માટીનાં વાસણમાં બનેલા ભોજનથી ફાયદાઓ થતા હોવાથી ફરી એક વખથ માટીના વાસણોમાં ભોજન બનાવવાનો ટ્રેન્ડ પકડ્યો છે. માટીનાં વાસણમાં બનાવેલું ભોજનમાં ૧૦૦% પોષક તત્વો જળવાઇ રહે છે.
ખેતરની માટી માઈક્રો ન્યુટીન્સનો ખજાનો હોય છે. જમીનમાં ઉગનાર શાકભાજી માટી ઉપર આધારિત રહે છે. આપણું આ શરીર માટી માંથી બનેલું છે એટલા માટે જ આપણા શરીરમાં જે સુક્ષ્?મ પોષક તત્વોની જરૂર પડે છે તે માટીના પાયામાંથી મળી રહે છે.
દરેક વ્યક્તિએ હંમેશા માટીના વાસણમાં બનાવેલું ભોજન લેવું જોઈએ. માટીના વાસણમાં બનાવેલું ભોજન જલ્દીથી બગડી જતું નથી. માટીના વાસણોમાં બનાવેલા ભોજનમાં એક પણ માઈક્રોન્યુટીન ઓછું થતું નથી. શરીરમાં રહેલા 18 જેટલા સૂક્ષ્મ પોષક તત્વો માટીમાં હોય છે એટલા માટે માટીને આપણે માં પણ કહીએ છીએ.
માટીના વાસણમાં બનાવેલું ભોજન લેવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર થાય છે. કેટલાક લોકોને પીઠ ઉપર કોઠ નીકળી આવે છે. આ લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે. બેઠાળું જીવન હોવાથી મહત્તમ લોકોને ગેસની સમસ્યા હોય છે તો તે વ્યક્તિએ માટીના તવામાં બનેલી રોટલી ખાવી જોઇએ જેથી એ સમસ્યાથી છૂટકારો મળે છે.
માટીનાં તવા પર જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે લોટ માટીનાં તત્વોને શોષી લ્યે છે જેથી તે વધુ પૌષ્ટિક બને છે આ સાથે જ તેમાં તેમાં પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ હોવાથી અનેક બીમારીથી બચી શકાય છે. જેમાં કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે. એલ્યુમીનીયમનાં તવા પર બનેલી રોટલીમાંથી ૮૭% પીતળનાં વાસણમાં ૭% કાંસાનાં વાંસણમાં ૩% પોષક તત્વો નાશ પામે છે.
ગુજરાતી
English


