મહિલાઓએ બાકી પૈસા લેવા માટે સંઘની કાર્યકર સામે દેખાવો કર્યા
અમદાવાદ, 10 ડિસેમ્બર 2025
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખનો આર્થિક વિવાદ હતો. રૂપિયાની ઉઘરાણી માટે કેટલીક મહિલાઓએ તેમના નિવાસસ્થાને ધામા નાખ્યા હતા. તેમને ઘેરી લીધા હતા. જયંતિ રાજકોટિયા પાસેથી તેમના બાકી નીકળતા રૂપિયા લેવા માટે પહોંચી હતી. મહિલાઓએ પ્રમુખના ઘરની બહાર એકઠા થઈને ઉઘરાણી શરૂ કરતાં ત્યાં હંગામો થયો હતો.
જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયાએ તાત્કાલિક પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. પોલીસની સુરક્ષા સાથે માંડ માંડ પોતાના ઘરની બહાર નીકળી શક્યા હતા. પ્રમુખે ઉતાવળે ત્યાંથી ચાલતી પકડી હતી.
આર્થિક વ્યવહાર કયા પ્રકારનો હતો અને પ્રમુખે કેટલી રકમ આપવાની બાકી હતી તે અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી સામે આવી નથી.
ભાજપ પ્રમુખના પુત્રવધૂ હાર્દિકાબેન ધ્રુમિતભાઈ રાજકોટિયાએ સાગરીતો સામે મોરબી પોલીસ મથકે માર મારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. શોભનાબેન જાકસણીયા અને ચાંદનીબેન નામની બે લેણદાર મહિલા પ્રમુખના ઘરે ઉઘરાણી માટે ગઈ ત્યારે પ્રમુખના પુત્રવધૂ હાર્દિકાબેન રાજકોટિયા દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી.
ફરિયાદમાં હાર્દિકાબેને શોભનાબેન રમેશભાઈ જાકાસણીયા, રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા, ચાંદનીબેન હિરેનભાઈ અગોલા સહિત અન્ય બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખીને બોલાચાલી કરી, જપાજપી કરી અને ગાળો આપી હતી. અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ ઊભું કર્યું હતું.
અગાઉ મહિલાઓનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ ભાજપ પ્રમુખ પાસે રૂપિયાની ઉઘરાણી કરતી નજરે પડતી હતી.
બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખને પણ માર મારવામાં આવ્યો હોવાનું મોરબીમાં ચર્ચાઈ રહ્યું છે. બે મહિલાઓ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પાસે ઉઘરાણીના પૈસાની માંગણી કરે છે, તેનો વીડિયો સામે આવ્યો હતો.
જયંતિને મોરબી જિલ્લાના પ્રમુખપદેથી હટાવવા માટે રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે. પક્ષના જ કેટલાક નેતાઓ આયોજિત રીતે આ કાવતરું ઘડી રહ્યા છે. જયંતિભાઈ આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવે છે.
ગુજરાતી
English




