Weather-resilient roads will be built in Gujarat मौसम की मार झेलने वाली सड़कें गुजरात में बनेगी
વરસાદ અને ભૂસ્ખલનથી મોટું નુકસાન અટકશે
અમદાવાદ, 24 ઓક્ટોબર 2025
રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજી સાથે 271 કિ.મી.ના 20 કામોના માર્ગો બનાવવા માટે રૂ. 1147 કરોડ ખર્ચ કરવામાં આવશે.
ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ કે સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે.
માર્ગના માળખાને આબોહવાને અનુકૂળ એવું સ્થિતિસ્થાપક બનાવવા માટે ક્લાઈમેટ રેઝિલિયન્ટ માર્ગો બનશે. જેની વિગતો એકઠી કરીને આબોહવા અનુકૂલન માટે મોટું રોકાણ કરવામાં આવશે. જેમાં જોખમનો ઇન્વેન્ટરી, સંવેદનશીલતા મેપિંગ, જોખમ મેપિંગ અને જોખમ મૂલ્યાંકન તેમજ તેની તીવ્રતાનો અભ્યાસ કરાશે.
ભૂસ્ખલન જોખમ ઝોનેશન નકશા તૈયાર કરવા માટે માર્ગદર્શિકા હોવી જોઈએ. રિકોનિસન્સ અને ટોપોગ્રાફિકલ સર્વેક્ષણો, ભૂસ્તરશાસ્ત્રીય બાબતોનો અભ્યાસ કરવો પડે છે. DPR તૈયાર કરવા પડે છે. જેમાં કાર્બન ઉત્સર્જનની ગણતરી કરાય છે.
ભૂસ્તરશાસ્ત્રીય, જળશાસ્ત્રીય અને ભૂ-આકારશાસ્ત્રીય નકશા તૈયાર કરવા માટે ભૂ-તકનીકી તપાસ કરવી પડે છે.
ભૂસ્તરશાસ્ત્રીય રીતે અસ્થિર સામગ્રી અથવા ઢોળાવ; કાટમાળના પ્રવાહને આધિન ઢાળવાળી ચેનલોને પાર કરતા રસ્તાઓ બનાવવા પડે છે.
નદીના કિનારે પુલ, કલ્વર્ટ, હાઇડ્રોલોજિક અથવા રસ્તાની નજીક નબળાઈનું મૂલ્યાંકન કરાય છે.
ભૂસ્ખલન, ખડકો પડવાનો વિસ્તારો, ભીના વિસ્તારો, સંતૃપ્ત જમીન, નદીના કિનારે ધોવાણનો અભ્યાસ કરવો પડે છે. સંભવિત ભસ્ખલન માટે બધા ઢોળાવનું મૂલ્યાંકન કરવાની જરૂર હોય છે.
બાયોએન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી અપનાવવાથી પર્યાવરણ અને આર્થિક બાબત બને છે. જેમાં ઢોળાવમાં ફેરફાર, અંડરકટીંગ, ઢોળાવની મજબૂતાઈમાં ફેરફાર, આંચકા અને કંપન ભૂસ્તરશાસ્ત્રીય સુવિધાઓ અને હાઇડ્રોલોજિકલ પરિસ્થિતિઓનો અભ્યાસ કરાય છે.
એન્જિનિયરિંગ કટ ઢોળાવમાં 50%થી વધુ નિષ્ફળ રહે છે. માટીના ધોવાણને રોકવા, પાળાઓનું રક્ષણ અને ઢોળાવની ડિઝાઇન પર્યાવરણને અનુકૂળ બનાવવી પડે છે. પ્રતિકૂળ ભૂગર્ભજળની સ્થિતિને કારણે માર્ગો તૂટતા હોય છે.
રસ્તાઓની ટકાઉપણું માટે મહત્વપૂર્ણ કાર્યક્ષમ ડ્રેનેજ સિસ્ટમ બનાવવી પડે છે. પાણીની વિનાશક શક્તિ કે વેગ અટકાવવો પડે છે. તે માટે ગટર, કલ્વર્ટ અથવા ખુલ્લી વહેતી સપાટી બનાવવા પડે છે.
તેથી કેચમેન્ટ વિસ્તારનો ઢાળ, વનસ્પતિ આવરણ, પાણીની તીવ્રતા, સમયગાળો અને વરસાદી તોફાન અને વાદળ ફાટવાની ઘટનાનો અભ્યાસ કરવાની જરૂર હોય છે.
ગટર કાટમાળ અને કાંપથી ભરાઈ જવાને કારણે મોટાભાગે કલ્વર્ટ નિષ્ફળ જાય છે.
અન્ય ખર્ચ
ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ–રોડ નેટવર્ક દ્વારા ગુજરાતમાં સરકાર 124 કામો માટે 7737 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે.
ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘારે સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર બનાવવા માટે રૂ. 5576 કરોડમાં બનાવેશે.
વધું ઝડપી વાહનો ચલાવવા માટે 12 રસ્તા બનાવવાના હતા.
9 ઝડપી માર્ગો
બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના 92.23 કિલોમીટર લંબાઈ માટે રૂ. 67.43 કરોડ,
બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના 67.30 કિ.મી. માટે રૂ. 158 કરોડ.
મેંદરડા – કેશોદ – માંગરોળના 48.55 કિ.મી માટે રૂ.81.38 કરોડ. ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના 105 કિ.મી રોડ માટે રૂ.858 કરોડ.
કરજણ – ડભોઇ – બોડેલીના 71.10 કિ.મી માટે રૂ. 331 કરોડ.
દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના 167.54 કિ.મી. માટે રૂ. 1514 કરોડ.
અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના 143 કિ.મી. માટે રૂ. 640 કરોડ.
સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના 50 કિલોમીટર માટે રૂ. 862 કરોડ.
સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના 64 કિ.મી. માટે રૂ. 1063 કરોડ મંજૂર કર્યા છે.
રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામોમાં 803 કિ.મી.માં બનાવવા માટે રૂ. 986 કરોડ ખર્ચ કરાશે.
ગુજરાતી
English





