अगर दो करोड़ वोटर्स की जानकारी गलत दी गई तो क्या होगा? What will happen if the information of two crore voters is found to be incorrect, in Gujarat?
અમદાવાદ, 24 ડિસેમ્બર 2026
ગુજરાતમાં એસઆઈઆર બાદ 19 જાન્યુઆરીએ બહાર પાડેલી હંગામી મતદાર યાદીમાં 4.43 કરોડ મતદારોમાંથી 1.73 કરોડ મતદારોની વિગતોમાં વિસંગતતા જાહેર કરાઈ હતી. 40 ટકા મતદારોના ડેટા મેચ થયા નથી. 6 ડિસેમ્બર 2025માં ચૂંટણી તંત્રએ વિસંગતતાના માત્ર 66 લાખ જાહેર કર્યા હતા. હવે તે વધીને 1 કરોડ 73 લાખ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત બાદ એકાએક ફોર્મ 7નો ગોટાળો બહાર આવ્યો છે. તે પહેલાં ભાજપે પ્રદેશ પ્રમુખ જાહેર કર્યા હતા. તે પહેલાંના પ્રદેશ પ્રમુખ પાટીલે જાહેર કર્યું હતું કે ગુજરાતમાં મારે 182 બેઠક પર ભાજપના ધારાસભ્ય જોઈએ છે. તેનો મતલબ કે ગુજરાતમાં વિરોધ પક્ષના એક પણ ધારાસભ્ય રહેવા દેવા નથી. તેનો મતલબ કે ગુજરાતમાં ભાજપ સરમુખત્યાર સરકાર લાવવા માંગે છે.
આમ ચૂંટણી પંચ હવે ગોટાળા પંચ બની ગયું છે. આમ જ ચાલશે તો મશીનની મદદથી અને નામો ઉડાવી દેવાના ષડ્યંત્રથી સત્તામાં રહેલો પક્ષ 182 વિધાનસભ્યો સાથે સત્તા મેળવી શકે છે. ભાજપના તે સમયના પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યું હતું કે મારે તો 182 બેઠકો જોઈએ છે.
ફોર્મ 7નો ગોટાળો પણ બહાર આવ્યો છે. મતદારોની જાણ બહાર નામ કમી કરવાનો ખેલ પંચ અને રાજકિય નેતાઓ ખેલી રહ્યા છે. ઓછામાં ઓછા બે કરોડ મતદારો ગુમ કરી દેવામાં આવી રહ્યાં છે. ફોર્મ 7ના 10 લાખ અને તે પહેલાં 1 કરોડ 73 લાખ મતદારોની વિસંગતતાઓ જાહેર કરી દેવામાં આવી હતી.
ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR) અંતર્ગત ડેટા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ, આ વખતે મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે રેકોર્ડબ્રેક અરજીઓ મળી છે. રાજ્યભરમાંથી નામ કમી કરવા માટે કુલ 12,59,229 ફોર્મ-7 ચૂંટણી પંચને પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે અવસાન પામેલા, બેવડા નામ ધરાવતા અથવા કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ દૂર કરવા માટે આ ફોર્મ ભરવામાં આવતા હોય છે. વાંધા અરજી થઈ છે તે શંકા ઉપજાવે છે.
27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા છે.
નવા નામ ઉમેરવા માટે 6,54,594
ફોર્મ-6 અને ફોર્મ-6એ મળ્યા છે.
મતદાર કાર્ડમાં રહેલી વિગતોમાં સુધારા-વધારા કરવા અથવા એક જ વિધાનસભા ક્ષેત્રમાં સ્થળાંતર માટે 5,04,835 ફોર્મ-8 ચૂંટણી પંચને મળ્યા છે.
આરોપ છે કે, દિવસમાં આખા રાજ્યમાં ભાજપના કાર્યકરોએ હજારો નહી, લાખો ફોર્મ-7 ભર્યા છે જ્યારે ચૂંટણીપંચે કોંગ્રેસના કાર્યકરોને ફોર્મ-7 આપવા ઇનકાર કરી દીધો છે. દરેક વિધાનસભા બેઠક પર દસ હજારથી વધુ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. એ હિસાબે માક્ષ ફોર્મ – 7માં જ 18થી 20 લાખ ફોર્મ હોઈ શકે છે.
ફોર્મ નંબર-7, 6, 8,6 એ શું છે?
નામ ઉમેરવા માટે ફોર્મ નંબર-6 છે.
ફોર્મ-8 સ્થળાંતર મતદારો માટે.
નામ સામે વાંધો નોંધાવવા માટે ફોર્મ નંબર-7 છે.
ફોર્મ 7
વળી, ફોર્મ 7, 6, 8 દરેક SIR પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયા છે અને તેના આધારે અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. હવે અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં મોટા પાયે ગોટાળા જાહેર થઈ રહ્યાં છે.
કોઈએ ફોર્મ 7 ભરીને તેમાં તેમને મૃત જાહેર કર્યા છે અને તેમનો EPIC નંબર અથવા ઇલેક્શન કાર્ડ રદ કરવા માટે અરજી કરી છે.
ગોટાળો
ફોર્મ નંબર-7નો વ્યાપક અને આયોજનબદ્ધ રીતે મતદાર યાદીમા ગોટાળો કરવા દુરુપયોગ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર એક વ્યક્તિ-એક મતના અધિકારને છીનવી રહી છે. આ પાછળ પૂર્વયોજિત ભાજપ અને પંચ વચ્ચે સાંઠગાંઠ બતાવે છે. ચૂંટણી પંચે મતદાર યાદી શુદ્ધ કરવાની વાત કરીને લોકશાહી માટે ખતરો ઊભો કર્યો છે.
ફોર્મ-7ની વિગતો રાજકીય પક્ષોને આપવામાં આવી નથી કે પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવી નથી. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના નેતાઓ ખુદ કચેરીમાં આવીને ફોર્મ-7 જમા કરાવી રહ્યા છે.
15 જાન્યુઆરી સુધી તમામ જિલ્લાઓમાં ફોર્મ-7ની સંખ્યા ખૂબ ઓછી હતી, પરંતુ 16થી 18 જાન્યુઆરી દરમિયાન અચાનક લાખોની સંખ્યામાં ફોર્મ-7 રજૂ કરવામાં આવ્યા.
ફોર્મ નંબર 7 જેમાં કોઈપણ વ્યક્તિ કોઈ પણ મતદાર સામે વાંધો ઉઠાવી શકે છે. આ જોગવાઈનો ભરપુર ગેરલાભ કોઈ ઉઠાવી રહ્યું છે.
18 જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 10 લાખથી વધુ ફોર્મ-7 જમા થયાનો કોંગ્રેસ અને આમ આદમી પક્ષનો દાવો છે.
ફોર્મ-7માં મોબાઇલ નંબર ખોટા લખાયેલા છે, ફોર્મની લખાવટ એકસરખી છે અને માહિતી કમ્પ્યુટર જનિત લાગે છે.
ચૂંટણી પંચ પણ આ સમગ્ર કાવતરામાં સંડોવાયેલું છે. CCTV કેમેરાનો રેકોર્ડ તપાસવો જોઈએ.
અંજારમાં એક બુથમાં 88 ફોર્મ-7
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુથ નંબર 253માં એકસાથે 88 ફોર્મ નંબર-7 કચેરીમાં જમા કરાવવામાં આવ્યા હતા. એક સાથે ફોર્મ ભરાવાથી ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે.
FIR થઈ શકે
ઘણા મતદારોએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી કે કોઈ સહી કરી નથી.
ખોટા પુરાવા સાથે ફોર્મ-7 ભરે તો તેની સામે પોલીસ FIR થઈ શકે છે. એક વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ છે.
ખંભાત
ખંભાતમાં એક કોર્પોરેટરના માતાને જીવિત હોવા છતાં મૃત બતાવી ફોર્મ-7 ભરવામાં આવ્યું હતું.
ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં ગોટાળા હોવાનો આક્ષેપ કર્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાત બેઠક પર કૉંગ્રેસ માત્ર 3,711 મતોથી જીતી હતી, તેથી ત્યાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે.
જામખંભાળિયા
જામખંભાળિયામાં એક વિધાનસભામાંથી 10 હજાર મત રદ કરવાની યોજના હોવાનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદ
દરિયાપુર વિધાનસભામાં આ પ્રકારનાં લગભગ 29,000 ખોટાં ફૉર્મ 7 ભરવામાં આવ્યાં છે, જ્યારે જમાલપુરમાં 21,000 જેટલાં ફોર્મ 7 ભરીને ખોટી રીતે મુસ્લિમ મતદારોને દૂર કરવા માટેનું કાવતરું ઘડાયું હોય તેવું લાગી રહ્યું છે.
લગભગ 24,000 મતદાતાઓ સામે ફોર્મ 7 ભરીને તેમનાં નામ કમી કરવાની ખોટી અરજીઓ કરવામાં આવી છે. આ પ્રકારની અરજી કરનારી વ્યક્તિ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ થવી જોઈએ.
દરિયાપુરમાં ભાજપની જીતનું માર્જિન 5,485 મત છે, જ્યારે બાપુનગર અને જમાલપુર જેવા વિસ્તારોમાં 10,000 થી 12,000 મતની આસપાસની લીડ છે.
પાટણ
પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકામાં 50 હજારથી વધુ લોકો વિરૂદ્ધ ખોટી રીતે વાંધા અરજી કરાઈ હતી.
મોરબીના ટંકારા
હવે
મતદારોના ઘર નંબરને ઉંમર તરીકે દર્શાવી દીધી હતી.
2002ની જૂની યાદીમાં 1.73 કરોડ મતદારો નામ, ઘર નંબર, ઉંમર ખોટી હોવાથી ખામી આવી છે. ખામીઓ અને મેપિંગ ન થયાના કારણે હવે મદારોએ રૂબરૂ હાજર રહેવા તમામને બીએલઓ દ્વારા નોટિસ આપી છે. મતદારોની ભૂલ ન હોવા છતાં વગર વાંકે દંડાવામાં આવી રહ્યાં છે. જે ચૂંટણી ગોટાળો દર્શાવે છે.
ચૂંટણીપંચની સૂચના મુજબ જે મતદારોએ પોતાના બીએલઓ, ઈઆરઓ કે એઈઆરઓને પોતાના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમનને નોટિસ આપવાની થતી ન હતી.
આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 6.54 લાખ નાગરિકો તરફથી અરજિ પત્રકો મળ્યા છે. નામ કમી કરવા માટે 12.60 લાખ અરજીઓ આવી છે.
નામની વિગતો અંગે કોઈ વાંધો કે અન્ય દાવા હોય તો 30 જાન્યુઆરી સુધી દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકશે.
22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 6,54,594 ફોર્મ 6 અને 6એ મળ્યા છે.
2002ની એસઆઈઆર
અલ્પેશ ભાવસાર અને સતેષસિંહ રાઠોડ નામના આરટીઆઈ કાર્યકરની એક અરજીના જવાબમાં ચૂંટણીપંચે માહિતી આપી હતી કે, વર્ષ 2002ની SIRની પ્રક્રિયા રાજ્યમાં 31 ઑગસ્ટ 2001ના રોજ શરૂ થઈ હતી અને અંતિમ યાદી 10 એપ્રિલ 2002ના રોજ પ્રસિદ્ધ થઈ હતી.
316,824,489 મતદારો ડ્રાફ્ટ યાદીમાં સામેલ હતા. યાદી પ્રસિદ્ધ થયા બાદ કમિશનને 3,355 વાંધા અરજીઓ મળી હતી, જેમાંથી 1,295 અરજીઓ મંજૂર થઈ હતી અને તેવા મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં હતાં.
જોકે, ફોર્મ 6 મુજબ તે સમયે 78,127 મતદારોનો ઉમેરો થયો હતો અને કુલ મળીને રાજ્યભરમાં મતદારોની સંખ્યા 317,413,362 થઈ હતી.
અગાઉ
6 ડિસેમ્બર 2025માં 99 ટકા કામ પૂરું કરીને જાહેર થયેલી વિગતો પ્રમાણે 66 લાખ મતદારોની વિસંગતતા જાહેર કરવામાં આવી હતી.
અવસાન પામેલા મતદારો 17.66 લાખ
કાયમી સ્થળાંતરિત મતદારો 36.89 લાખ
સરનામે ગેરહાજર મતદારો 8.39 લાખ
પુનરાવર્તિત મતદારો 3.53 લાખ
ગુજરાતી
English





