[:gj]ભાજપના નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના બાજુમાં, મોર ક્યાં બોલેના તાલે ગરબા ગાયા , રોમેલે ફરિયાદ કરી[:]

[:gj]https://youtu.be/g2f2TIOMNRk

તાપી, 1 ડિસેમ્બર 2020

ગુજરાતમાં સામાન્ય નાગરિકો માસ્ક ન પહેરે તો તેને રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ  આદિજાતિ મંત્રી કાંતી ગામીતનાં પૌત્રીનાં સગાઈમાં હજારો લોકોને બોલાવાયા હતા. સામાન્ય લોકોને ભાજપની સરકાર 200 લોકોને ભેગા થવાની મંજૂરી આપે છે. તો એક પ્રધાનને કેમ 6 હજાર લોકોને એકઠા કરવાની આવી છૂટ આપવામાં આવી છે.

આદિજાતિ સંઘર્ષ મંચના રોમેલ સુતરિયાએ આ અંગે તાપી જિલ્લાના પોલીસ વડાને ફરિયાદ કરીને પૂરાવા મોકલી આપ્યા છે અને પ્રધાન સામે પગલાં ભરવાની માંગણી કરી છે. તાપી જીલ્લાના ડોસવાડા ગામે ભગત ફળિયામાં પૂર્વ આદિજાતિ મંત્રીના પુત્રની દીકરીની સગાઈ 30 નવેમ્બર 2020ના દિવસે હતી. સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્કનો ભંગ થયો હતો.

સરકારની લગ્ન કે પ્રસંગ માટેની તથા કોરોનાને લઈને જાહેર થયેલી ગાઇડલાઇનના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જે રૂપાણી માટે પડકારરૂપ છે. સગાઈ પ્રસંગના વિડિઓ પુરાવા માટે પોલીસને આપવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક જેવા શબ્દો મજાક લાગશે સાથે જ સરકાર તથા કલેકટરની ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હતો.

સામાન્ય નાગરિકોને લગ્નમા દંડ કે માસ્ક વગર બહાર નીકળનાર કે ભૂલ કરનારને દંડ ફટકારે છે પણ ભાજપના નેતા સામે પગલાં લેવામાં આવતા નથી.

આ બાબતે આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા તથા એક અવાજ એક મોર્ચા ના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ તાપી જીલ્લા પોલીસ વડાનું ટેલીફોનીક ધ્યાન દોર્યું છે. ઘટનાના વિડિયો પણ તેઓને મોકલી આપેલા છે.

દક્ષિણ ગુજરાતમાં પોન્ઝી યોજનાઓ અને અન્ય વિષયો પર અધિકાર લક્ષી અવાજ ઉઠાવનાર સંગઠન તરીકે તેઓ સતત જાહેર રેલી કે અન્વે મોટા કાર્યક્રમ વેક્સિનના આવે સ્થિતિ સામાન્ય થાય નહી ત્યાં સુધી રોકેલા છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે સંગઠન વર્તે છે પણ નેતા વર્તતા નથી.

આ પ્રકારની ઘટના નિંદનીય તો છે સંગઠન જાહેર કરે છે કે આ પ્રકાર ની ઘટના સામે કાર્યવાહી નથી થતી તો અમે આવનાર દિવસોમાં લોકહિતમાં જાહેર કાર્યક્રમોની શરુઆત કરીશું. એમ સુતરીયાએ જણાવ્યું હતું.

તાપીમા સગાઈ કાર્યક્રમના વિડિયો હોવા છતાં રાજ્ય સરકારે તપાસ કરવાનું કહે છે. વિડિયો બહાર આવ્યા બાદ આવી કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. પણ તે પહેલાં પોલીસ કે જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.[:]