PPF એકાઉન્ટ ઇનએક્ટિવ તો શું કરશો? આ રીતે ફરીથી કરાવો એક્ટિવેટ

PPFમાં રોકાણ કરવુ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તેના અંતર્ગત હાલ 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધુ છે. જો તમારુ PPF એકાઉન્ટ કોઇ કારણસર બંધ થઇ ગયુ હોય તો તેને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે PPF એકાઉન્ટ ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય છે.

PPF એકાઉન્ટ ઇનએક્ટિવ શા કારણે થઇ જાય છે

  • PPFમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે.
  • એક નાણાકીય વર્ષમાં મહત્તમ 5 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકાય છે.
  • જો તમે કોઇ નાણાકીય વર્ષમાં 500 રૂપિયા જમા ન કરી શકો તો તમારુ એકાઉન્ટ ઇનએક્ટિવ થઇ જાય છે.
  • ઇનએક્ટિવ થયેલા એકાઉન્ટર પર લોન લેવાની સુવિધા નથી મળતી.

ફરીથી શરૂ કરાવો તમારુ PPF એકાઉન્ટ

  • જે બેન્ક એકાઉન્ટ અથવા પોસ્ટ ઑફિસમાં PPF એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે ત્યાં એક લેખિત અરજી કરવાની રહેશે.
  • તે બાદ ખાતાને ફરીથી શરૂ કરવાની એપ્લીકેશન પણ આપવાની રહેશે.
  • 500 રૂપિયાના લઘુત્તમ વાર્ષિક યોગદાન સાથે 50 રૂપિયાની પેનલ્ટી પણ ચુકવવી પડશે.
  • જણાવી દઇએ કે PPF એકાઉન્ટ કોઇપણ બેન્ક અથવા પોસ્ટ ઑફિસમાં ખોલી શકાય છે. ખાતુ ખોલાવવા માટે જરૂરી મિનિમમ રકમ 500 રૂપિયા છે.

ટેક્સ છૂટ

  • PPF EEEની શ્રેણીમાં આવે છે. તેમાં રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મળે છે.
  • આ યોજનામાં રોકાણથી મળતા વ્યાજ અને રોકાણની સંપૂર્ણ રકમ પર પણ કોઇ પ્રકારનો ટેક્સ ચુકવવાનો નથી હોતો.
  • PPF રોકાણ પર મળતા વ્યાજના દરો દર ત્રણ મહિનામાં બદલાય છે.
  • PPF એકાઉન્ટને કોઇપણ કોર્ટ અથવા આદેશ દ્વારા લોન અથવા અન્ય લાયબિલિટીના સમયે જપ્ત નથી કરી શકાતુ.