ગુજરાતના 2 લાખ યાત્રાળુઓનું ચારધામ યાત્રામાં શું થશે What will happen to the Chardham Yatra of 2 lakh pilgrims from Gujarat? गुजरात के 2 लाख तीर्थयात्रियों की चारधाम यात्रा का क्या होगा?
અમદાવાદ
ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. જેમાં 20 લાખ લોકો જોડાય તેમ છે. 20 લાખમાંથી ગુજરાતના 1.80થી 2 લાખ યાત્રાળુ હશે. તે સમયે અહીં પુજારીઓ સરકારની નીતિ સામે હડતાલ પર ઉતર્યા છે તેથી યાત્રા જોખમમાં મૂકાઈ છે. અહીં પૂરમાં હજારો લોકોના મોત બાદ મંદિર પર ધાર્મિક વિવાદો ઊભા થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં વીઆઈપી મુલાકાત લીધી બાદ વિવાદો વધ્યા છે.
જેમાં વીઆઈપી લોકોની ઘુસણખોરી સામે ભાજપ સરકાર સામે વિરોધ થયો છે. ગુજરાત સરકારને પણ એક પત્ર ઉત્તરાખંડ સરકારે લખ્યો છે કે ગુજરાતથી વીઆઈપી મોકલવામાં ન આવે. મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ આગામી 15 દિવસ સુધી ચારધામના દર્શન માટે VIP લોકોને ન આવવા દે.
શ્રદ્ધાળુઓની નોંધણીનો વિક્રમ તુટી ગયો છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ એક સપ્તાહમાં સંખ્યા 12.48 લાખ પર થઈ હતી. હવે તે 20 લાખ પર પહોંચી ગઈ છે.
જાણો કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ માટે 4,22,129, બદરીનાથ ધામ માટે 3,56,716, ગંગોત્રી ધામ માટે 2,31,983, યમુનોત્રી ધામ માટે 2,19,619 અને હેમકુંડ સાહિબ માટે 17,684 શ્રદ્ધાળુઓએ નોંધવામાં આવ્યા છે.
ગત વર્ષે ચાર લાખ શ્રદ્ધાળુઓની નોંધણી થઈ હતી.
ઉત્તરાખંડના બદ્રીનાથમાં પૂજારીઓ અને સ્થાનિકોએ સોમવારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચારધામ યાત્રાના કથિત ગેરવહીવટ સામે વિરોધ કર્યો હતો. હિમાલયન મંદિરની દુકાનો વિરોધમાં બંધ રાખવામાં આવી હતી અને પાંડા સમુદાય અને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આંદોલનકારીઓએ બદ્રીનાથમાં VIP ‘દર્શન’ પ્રણાલી બંધ કરવા, સ્થાનિક લોકો માટે પરંપરાગત માર્ગો પરથી બેરિકેડ દૂર કરવા અને મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા પૂરી પાડવા સહિત અડધા ડઝનથી વધુ માગણીઓ સાથે વિરોધ કર્યો હતો.
બાદમાં આંદોલનકારીઓ અને મંદિર સમિતિના અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ રસ્તા પરથી બેરીકેટ હટાવી દેવામાં આવ્યા હતા. જોશીમઠના ઉચ્ચ અધિકારીઓને આંદોલનકારીઓની અન્ય માંગણીઓ વિશે જાણ કરવામાં આવી છે.
10મી મેના રોજ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો.
આના એક દિવસ પહેલા, તીર્થયાત્રીઓ, પૂજારીઓ અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને થોડા સમય માટે બજારો અને દુકાનો બંધ રાખી હતી, જેના કારણે યાત્રાળુઓને અસુવિધા થઈ હતી.
કહેવામાં આવ્યું છે કે કેદારનાથ અને બદ્રીનાથના માસ્ટર પ્લાનના નામે કથિત અનિયમિતતાઓને લઈને સ્થાનિક પ્રશાસન સામે ગુસ્સો છે.
બદ્રીનાથ તીર્થ પુરોહિત સંગઠન દ્વારા આરોપ લગાવ્યો કે પાંડા સમુદાયના એક ડઝનથી વધુ સભ્યોના ઘર તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ મંદિર સમિતિ દ્વારા VIP ‘દર્શન’ના નામે અરાજકતા સર્જાઈ છે અને સ્થાનિક લોકોના ઘર તરફ જતી મુખ્ય ફૂટપાથ બંધ કરી દેવામાં આવી છે. બેરિકેડ હટાવી દીધા હતા અને VIP દર્શન માટેના કાઉન્ટરો પણ બંધ કરી દીધા હતા.
1.25 અબજનું સોનું ગુમ
ગયા વર્ષે કેદારનાથ ધામમાં મંદિરની અંદરની દિવાલોને સોનાથી મઢવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુંબઈના એક વેપારીએ 230 કિલો સોનું દાનમાં આપ્યું હતું. તેમાંથી ઘણી સોનાની પ્લેટો બનાવવામાં આવી હતી અને તેને મંદિરની અંદરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. હવે અહીંથી સોનું ગાયબ થવાની ચર્ચા શરૂ થઈ છે.
ચાર ધામ મહાપંચાયતના ઉપપ્રમુખ સંતોષ ત્રિવેદીએ આરોપ લગાવ્યો છે કે કેદારનાથ ધામમાં સોનાના નામે પિત્તળનું લેયર ચોંટાડવામાં આવ્યું છે. તેના દ્વારા 1.25 અબજ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. સંતોષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દોષિતો સામે તાત્કાલીક પગલાં લેવામાં નહીં આવે તો વિશાળ જન આંદોલન કરવામાં આવશે.
કેદારના ગર્ભગૃહને સોનાનું બનાવીને પરંપરામાં દખલગીરી કરવામાં આવી છે. હવે આ હેરાફેરી બાદ લોકોની આસ્થા પર હુમલો થયો છે.
23 કિલો સોનું પીત્તળ બની ગયું
કેદારનાથ મંદિરમાંથી 23 કિલો સોનું ચોરી થવાનો આરોપ બાદ ગર્ભગૃહની દીવાલો પર કેમિકલ પોલિશ અંગે ઉત્તરાખંડની ભાજપ સરકારે તપાસ માટે સમિતી બનાવી છે.