બંગલાને બોમ્બથી ઉડાવી દઇશું: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેને દાઉદના નામે દુબઈથી ધમકી ભર્યા 4 ફોન

મહારાસ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલા પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદના સાથીઓના ચાર ફોન આવ્યાં હતા. તેણે ઉદ્ધવ ઠાકરેને મારવાની તથા તેમનું નિવાસ સ્થાન માતોશ્રી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી દીધી છે. આ ધમકી બાદ માતોશ્રી પરિસરમાં દોડધામ મચી ગઈ છે. માતોશ્રી પર દુબઈથી ચાર ફોન આવ્યાં હોવાના સમાચાર છે.

શિવસેના સરકારના પરિવહન મંત્રી અનિલ પરબે જણાવ્યું હતું કે ફોન કોલ્સ આવ્યાં છે, પરંતુ દાઉદે કર્યાં છે કે તેની જાણ નથી. માતોશ્રી પરિસરમાં સુરક્ષા વધારવામાં આવી છે. હવે આ ફોનની જીણવટભરી તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે.

આ બનાવ બદલ પ્રસાર માધ્યમ સાથે બોલતાં રાજ્યના ગૃહ પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે હજી હું આ મામલે અધિકૃત માહિતી લઈ રહ્યો છું. ફોન કોણે કર્યો તેની તપાસ કરવામાં આવશે અને જે પણ પકડાશે તેને કઠોર સજા કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા માહિતી એકઠી કરી રહ્યો છું. આ સંદર્ભે માહિતી લઈશ. અધિવેશન હોવાથી હાલમાં હું પ્રવાસ કરી રહ્યો છું. આ પ્રકરણની ગૃહવિભાગ મારફતે સવિસ્તારમાં તપાસ કરાશે. સત્યતાની ચકાસણી કરાશે, માતોશ્રીના પરિસરમાં સુરક્ષા વધારી દીધી છે. ધમકીભર્યાં ફોન બદલ અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ સરકાર ધમકીઓથી ગભરાઈ જાઇ તેવી નથી. માતોશ્રી પર વક્રદષ્ટિ કરનારની ખેર નહીં