દિલીપ પટેલ
અમદાવાદ,
જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી.7 તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો. ગુજરાતમાં પ્રચાર કેવો હતો તે સમજીએ તો હાર કોની અને જીત કોની તે સ્પષ્ટ થઈ શકે તેમ છે.
શાસક અને વિપક્ષના નેતાઓએ ઉઠાવેલા મહત્વના મુદ્દાઓ સમજવા જેવા છે. (ગુજરાતને બાદ કરતાં બીજા મુદ્દાઓ સમાચાર માધ્યમોમાં આવેલાં અહેવાલો અને નેતાઓના ભાષણોનો આધાર આ લેખ તૈયાર કરવામાં લીધો છે.)
મોદી પરિવાર, 400 પાર, હિંદુ-મુસ્લિમ વિભાજન, રામ મંદિરનો પ્રભાવ, અંબાણી-અદાણી, વંશવાદની રાજનીતિ, બંધારણ બદલવાના મુ્દદાઓ છવાલેયાં રહ્યાં હતા. ભાજપે વારંવાર મૂદાઓ પડતાં મૂકવા પડ્યા હતા. આ વખતે ભાજપ પોતે વિપક્ષ પર આક્રમક બનવાના બદલે સ્વબચાવમાં આવી ગયો હતો. તેથી વારંવાર પ્રચાર નીતિ બદલવી પડી હતી. 400ને પાર અને મોદી પરીવાર મુદ્દાઓ બાજુ પર મૂકી દેવા પડ્યાં હતા. કાશ્મીરમાં મોદીએ 370મી કલમ દૂર કરી પણ ભાજપ અહીં ચૂંટણી લગતો ન હતો. લદાખમાં લોકો મોદી સરકાર સામે આંદોલન કરતાં હતા અને ચીને પચાવી પાડેલાં 4 હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશ સુધી કૂચ કરીને મોદીની સચ્ચાઈ બતાવવા તૈયાર હતા.
3 હજાર મહિલાઓ પર બળાત્કાર કરનારા મોદીના ભાગીદાર, વિશ્વનું સૌથી મોટું ચૂંટણી ફંડ કૌભાંડ, મણીપુરમાં મહિલાઓ સાથે બળજબરી જેવા મુદ્દાઓથી ભાજપ ઘારાયેલો રહ્યો હતો. તેણે આ વખતે વારંવાર પીછેહઠી કરીને મુદ્દાઓ બદલતાં રહેવા પડ્યા હતા. ઓછું મતદાન 6 તબક્કામાં થયું તે જ બતાવે છે કે સત્તા સામેની લહેર છે. મોદીની આ વખતે ક્યાંય લહેર ન હતી. મોદી સામે નફરત વધારે હતી.
ચૂંટણી પ્રચારની શરૂઆતમાં, મોદીએ વારંવાર 400 પાર કરવા માટે હાકલ કરી હતી. જો કે, કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો અને શાસક પક્ષ પર બંધારણ બદલવાનો આરોપ લગાવ્યા.
400 પાર નહીં, 300 અંદર
ચૂંટણી પહેલાં 400 પારનો મુદ્દો હતો. ઓછા મતદાન પછી તે હવાઈ ગયો હતો. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે 400 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને સતત દાવો કરી રહ્યા છે કે ભાજપ 400 સીટો જીતી રહી છે. દરમિયાન, સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને જનતાને કહી રહ્યા હતા કે જો એનડીએને 400 બેઠકો મળે તો સરકાર શું કરી શકે છે. જે કહેવામાં આવી રહ્યું છે તે અતિશયોક્તિ હતી. બેઠકોની આગાહી હોય છે પણ આ વખતે તે વધુ પડતું થઈ ગયું છે. જેને ફેંકુ નામ આપવામાં આવ્યું હતું. 4 જૂને ચૂંટણીના પરિણામો જ જણાવશે કે ભાજપને આ નારાથી કેટલો ફાયદો થયો કે પછી વિપક્ષે બંધારણ બચાવવાની વાત કરીને ભાજપની વ્યૂહરચના બગાડી.
400 બેઠક, ગેરફાયદાનું સૂત્ર
વધુ સત્તા, અતિશય ભ્રષ્ટાચાર લાવે છે. વધુ શક્તિશાળી સરકાર દેશ અને સમાજ માટે એટલી જ હાનિકારક છે જેટલી નબળી સરકાર. આ જ કારણ છે કે ભાજપના 400 બેઠકોના લક્ષ્યાંકને સામાન્ય જનતાએ સારી રીતે સ્વીકારી નથી. મતદાનમાં ઉદાસીનતા હતી. ભાજપે તેના સમર્થકોમાં ડર ફેલાવ્યો કે પાર્ટી હારના આરે છે.
મોદીનો ખોટો પ્રચાર
નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં આરોપ લગાવ્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચી દેશે. મહિલાઓ પાસેથી મંગળસૂત્ર પણ છીનવી લેશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદનો મારી મચડીને મોદી જૂઠ બોલતાં રહ્યાં હતા.
અનામત ઘટાડીને મુસ્લિમોને આપશે.
મોદીએ કહ્યું- હું ભારતીય ગઠબંધન સભ્યોની 7 પેઢીઓના પાપોને ઉજાગર કરીશ. છેલ્લા તબક્કામાં મોદી પાસે નવા કોઈ મુદ્દા ન હતા. વિકાસની વાત ન હતી વિનાશની વાતો તેઓ કરી રહ્યાં હતા.
જે દિવસે હું હિન્દુ-મુસ્લિમ કરીશ, મારું જાહેર જીવન હવે નહીં રહે અને મારો સંકલ્પ છે કે હું હિન્દુ-મુસ્લિમ નહીં કરું. પણ તેમણે જુઠ બોલીને આખા પ્રચારમાં હિન્દુ મુસલમાનના વિભાજનની વાત કરી હતી.
મનમોહનની સચ્ચાઈ
પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- મોદીએ નફરતભર્યા ભાષણનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ અપનાવ્યું, તેમણે પદની ગરિમા ઓછી કરી. PM મોદીએ ચૂંટણી દરમિયાન નફરતભર્યા ભાષણનું સૌથી ઘૃણાસ્પદ સ્વરૂપ અપનાવ્યું છે. ઈતિહાસમાં આજ સુધી કોઈ પણ વડાપ્રધાને સમાજના કોઈ ચોક્કસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે આવા ઘૃણાસ્પદ અને અસંસદીય શબ્દો ઉચ્ચાર્યા નથી. વડાપ્રધાન પદની ગરિમા અને ગંભીરતા ઘટાડનારા મોદી પહેલા વડાપ્રધાન છે.
10 વર્ષમાં ભાજપ સરકારે લોકોને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. મોદીએ કેટલાક ખોટા નિવેદનો માટે મને પણ જવાબદાર ગણાવ્યો છે. મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ કરવાનો કોપીરાઈટ માત્ર ભાજપ પાસે છે. લોકશાહી અને બંધારણનું રક્ષણ કોંગ્રેસ કરશે. આપણા બંધારણ અને લોકશાહીને નિરંકુશ સરકારથી બચાવવાની આ છેલ્લી તક છે.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ કહી રહ્યા છે કે પીએમ મોદી ખોટું બોલી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિના ત્રણ કાયદાનો મુદ્દો બનાવ્યો હતો. અગ્નિવીર યોજના, મોદીની નીતિઓ, અર્થવ્યવસ્થા, નાના વેપારીઓ, નશાની લતના મુ્દદા કોંગ્રેસ ઉઠાવતી રહી હતી.
પિત્રોડા
ગુજરાતના મૂળ વતની અને અમેરિકામાં રહેતાં ટેકનોક્રેટ સામ પિત્રોડાના હેરિટન્સ ટેક્સ અંગે તેમને ભાજપે ભારે બદનામ કર્યા હતા. તેમના નિવેદન પછી સમાચાર સંસ્થાઓ પણ ભાજપને મદદ થાય તે રીતે વિવાદ ઊભો કરી રહી હતી.
ટેલિવિઝન અને સમાચારપત્રો
ભારતના મોટાભાગના ટેલિવિઝન ચેનલ અને છાપાઓના માલિકો ભાજપની કે મોદીની તરફેણ કરતાં હતા. માલિકો પત્રકારોને સ્વતંત્રતા આપતાં ન હતા. ભાજપને ગમે એવા સમાચારો અને કાર્યક્રમો તેઓ બતાવતાં હતા. તેઓ લોકો સુધી સત્ય વાત પહોંચવા દેતાં ન હતા. મોદીના પ્રપોડેન્ડા ચલાવતાં હતા. હિંદુ અને મુસ્લિમ મુદ્દાઓ ઉછાળતાં હતા. તેનાથી ભાજપને ફાયદો થતો હતો. ટુટ્યુબ ચેનલો જે સ્વતંત્ર રીતે કામ કરે છે તેના માલિકો અને પત્રકારો પ્રજા સુધી સાચી વાતો લઈ જતાં હતા. તેથી ટીવી જેટલાંજ દર્શકો આ ચૂંટણીમાં આવી યુટ્યુબ ચેનલોના થઈ ગયા હતા.
હિન્દુત્વ
BJPની હિન્દુત્વની રાજનીતિ છેક સુધી રહી હતી. જે હિદુંઓના પ્રગતિની વાતો કરવા કરતાં મુસ્લિમોનો વિરોધ અને ટીકા વધારે હતી. હિન્દુત્વ, હિંદુ સર્વોપરિતા, રાષ્ટ્રીય પુનઃનિર્માણ ચાલ્યા નથી.
હિન્દી
હિન્દી પટ્ટામાં સૌથી વધારે બેઠક અને મતદારો છે જ્યાં હિન્દુત્વ પ્રત્યેનો મોહભંગ ભાજપને થયો હતો. ઉત્તર ભારતમાં 245 લોકસભા બેઠકો છે, તેમાં 226 હિન્દી બેલ્ટમાં છે. જ્યારે પણ હિન્દી પટ્ટામાં સીટોના સમીકરણ બદલાયા છે ત્યારે તેમાં રાજકીય બદલાવ આવ્યો છે. 2019 લોકસભામાં હિન્દી બેલ્ટમાં ભાજપે 178 બેઠકો જીતી હતી. યુપીમાં વધુ બેઠકો જીતવી જરૂરી છે. બિહારમાં વધુ બેઠકો જીતી શકશે નહીં.
પક્ષમાં વિરોધ
રાજનાથ, ગડકરી અને અમિત શાહને પણ 370 સીટો જોઈતી નથી. BJPના નેતાઓ મોદી સરકાર અને સંસ્થા વિરુદ્ધ જઈ રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે પરિણામો ખરાબ આવ્યા તો ઘણા નેતાઓ પાર્ટીથી દૂર થઈ શકે છે. પક્ષ એવા સ્થાને આવી ગયો હતો કે, તેના સમર્થનને વિસ્તારી શકશતો ન હતો.
ગુજરાતની 50 ટકા બેઠકો પર ભાજપના નેતાઓ તેના પક્ષની સામ ઉતરી આવ્યા હતા. જેણે ભાજપની શાખને ભારે મોટું નુકસાન કર્યું હતું. 7 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ભાજપ કરતાં મજબૂત રહ્યાં હતા. મોદીની સભાઓ ફીક્કી હતી. ખુરશીઓ ખાલી રહી હતી.
જુઠ
એક દાયકાના કાર્યકાળ અને અતિશયોક્તિભર્યા વચનોએ ભાજપને મુશ્કેલ સ્થિતિમાં મૂક્યો હતો. મોદીએ ફેલાવેલા જુઠાણાઓ મતદારો સારી રીતે જાણી ગયા હતા. 60 ટકા મતદારો મોંઘવારી અને બેરોજગારી જોઈ રહ્યાં હતા. આર્થિક મુદ્દાઓ ભાજપ સારી રીતે લાવી શક્યો ન હતો. તે ચૂંટણી મુદ્દો જ બનાવી શક્યો ન હતો. ઘણા લોકો મોદીથી કંટાળો અનુભવતા હતા. સારો વિકસ્પ શોધી રહ્યાં હતા. ચૂંટણી સ્પર્ધાના દરવાજા ખોલી શકે એવા લોકોની શોધ કરી રહ્યાં હતા. ભાજપ સામે ખેડૂતો, કુસ્તીબાજોના ગુસ્સાથી કોંગ્રેસને સમર્થન મળ્યું હતું.
મનરેગાથી કન્યા વિદ્યાધન સુધી
છેલ્લા તબક્કામાં રાજકીય મેદાનમાં ઉતરેલા ઈન્ડિયા એલાયન્સ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના નેતાઓ મનરેગાથી લઈને કન્યા વિદ્યાધન સુધીના કામના બદલામાં ખોરાકની જાહેરાતો કરતાં હતા. એક્સપ્રેસ વેની ખામીઓ જાહેર કરતાં હતા. કામધેનુ યોજના, વીજળી, ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા કામોની જાહેરાતો વિપક્ષ કરી રહ્યો હતો.
મતના આંકડાઓમાં ગોલમાલ
પહેલા તબક્કામાં 1 કરોડ મત મતદાનના દિવસો પછી એકાએક વધી ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાનના અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મતદાન મથકના આંકડા જાહેર કરવાથી ચૂંટણી તંત્રમાં અરાજકતા સર્જાશે.
મુલાકાત
મોદીએ પ્રથમ તબક્કાના મતદાન પહેલા એપ્રિલના પ્રથમ 10 દિવસમાં 20 થી વધુ રેલીઓ અને રોડ શો કર્યા હતા. ન્યૂઝ ટીવી ચેનલો, છાપા અને મેગેઝીનમાં ઈન્ટરવ્યુ આપ્યા હતા.
અવતારી
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો. મોદીએ પોતે બિલ ગેટ્સ સાથેના ઈન્ટરવ્યુની માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. ગેમિંગ ક્રિએટર્સને મળ્યા હતા. મંદિરોમાં ગયા હતા. પોતાને અવતારી ગણાવ્યા હતા. બાયોલોજીકલ નથી.
રેવન્ના સેક્સ વીડિયો
ત્રીજા તબક્કામાં મોદીના સાથી પક્ષના સભ્ય પ્રજ્વલ રેવન્નાના 3 હજાર મહિલાઓ સાથેના બળાત્કાર અને સેક્સ વીડિયો બહાર આવતાં ચૂંટણી પ્રચારની દીશા બદલાઈ ગઈ હતી. ભાજપની હાર માટે આ પ્રકરણ વિપક્ષના હાથમાં આવી ગયું હતું. મહિલા મતદારો ભાજપથી ભારે નારાજ હતી.
પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર અને હસન બેઠકના સાંસદ પ્રજ્વલ રેવન્નાના ઘણા કથિત સેક્સ વીડિયો લીક થયા હતા. તેના પિતા અને ધારાસભ્ય એચડી રેવન્નાની એક મહિલાનું અપહરણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પ્રજ્વલ મતદાનના એક દિવસ પછી 27 એપ્રિલે દેશ છોડી ગયો હતો. ‘બ્લુ કોર્નર’ નોટિસ જારી કરવામાં આવી હતી. કોંગ્રેસને બેઠા બેઠા ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળ્યો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 4 મેના રોજ પ્રજ્વલ રેવન્નાની ધરપકડના આદેશ જારી કર્યા હતા. ખાસ વાત એ છે કે ખુદ પીએમ મોદીએ પ્રજ્વલ રેવન્નાના સમર્થનમાં રેલી યોજીને વોટ માંગ્યા હતા.
કેજરીવાલ
દિલ્હીની દારૂની નીતિ અંગેના કથિત કૌભાંડમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન પર સર્વોચ્ચ અદાલતે મુક્ત કર્યા હતા. કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે કોર્ટે આ જામીન આપ્યા હતા. કેજરીવાલની મુક્તિ બાદ સમગ્ર વિપક્ષ ભારત ગઠબંધને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
કેજરીવાલે જોરશોરથી ઝુંબેશ ચલાવી છે અને પીએમ મોદી પર પ્રહારો કરતા કહ્યું છે કે, “તે (મોદી) આવતા સપ્ટેમ્બરમાં 75 વર્ષના થઈ રહ્યા છે. તેમણે જ એવો નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની ઉંમરના લોકોએ નિવૃત્ત થવું પડશે. તેઓ આવતા વર્ષે નિવૃત્ત થવાના છે. હું ભાજપને પૂછું છું કે ‘વડાપ્રધાન પદ માટે તમારો ઉમેદવાર કોણ છે?’
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા JMM નેતા અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડથી ભારત શિબિરને રાજકીય ફટકો પડ્યો.
પાંચમો તબક્કો
શેરબજાર તૂટી રહ્યું હતું.
પાંચમા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીએ શેરબજાર અંગે ભવિષ્યવાણી કરી હતી. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે 4 જૂનના પરિણામો પછી સેન્સેક્સ એટલો સ્વિંગ કરશે કે શેરબજારના પ્રોગ્રામર્સ પણ થાકી જશે. પીએમ મોદીએ કહ્યું કે તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સે 25 થી 75 હજાર સુધીની શાનદાર સફર કરી છે.
સાતમો તબક્કો
પીએમ મોદીએ સાત તબક્કામાં 206 ચૂંટણી કાર્યક્રમો કર્યા. આ સમયગાળા દરમિયાન, વડા પ્રધાને 80 થી વધુ મીડિયા ચેનલો, અખબારો, યુટ્યુબર્સ અને ઑનલાઇન મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા.
મત ગુમ
ઘણા બૂથ પર મતદાર યાદીમાં પહેલા કરતા ઓછા મતો જોવા મળી રહ્યા છે. થોડા મતો ગુમ હતા. બોગસ મતદાન થતું હતું. આવી સ્થિતિમાં આ બૂથ માટે અલગ રણનીતિ બનાવવામાં આવી હતી. નાણાંનો પ્રભાવ હતો. સમુદાયની વોટબેંક ખુલ્લેઆમ ખરીદવામાં આવતી હતી. પક્ષાંતર મોટોપ્રમાણમાં થતું હતું.
ટીવી
ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલનું પ્રસારણ કરનાર ઓડિયા ચેનલ નંદીઘોષ ટીવી સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આરપી એક્ટ 1951ની કલમ 126A હેઠળ, 19 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી 1 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલના પ્રસારણ પર પ્રતિબંધ છે.
ચૂંટણી કાર્યક્રમ
લોકસભા ચૂંટણી 543 બેઠકો માટે 7 તબક્કામાં થઈ, પરિણામ 4 જૂને આવશે. 80 દિવસ ચૂંટણી ચાલી હતી.ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને છે. પરિણામ 4 જૂને આવશે.
લોકસભાની સાથે 4 રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી હતી.
ચૂંટણી બોંડ
14 હજાર કરોડના ચૂંટણી બોંડમાં ભાજપે રૂ. 7 હજાર કરોડ ઉદ્યોગપતિઓ પાસેથી કઈ રીતે લીધા તે મુદ્દો બનતો રહ્યો હતો. દરોડા પડાવીને મોદીની સરકાર ઉદ્યોગપતિઓ પાસેથી રૂપિયા પડાવતી હોવાના આરોપો લાગતાં રહ્યાં હતા. ગુજરાતમાં એક ગરીબ ખેડૂતની જમીન વેચીને તેના રૂ. 11 કરોડ ભાજપે લઈ લીધા હતા. તે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો હતો.
રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોદી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, “જ્યારે પીએમ મોદી ઈલેક્ટોરલ બોન્ડને યોગ્ય ઠેરવતા હતા ત્યારે તેમના હાથ ધ્રૂજતા હતા, આ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.”
અદાણી-અંબાણી
વિશ્વ જાણે છે કે અદાણી અને અંબાણીના સાચા મિત્ર વડાપ્રધાન છે. તેમને ભરપુર મદદ કરી છે. ગુજરાત, દેશ અને વિશ્વમાં તેમના માટે મોદીએ શોદા કર્યા છે. પણ આ ચૂંટણીમાં અદાણી અને અંબાણીએ કોંગ્રેસને ટેમ્પો ભરીને પૈસા આપ્યા હોવાથી તેમની સામે રાહુલ ગાંધી બોલતા નથી. આ મુદ્દો ભાજપ માટે આફત સમાન રહ્યો હતો.
મોદી ઈન્ડિયા ગઠબંધનનું ખોટું નામ બોલીને ઈન્ડી કહેતાં રહ્યાં હતા.
ચૂંટણી ઢંઢેરો
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મજબૂર બન્યો હોવાથી તેની ટીકા મોદી કરવા લાગ્યા હતા.
કોંગ્રેસે ઢંઢેરામાં (ન્યાય પત્ર), કોંગ્રેસે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી આપવાનું વચન આપ્યું હતું. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ અગ્નિવીર યોજનાને રદ કરવા અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત સિવાય એસસી, એસટી અને ઓબીસી માટેના ક્વોટા પરની 50 ટકાની મર્યાદાને દૂર કરવા જેવા અનેક વચનોની જાહેરાત કરી હતી.
ઈન્ડિયા બ્લોકે મુખ્યત્વે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની આવક, લઘુમતી મુદ્દાઓ અને ઈલેક્ટોરલ બોન્ડ પર ભાજપ પર પ્રહારો કર્યા હતા. આર્થિક સર્વેની સાથે જાતિ ગણતરી પણ કરાવવાનું વચન આપ્યું હતું. પ્રચાર દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગરીબોને દર મહિને મફત રાશન આપવાનું વચન આપ્યું હતું અને રાહુલ ગાંધીએ ગરીબ મહિલાઓના બેંક ખાતામાં દર મહિને 8,000 રૂપિયા જમા કરાવવાનું વચન આપ્યું હતું.
5 એપ્રિલે કોંગ્રેસે તેનો ઢંઢેરો પણ બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરંટી સામેલ છે. ભાજપે 14 એપ્રિલે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તે જ સમયે, મતદાનના પ્રથમ તબક્કા પહેલા, આમ આદમી પાર્ટી (AAP) એ તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જનતાનું સમર્થન મેળવવા માટે ‘જેલ કા જવાબ વોટ સે’ અભિયાન શરૂ કર્યું હતું.
મતદાન
ચૂંટણી પંચના આંકડા અનુસાર, લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 65.63 ટકા મતદાન થયું છે. 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર પ્રથમ તબક્કાના મતદાનમાં લગભગ 66.14 ટકા મતદાન થયું હતું. 26 એપ્રિલે યોજાયેલા બીજા તબક્કામાં, જેમાં 88 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં 66.71 ટકા મતદાન થયું હતું.
કોંગ્રેસ અને ભાજપને ચૂંટણી પંચની નોટિસ
ચૂંટણી પંચે 26 એપ્રિલે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેને તેમના સ્ટાર પ્રચારકો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાનું કથિત ઉલ્લંઘન કરવા બદલ નોટિસ જારી કરી હતી. પંચે 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં મુસ્લિમોનો ઉલ્લેખ કરતા મોદીના ભાષણ સામે કોંગ્રેસ, CPI અને CPI(ML) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદો પર કાર્યવાહી કરી હતી. રાહુલ ગાંધી અને ખડગેએ MCCનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપમાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના જવાબમાં ખડગેને કમિશનની નોટિસ આપવામાં આવી હતી. એક મહિના પછી, ચૂંટણી પંચે ભાજપના સ્ટાર પ્રચારકોને સાંપ્રદાયિક ભાષણો ન કરવા નિર્દેશ આપ્યો અને વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવાનું ટાળવા કહ્યું કે બંધારણને રદ કરી શકાય છે.
વડાપ્રધાનની રેલી
પીએમએ આંધ્રપ્રદેશના પલનાડુથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે પંજાબના હોશિયારપુરમાં 30 મેના રોજ તેમના ચૂંટણી પ્રચારનો અંત કર્યો હતો. 75 દિવસના આ સમયગાળામાં પીએમ મોદીએ 180 રેલીઓ અને રોડ શો કર્યા. પીએમ મોદીએ દરરોજ સરેરાશ બેથી વધુ રેલીઓ અને રોડ શો કર્યા. માર્ચમાં ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીએ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે 15 રેલીઓ કરી હતી.
દરેક ચૂંટણી પ્રચારના અંતે આધ્યાત્મિક યાત્રા
વડાપ્રધાન ચૂંટણી પ્રચારના અંતે આધ્યાત્મિક યાત્રા કરવા માટે જાણીતા છે. આ ક્રમમાં તે 30મી મેના રોજ કન્યાકુમારી પહોંચશે અને 1લી જૂન સુધી ત્યાં રહેશે. 2019માં તેણે કેદારનાથ અને 2014માં શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી.