[:gj]અમદાવાદના ખાડીયામાં બાંધકામ અને ખાણીનો હપ્તો કેટલો લેવાય છે, કોણ લે છે ? [:]

[:gj]ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એક બાંધકામ કરવા દેવા માટે એક ફૂટના એક હજારનો ભાવ ચાલી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સીધી સંડોવણી અને હપ્તાખોરી ચાલે છે.

આ પ્રવૃત્તિ માટે કોણ જવાબદાર

ખાડિયાના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશ્નર સૌરભ પટેલ છે. 9377409674 નંબર પર તેમને ફરિયાદ કરી શકાય છે.

ખાડિયાના મ્યુનિસિપલ કાઉન્સલરોની યાદી 

જયશ્રી કૌશીક પટેલ, ભાવના હરીશ નાયક, કૃષ્ણવદન સોમનાથ બ્રહ્મભટ્ટ, મયુર નટવર દવે છે.

સ્થાયી સમિતિના સભ્યોની યાદી 

પટેલ  પ્રવિંકુમાર બી અધ્યક્ષ, ભાવનાબેન બી.પંડ્યા વિભાગના અધ્યક્ષ

સુજય જે.મહેતા
ચંદ્રાવતી વી.ચૌહાણ આર
ગૌતમભાઇ બી
ગૌતમભાઇ એલ.કથિરીયા
ગિરિશકુમાર એચ.પ્રજાપતિ
જ્Pાનપ્રસાદભાઇ એમ.કોનોજીયા
ઇલાબેન જે
ઇશ્વરભાઇ એસ.પાટાણી
જયમિબેન ડી.દવે
મિષ્ત્રી પુષ્પાબેન ડીનો સમાવેશ થાય છે. જેને ફરિયાદ કરી શકાય છે. તેઓ આ બાંધકામ માટે જવાબદાર છે.

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારને ગેરકાયદેસર બાંધકામો સ્થાનિક રાજકારણીઓ, એસ્ટેટ અધિકારીઓ અને બિલ્ડરોની મજબુત સાંઠગાંઠ ના કારણે સાંકડી ગલીઓમાં બહુમાળી કોમર્શીયલ કોમ્પલેક્ષ થઈ ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના બનાવવામાં આવેલા કોમર્શીયલ પ્રકારના બાંધકામોમાં ઈજનેરખાતાએ પાણી-ડ્રેનેજના જાડાણો આપી દીધા છે.

રાયપુર દરવાજા, રાયપુર ચકલા, માણેકચોક, મદનગોપાલ હવેલી રોડ, સાંકડી શેરી તથા તેની આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. હજું અનેક ચાલી પણ રહયા છે. રહેઠાણ વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામ ન કરવા માટે નામદાર હાઈકોટે હુકમ કરેલો છે. છતાં બાંધકામો ચાલી રહયા છે.

બાંધકામની યાદી

હવેલી ચેમ્બર
મદનગોપાલની હવેલી રોડ
આભુષણ કોમ્પલેક્સ
24 કેરેટ કોમ્પ્લેક્ષ મદનગોપાલની હવેલી
ઝીણાભાઈ ચેમ્બર્સ, સાંકડી શેરી રોગ
જે.આર.કોમ્પલેક્ષ સાંકડી શેરી
નંદરસ્ત કોમ્પ્લેક્ષ
વંદના માર્કેટ સરકીવાડ
વીપી માર્કેટ સરકરીવાડ
લત્તાભન સરકીવાડ
બીબીસી માર્કેટ કાલુપુર
ફાડિયા કરવે નંબર 312
સિદ્ધિવિનાયક ચેમ્બર ઘાસીરામની પોળ
વિનાયક કોમ્પ્લેક્ષ સારંગપુર ચકલા
ઝવેરી ચેમ્બર્સ દેડકાની પોળ
દ્વારકેશ બીલ્ડીંગ ઘાંસી-ચીની પોળ
સાંઈ કોમ્પ્લેક્ષ સાઈબંબા મંદિર પાસે
સુસા પારેખની પોળ
મનાલી કોમપ્લેક્ષ ધનાસુથારની પોળ
મધુર કોમ્પ્લેક્ષ ધનાસુથારની પોળ
જહાપનાની પોળ ટંકશાળની પોળ

ભયજનક પોલ

પોળના મકાનો ભયજનક જાહેર કરાવી તેને સસ્તા ભાવથી પડાવી લેવા તેમજ તેમાં કોમર્શીયલ પ્રકારના બાંધકામો કરવાનો ધંધો વર્ષોથી ચાલી રહયો છે. બિલ્ડર કે વેપારી પાસેથી સોપારી લેવામાં આવે છે.

સ્થાનિક રહીશો ફરીયાદ સાંભળવા પણ કોઈ તૈયાર નથી જેના કારણે ખાડીયાના રહીશોની પરિસ્થિતી અત્યંત દયનીય બની ગઈ છે. ગેરકાયદેસર કોમર્શીયલ કોમ્પલેક્ષના પરીણામે પોળના રહીશોને તેમના વાહન લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે. ઈમરજન્સી સમયે ૧૦૮ કે ફાયરની ગાડીઓ કોઈપણ પોળમાં જઈ શકે તેમ નથી. દર્દીને ઉંચકીને પોળના નાકે લાવ્યા બાદ ૧૦૮ની સુવિધા મળે છે.

ખાણી પીણીની લારી પાસે રૂ.10 હજારનો મહિને હપ્તો

ખાડીયા શહેરની આગળ ઓળખ સમાન માણેકચોક રાત્રી ખાણી-પીણી બજારમાં માત્ર ૩૮ લારી માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. જેની સામે હાલ ૯૬ લારીઓ ઉભી રહે છે.ખાડીયામાં ખાણી-પીણીની લારીવાળાઓના દબાણો પાસેથી રાજકીય કાર્યકરો લારી દીઠ માસિક રૂ.10 હજારનો હપ્તો વસુલ કરે છે. સાંકડી શેરીથી ચાંલ્લાપોળ તરફના રોડ પર લારીઓ ઉભી રહે છે. જયારે રાયપુર ચકલામાં રાત્રીના સમયે પણ ૦૬ લારી ઉભી રહે છ.

માંડવીના પોળમાં આવેલ છીપા માવજીની પોળમાં મ્યુનિ. કોર્પોરેશનનું પ્રસુતિગૃહ હતું તેમાં હાલ મારવાડી ભોજનાલય શરૂં થઈ ગયું છે. રાજકીય કાર્યકરો દર મહીને હપ્તા વસુલી કરે છે.

રાયપુર દરવાજાથી ચકલા સુધી, સાંકડી શેરી, માણેકચોક તથા માંડવીપોળ વિસ્તારમાં ખાણી-પીણીની લારીઓ રાખી છે.

રહેઠાણના પ્લાન પાસ કરાવીને કે પછી હેરીટેજના નામે કોમર્શીયલ બાંધકામ થઈ રહયા છે. ખાડીયામાં ટેમલા-પોળ-ટંકશાળ રોડ, લીમડા પોળના નાકે-બાલા હનુમાન મંદીર પાસે, તળીયાની પોળમાં ત્રણ અલગ-અલગ સ્થળે, જહાપનાહની પોળમાં બે જગ્યાએ રહેઠાણના પ્લાન મંજુર કરાવીને કોમર્શીયલ પ્રકારના બાંધકામ પાડા-પોળ ગાંધીરોડમાં પણ રેશી-પલાન કરાવી કોમર્શીયલ બાંધકામ તથા હાજા પટેલની પોળમાં હેરીટેજ પ્લાન મંજૂર કરાવીને વાણીજય સંકુલ તૈયાર થઈ રહયા છે. આ તમામ બાંધકામોને તાકીદે સીલ કરવામાં આવે તથા જે બાંધકામો પુરા થઈ ગયા છે. તેને દુર કરવા માંગણી ખાડીયાના રહીશો કરી રહયા છે.[:]