[:gj]મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને રોજગારી આપી[:]

Maruti Suzuki, Hero Honda hires 15 percent youth instead of 85 percent

[:gj]વલસાડ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ કુલ ૧,૮૦૬ અરજીઓ પ્રાપ્ત થઇ છે. જેમાંથી ૧,૭૭૫ અરજીઓ મંજૂર કરી રૂા.૧,૧૬,૫૪,૨૫૦/-ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
દરેક ગામને સરફેસ વોટર મળે
નવા બોર અને કુવા બનાવવા વિષયે ગૃહમાં પુછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પાણી પુરવઠા કહ્યું હતું કે, દરેક ગામને સરફેસ વોટર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં નવા બોર બનાવવા માટે ૧૧૪ માંગણીઓ કરવામાં આવી હતી. નવા બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરેલ છે. નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારની રૂ.૧૧,૬૮૯ લાખની વિવિધ યોજનાઓ કાર્યરત છે તથા નાણાકીય વર્ષ-૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં સોરાષ્ટ્ર-કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને સંતોષી શકાય તે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સ્થાનિક યુવકોને ૮૫ ટકા રોજગારી
ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને વર્ષ-૧૯૯૫ના ઠરાવ મુજબ ૮૫ ટકા રોજગારી અપાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતમાં આવેલ મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૪૫૩ સુપરવાઇઝરની જગાઓ સામે ૩૪૮ સ્થાનિક લોકોને રોજગારી આપી છે. જ્યારે હીરો હોન્ડા કંપનીમાં ૪૦૮ સુપરવાઇઝરની જગ્યા સામે ૧૫૨ યુવાનોને રોજગારી આપી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શ્રમ અને રોજગાર જણાવ્યું હતું. તા.૩૧ માર્ચ-૧૯૯૫ના ગુજરાત સરકારના ઠરાવ મુજબ સ્થાનિકોને ૮૫ ટકા રોજગારી આપવામાં જે લોકો ૧૫ વર્ષ અથવા તેનાથી વધુ સમયથી જે તે વિસ્તારમાં રહેતા હોય તેને આ સ્થાનિકોની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. આ ઠરાવના ભાગરૂપે મહેસાણા જિલ્લાના શંખેશ્વરના ૧૧૦ જેટલા સ્થાનિક યુવાનોની રોજગારી છે.
સંત સુરદાસ યોજના
સંત સુરદાસ યોજના હેઠળ મળેલી અરજીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જણાવ્યું હતું કે, ૮૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી અને ૦ થી ૧૭ વર્ષની વય જુથની વ્યક્તિઓને માસિક રૂ.ર૦૦ની સહાય ચુકવવામાં આવે છે અને ૧૮ થી ૬૪ વર્ષની વય જુથના અને ૮૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને માસિક રૂ.૪૦૦ની સહાય ચુકવવામાં આવે છે. જેમાં ૦ થી ૧૭ના લાભાર્થીને માસિક રૂ.ર૦૦ રાજય સરકાર ચુકવે છે અને ૧૮ થી ૬૪ વર્ષની વય ધરાવતા લાભાર્થીને રૂ.૪૦૦ની સહાય ચુકવવામાં આવે છે, જે પૈકી રૂ.ર૦૦ રાજય સરકાર અને રૂ.ર૦૦ કેન્‍દ્ર સરકાર ભોગવે છે.

રૂ.૩૦૦ માસિક સહાય તથા વય મર્યાદા ૧૮ થી ૭૯ વર્ષ કરવામાં આવેલ છે. ૦ થી ૧૭ વર્ષની વય ધરાવતા વિકલાંગોને રાજય સરકાર દ્વારા રૂ.ર૦૦ની સહાય વધારી રૂ.૪૦૦ કરવામાં આવી છે તથા ૧૮ થી ૭૯ વર્ષના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા રૂ.૩૦૦ની સહાય આપવામાં આવે છે. તેમાં હવે રાજય સરકારની સહાયની રકમમાં રૂ.૧૦૦નો વધારો કરીને રૂ.૩૦૦ કરવામાં આવી છે. (રાજય સરકારના રૂ.૩૦૦ + ભારત સરકારના રૂ.૩૦૦) આમ, કુલ સહાય રૂ.૬૦૦ કરવામાં આવી છે.
૦ થી ૬૪ વર્ષની વય તથા ૭૫ ટકા વિકલાંગતા ધરાવતા વિકલાંગોની સહાય રાજય સરકાર દ્વારા રૂ.૪૦૦ની સહાય વધારી રૂ.૬૦૦ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ અરજદારનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્‍ટ થયેલ હોય તેવા વિકલાંગોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
રાજકોટ જિલ્લામાં સંત સુરદાસ યોજના હેઠળ તા.૩૧ ડીસેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૧૧૧ અરજીઓ મળી હતી જે પૈકી ૯૨ અરજી મંજૂર કરવામાં આવી છે અને તે માટે રૂ.૭,૩૬,૮૦૦ ચૂકવવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં ૨૮ અરજીઓમાં મળી હતી જે તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને તે માટે રૂ.૧,૬૮,૬૦૦ની સહાય ચુકવવામાં આવી છે. નામંજૂર થયેલી અરજીઓના કિસ્સાઓમાં ઉંમર વધુ હોવી, દિવ્યાંગતા ઓછી હોવી, બીપીએલ કાર્ડની યાદીમાં નામ ન હોવું જેવા કારણોનો સમાવેશ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહિસાગર જિલ્લામાં ૫૯,૬૦૫ વિદ્યાર્થીઓને રૂ. ૩.૫૭ કરોડની ગણવેશ સહાય
વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા સામાજિક, ન્યાય અને અધિકારીતા ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ વર્ષ-૨૦૧૯-૨૦માં મહિસાગર જિલ્લામાં ૫૯,૬૦૫ વિદ્યાર્થીઓને રૂ.૩,૫૭,૬૩,૦૦૦ની ગણવેશ સહાય ચૂકવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ગણવેશ સહાય યોજના અમલમાં છે.
બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પશુ ચિકિત્સક – નિરીક્ષકની ખાલી જગ્યાઓ
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પશુધન નિરીક્ષક વર્ગ-૩ની ૯૫ જગ્યાઓ તેમજ કચ્છ જિલ્લામાં ૩૪ જગ્યાઓ ભરાયેલી છે. આ બે જિલ્લામાં પશુચિકિત્સક અધિકારી વર્ગ-૨ની કુલ ૧૦૮ જગ્યાઓ તેમજ પશુધન નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૦૯ જગ્યાઓ મંજૂર થયેલી છે.
બાળ મજુરી
શ્રમ અને રોજગાર આણંદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં બાળમજૂરી ચકાસણી અંગે ૨૯ સંસ્થાઓની ચકાસણી કરીને કસૂરવારો સામે ૮ થી ૧૦ FIR નોંધાઈ છે. તમામ જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષે રચાયેલ આ ટાસ્ક ફોર્સમાં ૧૦ થી ૧૨ ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે જેની રીવ્યુ બેઠકો નિયમિત યોજાય છે

૪૨૦ ગરીબોનું મોત
વિધાનસભા ખાતે છોટાઉદેપુર જિલ્લામાં સંકટમોચન યોજના હેઠળ ૪૨૦ લાભાર્થીઓને રૂા.૮૪ લાખની સહાય ચૂકવાઇ છે. આ યોજના હેઠળ પ્રતિ વ્યક્તિના મૃત્યુ સંદર્ભે રૂા.૨૦ હજારની સહાય ચૂકવાઇ છે તથા આ યોજનાઓના લાભ લેવા માટે મૃતકના મૃત્યુ બાદ બે વર્ષમાં અરજી કરવાની હોય છે ત્યાર બાદ સહાય મળતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૬૧૨ અરજીઓ આવી હતી તે પૈકી ૪૨૦ અરજીઓ મંજૂર કરાઇ છે. જ્યારે ૧૯૨ અરજી નામંજૂર થઈ છે. જેમાં ૦ થી ૨૦ ના ગુણાંકમાં ન સમાવાને લીધે, મૃત્યુ પામનારની ઉમર ૧૮ થી ૨૦ વર્ષ ઉપરની અને સમય મર્યાદામાં અરજી કરી ન હોય તેના કારણે ના મંજૂર કરાઈ છે.
દુધાળા પશુઓના ડેરી ફાર્મ
૧૨ દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા અંતર્ગત ૩,૨૨૫ અરજીઓ થયેલ હતી જેમાંથી ૧,૭૮૧ અરજીઓ મંજૂર કરી રૂ.૪૧.૨૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ૫૦૧ અરજીઓ પૈકી ૪૭૨ મંજૂર કરી છે અને ૩૧૪ માટે રૂ.૭.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર ઝીંગા ફાર્મ
નવસારી જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા ફાર્મ ઉભા કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવામાં આવ્યા છે. તાપી અને નવસારી જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઝીંગા ફાર્મ ઝીંગા ફાર્મિંગ મોટી રોજગારી ઉભી કરતું અને વિદેશી હૂંડિયામણ આપતું ક્ષેત્ર હોય રાજ્ય સરકારે નીતિ બનાવી છે અને આ નીતિ અનુસાર જમીન ફાળવવામાં આવે છે. વ્યક્તિગત અરજી માટે પાંચ હેક્ટર માટે ૩૫ ટકા સહાય, સ્વ સહાય જૂથ માટે ૧૦ હેકટર માટે ૧૦ ટકા, સહકારી મંડળીઓને ૫૦ એક્ટર માટે ૨૦ ટકા અને રાજ્ય સરકારના નિગમો અને ખાનગી કંપનીઓને ૧૦૦ હેકટર જમીન માટે ૩૫ ટકા સહાય આપવામાં આવે છે.[:]