દિલીપ પટેલ
અમદાવાદ, 12 માર્ચ 2020
ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ છે. જૂના કોંગ્રેસના લોકો પોતાને કોંગ્રેસ માને છે, બહારથી આવેલા હોય તેમને બહારના ગણીને કોરાણે મૂકી દેવામાં આવે છે. કોંગ્રેસે આત્મ મંથન કરવાની જરૂર છે. જેટલા નેતાઓ બીજો પક્ષ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે. સામેના પક્ષમાથી નારાજગી વ્યકિત કરી કે બળવો કરી કોંગ્રેસમા જોડાયા હોય એવા શક્તિશાળી લોકો કોંગ્રેસમાં લાંબો સમય ટકવા દેવામાં આવતા નથી. તેમની સામે અલગ જૂથ બનાવી દેવાઈ છે. અથવા કોઈ જૂથના ગણી લેવામાં આવે છે.
કોંગ્રેસમાં જે આવે તેને કાવતરાનો ભોગ 6+1 નેતાઓ બનાવી દે છે. જેને અહેમદ પટેલની ચંડાળ ચોકડી ગણવામાં આવે છે. કોંગ્રેસમાં ભાજપની શક્તિશાળી હસ્તીઓ આવી હતી પણ તેમાં ધીરૂ ગજેરાથી કે બાવકુ ઉંઘાડ, શંકરસિંહ વાઘેલા, નરહરી અમીન, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ જેવા અનેક લોકોને અહેમદ પટેલની ચંડાળ ચોકડીએ ઠેકાણે પાડી દીધા છે.
કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાએ પણ કોંગ્રેસને મદદ કરી હતી. ચીમનભાઈ પટેલના શક્તિશાળી જૂથનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરાયું હતું. તેને અગલ જૂથ આજે પણ ગણાવામાં આવે છે. જેનો પાણાં તરીકે ઉપયોગ સિધ્ધાર્થ પટેલનો કરાય છે. આ શક્તિશાળી જૂથ નરહરી અમીન હતા. તેમની સાથે કોંગ્રેસની આ ચંડાળ ચોકડીએ અત્યંત ખરાબ વર્તન કરતી રહી હતી. તેઓ ગયા પછી જનતાદળ જૂથ સાફ થઈ ગયું છે. સિદ્ધાર્થ પટેલ એક રહ્યાં છે તેમનો આ ચોકડી ઊંટ તરીકે ઉપયોગ કરે છે. બિમલ શાહ છેલ્લું ઉદાહરણ છે.
ભાજપથી આવેલા શક્તિશાળી 50થી વધું ધારાસભ્યો અને નેતાઓ જો કોંગ્રેસમાં આજે હોય તો કોંગ્રેસ સત્તા સ્થાને રહેતી હોત. તેઓ કોંગ્રેસમાં આવ્યા પણ તેમને ટકવા દીધા નથી.
આ ચંડાળ ચોકડીના કારણે 2007, 2012 અને 20114ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ જીતી શક્યો હતો. પોતાના જૂથના નેતાને ટિકિટ ન મળે એટલે જેને ટિકિટ આપવામાં આવી હોય તેમને હરાવવવા મેદાને પડે અને હરાવે છે. આમ ભાજપ 25-50 બેઠક વધારે જીતતો આવ્યો છે. છેલ્લી ઘડીએ પોતાના જૂથના લોકોને ટિકિટ આપે અને ભાજપ તેના પરથી જીતે એવો દાવ સતત થતો રહ્યો છે. વિરોધ કરાવે તેને સસ્પેન્ડ કરાવે અને પછી તેને પેલા નેતા પક્ષમાં લાવી દે. આવું કોંગ્રેસ વિરોધી નાટક આ ચંડાળ ચોકડી ચલાવતી રહી છે.
કોંગ્રેસના કારણે ભાજપ જીતે છે
ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે. તે પોતાનો નિર્ણય સારી રીતે કરે છે. કોંગ્રેસની આંતરિક લડાઈ પ્રજાને પરેશાન કરે છે. પ્રજા કોંગ્રેસને ઈચ્છે છે પણ આવી ચંડાળ ચોકડી વાળી કોંગ્રેસ તેઓ ઈચ્છતી નથી. તેને તો ભાજપ સામે લડી શકે એવી મજબૂત કોંગ્રેસ જોઈએ છે. 1998થી 2002 સુધીની સરકાર લોકોએ બનાવેલી સરકાર હતી. પણ 2007, 20012, 2017માં ભાજપે જે સરકાર બનાવી છે તે ભાજપે નથી બનાવી કોંગ્રેસે તેમને સરકાર બનાવવામાં મદદ કરી છે. દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી બનાવવા માટે કોંગ્રેસની આ ચંડાળ ચોકડી મદદ કરી રહી છે.
છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ હારી તે કોંગ્રેસના કારણે નહીં પણ આ સ્થાપિત ટોળકીના કારણે હારી છે.
માત્ર કોંગ્રેસના સ્થાપિત હીત ધરાવતાં નેતાઓ હાર્યા છે. ગુજરાત કોંગ્રેસ પર ઠોકી બેસાડેલા નેતાઓ હાર્યા છે. અહેમદ પટેલની આ ટોળકીએ ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતનુ નખ્ખોદ વાળ્યું છે. નેતાગીરીમાં કોઈનો પ્રભાવ ન હોવા છતા દિલ્હીના મોવડીઓ તેમને આગેવાની આપીને નેતાગીરી ચાલી રાખી છે.
દિલ્હીમાં આ ચોકડી જે કહે તે જ કોંગ્રેસના નેતાઓ માનતા આવ્યા છે. દિલ્હીના નેતાઓએ આ પાંચને જ નજીક આવવા દીધા છે. જો 6+1 નેતાઓના બદલે 50 લોકોને દિલ્હીમાં સાંભળવામાં આવ્યા હોત તો ગુજરાતમાં છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતી હોય અને તેની સરકાર હોત. પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બને તે માટે અહેમદ પટેલે ઠેકો લઈ લીધો છે. નરેન્દ્ર મોદીને તેઓ સીધી મદદ કરી રહ્યાં છે. તેમના આ 6 પ્યાદા તેઓ કહે એટલું ગુજરાતમાં કરે છે, ભાજપને મદદ કરે એવું કરે છે. ગુજરાતની જનતામાં કોંગ્રેસની છબી બગાડી રાખવામાં આ ચંડાળ ચોકડી અને અહેમદ પટેલ જવાબદાર છે.
જો કોંગ્રેસમાં અહેમદ પટેલ ન હોત તો વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી ન હોત.
દિવસે દિવસે ગુજરાત ભાજપાની જો હુકમી, ઘમંડી, અને ફાંસીવાદી વિચારધારા વધી રહી છે.
મોવડી મંડળ આ બગડેલા નેતાઓની કોંગ્રેસમાં સર્જરી કરીને બગાડ બહાર ફેંકી નહીં દે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપનું કેન્સર વધારે આગળ વધવાનું છે.
કોંગ્રેસ એવા નેતાઓને લાવે કે જેનું પ્રજામાં કંઈક ઉપજે અને જીતી બતાવે. પણ જે જીતતા નથી તેમને નેતા બનાવે છે અને કોંગ્રેસને પાડે છે. આવા લોકોનું જ પ્રભુત્વ કોંગ્રેસમાં રહ્યું છે.
અહેમદ પટેલ
અહેમદ પટેલ માટે ગુજરાતમા કોઇ રાજકિય જમીન બચી નથી. દિલ્હીના સંબધોએ તેની રાજગાદી ટકાવી રાખી છે, લોકસભા હાર્યા પછી 2005થી 4 ટર્મથી રાજ્યસભામાં જાય છે. પોતાના ઉમેદવારને ભરૂચમાં પણ જીતાડી શકતાં નથી અને દેશને જીતાડવાની સલાહ સોનિયા ગાંધીને આપે છે.
શકિતસિંહ
7 વાર વિધાનસભાની ટીકીટ આપી , એકવાર વિપણના નેતા બનાવ્યા , 1990થી સક્રીય હતા અને AICCમાં પ્રવકતા, પ્રભારી વગેરે પદો મેળવી દિલ્હી રહીને માત્ર પોતાના વ્યકિતગત સંબંધો વિકસાવ્યા છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ બેઠી કરી શકયા નથી. ગુજરાત કોંગ્રેસ બેઠી થાય કે ન થાય તેમાં શક્તિ ગોહિલને કોઈ રસ નથી. તેમને તો પોતે મજબૂર રહેવું છે. તેઓ હવે અહેમદ પટેલથી અલગ રીતે સરકી રહ્યાં છે. રાહુલ ગાંધીની નજીક તેઓ જઈ રહ્યાં છે. જે અહેમદ પટેલને પસંદ નથી. શક્તિ ગોહિલ પોતે પોતાનો મતવિસ્તાર પણ સાચવી શકયા નથી. છેલ્લી ૩ વિધાનસભાની ચૂંટણી ૩ જગ્યાએ અગલ લડયા છે. એ બતાવે છે કે આ નેતાની જનતામાં કોઈ પકડ રહી નથી.
ભરતસિંહ સોલંકી
1998 પછી બે બે વાર પ્રદેશ પ્રમુખ, ૩ વાર લોકસભાની ટીકીટ અને કેન્દ્રીય મંત્રી બનાવ્યા હોવા છતા ગુજરાતમા કોંગ્રેસને બેઠી કરી શકયા નથી. માત્ર વગઁ વિગ્રહ કરી જુથવાદ બહેકાવવાનુ કામ કયું છે. તેઓ પિતા માધવસિંહ સોલંકીના પગલે ચાલ્યા છે.
અર્જુન મોઢવાડીયા
2002, 2007, 2012, 2017 એમ 4 વખત ટિકિટ આપી હતી. 2007માં તેઓ એક વખત જીત્યા હતા. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. તેમના સમયમાં જ કોંગ્રેસ સૌથી વધું નબળી પડી હતી. નરેન્દ્ર મોદી તેમના સમયમાં સૌથી વધું મજબૂત બન્યા છે. તેમની સમયમાં ભાજપ સૌથી વધું મજબૂત બન્યું છે.