હતા. કૈલાશ નગરમાં જુની પાઈપ લાઈનમાં કનેકશનો આપેલ છે. તેમાં એક જ ટેન્સીંગ ડબલ પાઈપ નાખેલ છે. પાણીના ટાંકામાં પણ હલ્કી ગુણવત્તાનો સામાન વાપરેલો હતો. પાઈપો તથા કનેકશન હલ્કી ગુણવત્તામાં માલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હલ્કી ગુણવત્તાના કારણે વારંવાર પંચરો પડે છે અને ગ્રામજનોને દુષિત પાણી પીવડાવવામાં આવે છે.
નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે ધારાસભ્ય મહેશ વસાવાએ વાસ્મોની બેઠક બોલાવીને 172 યોજના મંજુર થયેલ છે જે પૈકી 74માંથી પૂર્ણ થયેલ કામો માં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો.
આદિવાસી વિસ્તારના તમામ કામોમાં ખૂબજ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે, અને કામમાં વેઠ ઉતારવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં નલ સે જલ ની અધુરી કામગીરીની તસ્વીર બતાવી હતી. ધારાસભ્ય નિમિષાબેન સુથારની હીજરીમાં 45% કામ કરવામાં આવ્યું હોવાના પુરાવા આપવામાં આવ્યા હતા. નળ નંખાયા પણ તાલુકાના ગામડાઓમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. મહિનામાં એક થી બે વાર પાણી છોડવામાં આવે છે. યોજનાની કામગીરી અધુરી છે.
સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીનું ટીપું નથી આવતું. શોભાના ગાંઠિયા છે. ખેડૂતોની જમીનોને ખોદીને તેમની જમીનોમાં પાઇપો દાબીને તેમની જમીનો ખરાબ કરવામાં આવી છે. પાઇપો ફાટી ગઈ છે. પાણી નીકળે છે. યોજનાઓ કાગળ પર છે.
ડેડીયાપાડાના અમુક ગામોમાં પાણી મળતું નથી. ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજ ખેરવા ગામે નલ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. પાણી પુરવઠા વિભાગે 17 લાખના ખર્ચે એજન્સીને ટેન્ડર આપ્યું હતું. જેનું 7 લાખનું બિલ પાણી સમિતિ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મોકલતા મામલો સામે આવ્યો છે. ગામથી ગામથી 1 કિલોમીટર દૂર બોર બનાવવામાં આવ્યો પરંતુ, તેમાં પાઇપલાઈન નાખવામાં નથી આવી તો બોરમાં પણ મોટર નાંખવામાં નથી તો વીજ કનેક્શન પણ નથી મેળવવામાં આવ્યું. એક વર્ષથી કામ અધૂરું હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી પાણીનું બિલ અપાયું હતું.
0000000000000
ગુજરાતના 17 લાખ ઘરોને નળ જોડાણથી પાણી પહોંચતું કરવાનું અભિયાન હાથ ધર્યું છે.
સુરત ઝોનમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી અને નર્મદા એમ કુલ 07 જિલ્લાઓ અને 3540 ગામો સમાવિષ્ટ છે. વર્ષ-2011ના આંકડા મુજબ સુરત ઝોનના સાત જિલ્લાની વસ્તી 58,22,922 હતી, જેમાં 10 વર્ષ બાદ નોંધપાત્ર વધારો નોંધાયો હોવાથી આ વસ્તીને સુદ્રઢ આયોજન મુજબ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે 94 હયાત જૂથ પાણી પુરવઠા યોજનાઓ તેમજ 52 (બાવન) નવી પ્રગતિ હેઠળની જૂથ યોજનાઓ અમલી છે. આમ સુરત ઝોન હેઠળના જિલ્લાઓમાં રૂ.2067.28 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે.
વાસ્મો હેઠળ રૂ.565.55 કરોડના ખર્ચે 41 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની યોજનાઓ જેમાં 14 યોજનાઓ પ્રગતિમાં અને બે યોજનાઓ પૂર્ણ થઈ તેમજ 25 યોજનાઓનું ભાવિ આયોજન કર્યું હોવાનું જણાવી તેમણે વર્ષ 2022 સુધીમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું કહ્યું હતું.
00000000000000
18 માર્ચ 2021
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. 2022 સુધીમાં તમામ ઘરને નળ આપી દેવામાં આવશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 17 લાખ જેટલાં નળ જોડાણ બાકી રહ્યા છે. દર મહિને એક લાખ નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. 17 મહિનામાં રાજ્યના પ્રત્યેક ઘરમાં નળ દ્વારા પાણી મળતું હશે.
પાંચ જિલ્લાઓમાં 100 ટકા ઘરમાં નળ આપી દેવાયા છે. જેમાં પોરબંદર, આણંદ, ગાંધીનગર, બોટાદ અને મહેસાણા છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2019માં 94 અને વર્ષ 2020માં 2067 નળ કનેક્શન આપવામાં આવ્યા. તે અંતર્ગત કુલ રૂપિયા 1521.55 લાખ ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ભાવનગર જિલ્લામાં વર્ષ 2019માં 4894 અને વર્ષ 2020માં 20364 નળ કનેક્શન અપાયા. તેની પાછળ કુલ રૂપિયા 5730.35 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.
00000000000000
રાજ્યનાં 93.03 લાખ ગ્રામીણો ઘરમાંથી 68.63 લાખને નળ જોડાણો પુરા પાડવામાં આવ્યા છે.
2022 સુધીમાં રાજ્યના 26.82 લાખ પરિવારો પાસે નળની સુવિધા નથી તેમને આપવાની જાહેરાત કરાઇ હતી.
ચૂંટણી પહેલા બધાને નળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં 2022માં તમામ ઘરમાં નળથી પાણી આપવાનું છે, જે પહેલા 2024 સુધીમાં નળ આપવાના હતા.
એક વર્ષમાં 11 લાખ ઘરમાં નળ
2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. 2020માં 3 લાખ ગ્રામીણ ઘરોમાં નળ આપી દેવાયા છે. 2020-21માં કેન્દ્ર સરકારે રૂપિયા 883.08 કરોડનું બજેટ છે. રાજ્યમાં હિસ્સા સાથે કુલ 1777.56 કરોડ ખર્ચ નળ માટે કરાશે. 12 જિલ્લાઓ ગાંધીનગર, બોટાદ, વડોદરા, પોરબંદર અને મહેસાણાના 100% ઘરેલુ નળ આપી દેવાયા છે.
ફાઇનાન્સ કમિશનની ગ્રાન્ટ્સ
ગુજરાતને રૂ.3195 કરોડની ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ્સ ફાળવણી કરવામાં આવી છે. તેની 50% રકમનો ઉપયોગ ફરજિયાત પાણી પુરવઠા અને સ્વચ્છતાના (વોટર સપ્લાય અને સેનિટેશન) કરવાનો છે.
ગુજરાતના 98 ટકા ગામમાં પાઇપ દ્વારા પાણી
રાજ્યના 18,191 ગામડાઓમાંથી 17,899 ગામડાઓ પાસે હાલ પાઇપ દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થા છે. ડિસેમ્બર, 2020 સુધીમાં બીજા 6000 ગામડાઓના 100% ઘરોમાં નળના જોડાણ આપવાનું હતું. 5 જિલ્લાઓના તમામ ઘરોમાં નળના જોડાણની સુવિધાઓ આપવામાં આવી છે.
વોટર એન્ડ સેનિટાઇઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) દ્વારા 13 એપ્રીલ 2016માં દરેક ગ્રામ પંચાયતમાં 50 ટકા મહિલા સાથે 12 સભ્યોની પાણી સમિતિની રચના કરવા ઠરાવ કરાયો હતો.
આદિજાતિ 100 ટકા પણ અનુસૂચિત જાતિના
ગુજરાતના આદિજાતિ વિસ્તારના તમામ 24 લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. અનુસૂચિત જાતિના ઘરો અંગે રાજ્યની લઘુમતી જૈન કોમની ભાજપ સરકારે ક્યારેય જાહેરમાં કહ્યું નથી કે એક પણ અનુસૂચિત જાતિના ઘરને નળ વગર નહીં રહેવા દેવાય.
70 ટકાથી વધુ રોગો પાણીજન્ય હોય છે. અશુદ્ધ પાણીને લીધે થતા રોગોનો વ્યાપ વધતો જાય છે.
0000000000
2030 સુધીમાં આ યોજના હેઠળ દરેક ઘરમાં શુદ્ધ પાણી પહોંચે તેવું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
હવે 2024માં બદલી દેવામાં આવી છે. હર ઘર નલ યોજનાને જલ જીવન મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારોમાં શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે. હવે દેશના દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
આ ઉપરાંત આ યોજના દેશના નાગરિકોના જીવનધોરણમાં પણ સુધારો કરશે. હવે દેશના નાગરિકોને પાણી મેળવવા માટે દૂર જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રતિ વ્યક્તિ દીઠ 55 લિટરના દરે પીવાનું પાણી પૂરું પાડવાનો છે.
સરકાર વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં પીવાના પાણીનું કનેક્શન આપશે. હવે દેશના કોઈપણ નાગરિકને પીવાનું પાણી મેળવવા દૂર સુધી જવાની જરૂર નહીં પડે. કારણ કે સરકાર તેમના ઘરે પીવાનું શુધ્ધ પાણી આપશે. તેનાથી દેશના નાગરિકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. આ ઉપરાંત આ યોજના દ્વારા સમયની પણ બચત થશે.