રાજકોટના નેતાઓ 30 હજાર કરોડની જમીનનો વહીવટ કરી નાંખશે?

Will Rajkot leaders handle land worth Rs 30,000 crore? क्या राजकोट के नेता संभालेंगे 30 हजार करोड़ की जमीन?
કૌભાંડી ભાજપને જરા પણ જમીન ખણવી નથી, હેશરમીની હદ આવી છે
રાજકોટના જુના હવાઈ મથકની 265 એકર જમીન પર બગીચા અને સ્ટેડિયમ બનાવો પણ વેચશો તો વિરોધ થશે
દિલીપ પટેલ
અમદાવાદ, 12 જુલાઈ 2024

જમીન ખણવી એટલે કે લજ્જાથી નીચે જોવું. ભાજપના નેતા જમીન ખણવી કરતા નથી. એટલે કે લજ્જા-પશ્ચાત્તાપ કે અપમાનની અસરથી નીચું જોતા નથી. બેશરમ નેતાઓ બની ગયા છે. જ્યાં જમીન દેખાઈ ત્યાં ધરતી માંને કઈ રીતે વેચીને પૈસા કમાઈ શકાય તેનો વિચાર પહેલાં કરવા લાગે છે. રાજકોટમાં વિમાન મથકના પ્રશ્ને દેખાવો થઈ રહ્યા છે.

રાજકોટના 92 વર્ષ જૂના એરપોર્ટ માટે પણ આવું જ છે. નવું એરપોર્ટ બની જતાં 10 સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. તેની 265 એકર જમીન પર ભાજપના સત્તાધીશોની નજર ખરાબ થઈ છે. ગમે ત્યારે તેને ફૂંકી મારશે.

1 કરોડ 15 લાખ 43 હજાર 400 ચોરસ ફુટ જમીન છે. અહીં ફૂટ જમીનનો ભાવ 30થી 35 હજાર રૂપિયા છે. એ હિસાબે 30થી 38 હજાર કરોડ રૂપિયાની જમીન થાય છે. ગુજરાતમાં કોઈ શહેરમાં આટલા વિશાળ પ્રમાણમાં કોઈ મોટી જમીન નથી. રાજકોટની આ ખાલી પડેલી 265 એકર જમીન કઈ રીતે વેચવી તેના શેતાની વિચારો નેતાઓના મનમાં સાપની જેમ વિંટળાઈ રહ્યાં છે.

265 એકર જેટલી જમીન એરપોર્ટ ઓથોરિટીની છે. જમીનનું શુ કરવું તે અંગે ગુજરાત રાજ્યનો સિવિલ એવિએશન અને કેન્દ્રનો ઉડ્ડયન વિભાગ નિર્ણય લેવાની છે.

જૂના હવાઈ અડ્ડાની જમીન રાજવી પરિવારે આપી હતી. તે સમયના જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું કે આ જમીન હાલ સરકારી ચોપડે એરપોર્ટ ઓથીરિટીના નામે છે. કોઈ પણ ખાનગી વ્યક્તિનું હિત આ જમીનમાં નથી, એવું તેમણે કહ્યું હતું.

રાજકોટમાં રમતના મેદાનોનો અભાવ છે. બગીચાઓનો અભાવ છે. ગ્રીન બેલ્ટ સહેજ પણ નથી. ક્રિકેટ કે ફૂટબોલનું મોટું સ્ટેડિયમ નથી. તેથી જમીન માત્ર પ્રજાકીય પ્રવૃત્તિ માટે અનામત રાખવાની માંગણી છે. કોઈ સરકારી કચેરી કે માત્ર સરકારી પ્રોજેકટ માટે જમીન ન ઉપયોગ થાય એવી માંગણી છે.

10 મીટર ઊંચાઈથી વધારે ઉંચાઈના મેદાનો હવાઈ મથકની આસપાસ બનાવી શકતા નથી. પણ રાજકોટમાં 12.38 મીટરથી પણ ઉંચા બિલ્ડીંગો જૂના હવાઈ મથક પર બનાવવાની છૂટ આપીને અબજો રૂપિયાનું કૌભાંડ થયું છે. જે રીતે સુરત હવાઈ મથક પાસે 12.38 મીટર ઊંચાઈથી વધારે ઉંચાઈના 18 બિલ્ડીંગો બનાવવાની છૂટ આપીને 25 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો એવું જ હવે રાજકોટમાં થઈ રહ્યું છે. એક માળ અને એક ફ્લેટનો ભ્રષ્ટાચારનો ભાવ રૂ. 1 લાખ છે. આવા હજારો ફ્લેટ બની જવાના છે. આસપાસના ગાઢ રહેણાંક અને વ્યાપારી વિસ્તાર બની ગયા છે. જેમાં રિડેવલપમેન્ટની થોડબંધ યોજનાઓ આવી રહી છે.

આસપાસ હાઇરાઇઝ બિલ્ડીંગો બનાવવાની છૂટ આપવામાં આવી રહી છે. જેનાથી બિલ્ડરોને અબજો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. હાઈરાઈઝ મકાનોને અહીં 100 મીટરના વિસ્તારમાં મંજૂરી ન આપવામાં આવે એવી માંગણી છે.

જૂના હવાઈ અડ્ડા પરથી દિલ્હી, મુંબઈ, ગોવા, કોલકાતા માટે રોજની 13 ફ્લાઈટ આવતી હતી. જે બંધ થઈ છે. 9મી સપ્ટેમ્બરે એરપોર્ટ એક દિવસ માટે બંધ રાખીને જૂના એરપોર્ટથી હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાધનો ટ્રાન્સફર કરી દેવાયા છે.

જૂનું એરપોર્ટ બોઇંગ 737-800 અને એરબસ 320 કરતાં મોટા એરક્રાફ્ટને સેવા આપી શકતું નથી. એરપોર્ટની પૂર્વ બાજુએ રેલવે લાઇન અને સ્ટેટ હાઇવે હોવાને કારણે રન વેનું વિસ્તરણ પણ શક્ય નથી. પાણ નાના વિમાનો માટે આજે પણ ઉપયોગ કરી શકાય છે. વિઆઈપી વિમાનો અને હેલિકોપ્ટર માટે તેનો આજે ઉપયોગ થાય છે. તેથી લોકોની માંગણી છે કે 25 વર્ષ પછી મોટા પ્રમાણમાં ખાનગી હેલિકોપ્ટર અને નાના વિમાનોની મોટી સંખ્યા થવાની છે. ઉડતી કાર પણ આવી રહી છે. તેથી આ હવાઈ મથકને જાળવી રાખીને તેના માટે ઉપયોગ ચાલું રાખવો જોઈએ.

20 લાખની વસતી ધરાવતા રાજકોટ શહેર એ અમદાવાદ, વડોદરા અને સુરત પછી ગુજરાત રાજ્યમાં ચોથું સૌથી મોટું શહેર છે. તે ગુજરાતના સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે. 20 વર્ષમાં રાજકોટની વસ્તી 50 લાખની આસપાસ થઈ જવાની છે. તેથી આ જમીન પ્રજાના ઉપયોગ માટે જ રાખવામાં આવે એવી માંગણી છે.

રાજકોટના જુના હવાઈ મથકને 8-9-2023થી બંધ કર્યું હતું. રેસકોર્સ પાસેના એરપોર્ટ પર ચીફ જસ્ટિસ આવ્યા ત્યારે હેલિકોપ્ટરનું ઉતરાણ થયું હતું. એરપોર્ટ વિમાનની અવરજવર માટે સંપૂર્ણ બંધ કરાયું છે. પરંતુ, વી.વી.આઈ.પી.ઓ રાજકોટ આવે ત્યારે શહેરથી 35 કિ.મી.દૂર ઉતરે અને બાય રોડ આવવું પડતું હોવાથી જુના હવાઈ મથકનો ઉપયોગ કરે છે. વીઆઈપી લોકો માટે હેલીકોપ્ટર ઉતરાણ માટે જુનુ એરપોર્ટ ચાલુ રહેવાનું હતું. ખાનગી હેલીકોપ્ટર માટે તે બંધ છે.