યોગીના પક્ષપલટુ પ્રધાન નંદના ભાઈ જુગાર રમતા પકડાયો

Yogi's defiance minister Nand's brother caught gambling

  • અહીંના એસપીએ જણાવ્યું હતું કે તેમની પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે.

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ જિલ્લામાં પોલીસે જુગારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં પોલીસે આ કેસમાં એક સાથે 13 લોકોની ધરપકડ કરી હતી. મુખ્ય પ્રધાન યોગીના કેબિનેટના નાગરિક ઉડ્ડયન પ્રધાન મંત્રી નંદ ગોપાલ નંદીનો ભાઈ કૃષ્ણ ગોપાલ ગુપ્તા ઉર્ફે બચ ગુપ્તા તેમાં પકડાયો હતો. પ્રયાગરાજમાં પોલીસે બહાદુરગંજમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા અને આ તમામ લોકોની ધરપકડ કરી હતી.

કૃષ્ણ ગોપાલ ગુપ્તા ઉર્ફે બચ ગુપ્તા પાસેથી 1.5 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી 15 મોબાઇલ, દેશી કટ્ટા, અને 9 દેશી બોમ્બ પણ મળી આવ્યા છે. આ કેસમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નંદકુમાર નંદીનું પૂરું નામ નંદ ગોપાલ ગુપ્તા નંદી છે. મંત્રીએ કહ્યું – ભાઈ સાથે કોઈ સબંધ નથી. 2007માં જ તેમને કાયદેસર રીતે તેમના ભાઈથી અલગ થયા હતા. તે તેના ભાઈની ખોટી ક્રિયાઓથી વાકેફ હતો, તેથી તેણે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા.

2007 માં બસપાની સરકારમાં નંદ કેબિનેટ પ્રધાન પણ હતા. તે સમયે, ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સત્તામાં હતી. 2010 માં, નંદ ગોપાલ ગુપ્તા નંદીની પત્ની અભિલાષા નંદી, અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) ના મેયર પણ હતા.

બસપાથી અલગ થયા પછી, નંદકુમાર નંદીએ કોંગ્રેસમાંથી સંસદીય ચૂંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ હાર્યા હતા. તે  2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને દક્ષિણના શહેર પ્રયાગરાજથી જીત્યા.