IIT-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર 7 થી માંડીને 23 ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે. IIT મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-CoV-2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્ક જ નહી, પરંતુ રૂમાલ પણ સહાયક સાબીત થાય છે. બંનેની રિસર્ચ અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીકસના ફીઝીકસ ઓફ ફલૂડસ જોર્નલમાં પ્રકાશિત થઇ છે.
રિસર્ચમાં તેઓને જાણવા મળ્યું કે માસ્ક લગાવાથી કલાઉડ વોલ્યુમ 7 ગણુ ઘટી જાય છે. બીજી બાજુ એન-95 માસ્ક લગાવાથી 23 ગણું ઓછું થઇ જાય છે. ડો.અગ્રાવાલે જણાવ્યું કે જેટ થીયરીના આધાર પર વિશલેષ્ણ કરીને અમને જાણવા મળ્યુ કે કફ બાદના પહેલા 5 થી 8 સેકન્ડ હવામાં ડ્રોપલેટ ફેલાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વધુમાં ઉમેર્યુ કે છીંકતી વખતે રૂમાલનો ઉપયોગ કરવો અથવા હાથમાં જ છીંક ખાવાથી કફ કલાઉડનું અંતર ઘટી જાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારના ઉપાયોથી સંક્રમણ ફેલાવાના ચાન્સ મર્યાદીત થઇ જાય છે. આઇઆઇટી મુંબઇની ટીમે કફ કલાઉડની માત્રાને માપવા માટે ફોર્મ્યુલા પણ તૈયાર કરી છે. આ ફોર્મ્યુલાની મદદથી કોઇ હોસ્પિટલના વોર્ડમાં વધુ પડતા લોકોની સંખ્યા નિર્ધારીત કરવા માટે મદદ મળે છે. તેની સાથે જ કોઇ રૂમમાં, સીનેમા હોલમાં, કાર અથવા એરક્રાફટની કેબીનમાં હવાનું સરકર્યુલેશન કરવાની ન્યુનતમ દર જાળવવામાં સહાયતા મળે છે જેનાથી તાજગી જળવાય રહે અને સંક્રમણ ઓછુ થઇ શકે.